ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.
હરદ્વાર ગોસ્વામી

જિંદગી કોને કહો છો ? – મકરન્દ દવે

જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?

જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?

જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?

-મકરન્દ દવે

ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…

5 Comments »

  1. pragnaju said,

    October 29, 2009 @ 5:27 AM

    સર્વાંગ સુંદર ઊર્મિકાવ્ય
    ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
    ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?
    જે અદ્વૈત સુખે દુ:ખેય સરખું, સર્વ અવસ્થામહીં
    વિસામો ઉરનો શકે નવ હરી, વૃદ્ધત્વ જેનો રસ
    ને સૌ આવરણો સર્યે કદી, થતું જે સ્નેહસારે સ્થિર
    સદભાગી જનને કવમેવ વિરલું કલ્યાણ તે લાધતું.
    પતિ-પત્ની વચ્ચે ખટરાગ-માતાપિતા અને સંતાનો વચ્ચે વિખવાદ-માલિક અને નોકર વચ્ચેનું ઘર્ષણ-એક દેશ અને બીજા દેશ વચ્ચેની તંગદિલી – આ બધાંના મૂળમાં ભાવસંક્રમણનો અભાવ રહેલો હોય છે આ પ્રત્યાયનની આડે આવે છે
    ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
    મોજ મીઠી માનવા આંસુ તણી ? બાળકને સૌથી વધારે જરૂર છે માબાપના પ્રેમની, કુટુંબની સલામતીની. બાળકની જે મૂળભૂત જરૂરિયાત છે તે પુષ્કળ સ્નેહ અને સમય કેટલાં માબાપ આપે છે ? પોતાનાં બાળકો સાથે રમવાનો, વાતો કરવાનો, ફરવાનો માબાપને સમય નથી મળતો. તેઓ સતત સ્પર્ધામાં રેટ રેઈસ’માં મચ્યાં રહે છે.
    વિશ્વને અંધાર જો એ ના બને
    તાઝગી જાણે કદી એ તેજની ?
    દેહથી ઉપર ઊઠવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પરમતત્વમાંથી વિખૂટું પડેલું ઈશ્વરી તત્વ મારી અંદર પડેલું છે એ પરમતત્વ સાથે મારે હવે અનુસંધાન કરવાનું છે.

  2. Kirtikant Purohit said,

    October 29, 2009 @ 11:08 AM

    જિંદગી શી ચીજ છે, જો એ નહિ
    કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?

    અત્યંત ઉર્મિસભર ઉર્મિકાવ્ય.

  3. sapana said,

    October 29, 2009 @ 4:09 PM

    જિદગી કોને કહો? કૉઇના આંસુંની મીઠાશ માણીને કહો..બે ઘડી રોકાઈને પૂછીને કહો કેમ છો? હ્રદયમા થૉડી અનુકંપા રાખીને જુઓ..ખૂબજ ઊર્મિસભર કાવ્ય..વેલકમ બેક વિવેકભાઈ તમને નવુ વર્ષ મુબારક.
    સપના

  4. Dhaval said,

    October 29, 2009 @ 4:20 PM

    જિંદગી શું છે કહોને, જો નહિ
    તાઝગી જાણે કદી એ તેજની ?
    વિશ્વને અંધાર જો એ ના બને
    અંત સુધી સળગતી અગ્નિકણી ?

    – સરસ !

  5. manharmody ('મન' પાલનપુરી) said,

    October 29, 2009 @ 5:24 PM

    જિંદગી માટે અનેકાનેક વ્યાખ્યાઓ કરતા ગીત-ગઝલ-કાવ્યો રચાયા છે પણ આ ગીતમાં જિંદગીના જે અર્થો આપ્યા છે તે જિંદગીની બહુ જ નજીક છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment