ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

(દીપોત્સવીના દીવે દીવે) – ચંદ્રકાન્ત શેઠ

દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

– ચંદ્રકાન્ત શેઠ

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળીની પ્રકાશિત મંગળ કામના અને નવા વર્ષની રંગરંગીન શુભેચ્છાઓ…

11 Comments »

  1. manharmody ('મન' પાલનપુરી) said,

    October 17, 2009 @ 4:58 AM

    સાચી શુભકામના આપતા સુંદર ગીત સાથે નવા વર્ષનો પ્રારંભ. લયસ્તરોને અને વિવેકભાઈ તથા ધવલભાઈને પણ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

  2. દક્ષેશ કોન્ટ્રાકટર said,

    October 17, 2009 @ 9:29 AM

    ધવલભાઈ અને વિવેકભાઈ,
    દિપાવલી અને નૂતન વર્ષની શુભકામનાઓ …

  3. pragnaju said,

    October 17, 2009 @ 9:35 AM

    જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
    હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
    નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !િ
    પ્રસન્ન અભિવ્યક્ત્

    દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

  4. urvashi parekh said,

    October 17, 2009 @ 10:47 AM

    દિવળી ની શુભકામનાઓ સાથે,
    નુતન વર્ષાભીનંદન..
    આપ સહુને આવતુ વરસ સુખદાયી,યશદાયી,આરોગ્યમય નીવડો તેવી શુભેચ્છાઓ.
    સરસ ગીતો છે.

  5. Pancham Shukla said,

    October 17, 2009 @ 10:59 AM

    દિવાળી કાર્ડ પર લખીને મોક્લવા જેવું ચારુ મનોરમ કાવ્ય.

    સર્વ મિત્રોને દિવાળીની અઢળક શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન.

  6. ફારુક ઘાંચી 'બાબુલ' said,

    October 17, 2009 @ 5:14 PM

    …ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
    રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
    નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-…

    સરસ રચના આ સપરમા દિવસને દિપાવે છે… સૌ મિત્રોને દિવાળી હાર્દિક શુભકામના અને નૂતન વર્ષાભિનંદન!

  7. priyjan said,

    October 17, 2009 @ 6:11 PM

    “જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
    હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
    નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-”

    ખૂબ સુંદર ગીત

    સૌ વાચકો ને દિવળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન

    સપ્રેમ્
    પ્રિયજન

  8. ડૉ.મહેશ રાવલ said,

    October 18, 2009 @ 1:54 AM

    વાહ….
    જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
    હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
    -આ વાત વધુ સ્પર્શી ગઈ.
    લયસ્તરો અને લયસ્તરોના માધ્યમે મળતાં તમામ બ્લોગર્સ ભાઈ-બ્હેનોને
    નવા વર્ષની અઢળક શુભકામનાઓ

  9. Pinki said,

    October 18, 2009 @ 9:52 PM

    દિપાવલી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ…!!

  10. pragnaju said,

    October 19, 2009 @ 5:38 AM

    દિવળીની શુભકામના અને નૂતન વર્ષાભિનંદન

  11. Dipak Naik said,

    October 20, 2009 @ 8:42 AM

    કવિશ્રિ ચન્દ્રકાન્ત શેઠ,ધવલભાઈ અને વિવેકભાઈ. ને અભિનન્દન્,નવા વર્ષની શુભેચ્છાઓ.
    દરેક નવી સવારે મમળાવવાનુ મન થાય એવુ ગીત વાન્ચીને આનન્દ,આનન્દ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment