એનો વાંધો કોઈને નહોતો કદી કે
એક સરોવર ઓઢીને તું નીકળે છે,
પણ ખભે ઊંચકીને રણ જે જાય, તેને
કેમ જાણીજોઈને સામે મળે છે?
મુકુલ ચોકસી

હરિને ભજતાં – ગેમલ

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને.

વહાલે આગે સંતોના કામ. પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને.

ગેમલ

ગેમલ (ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ) એટલે જાણે કે એક જ પદના કવિ. આ પદ એટલું તો વંચાયું, ગવાયું અને સંભળાયું છે કે કવિતા કવિને અતિક્રમી જાય છે એ વાત સાચી લાગે.

3 Comments »

  1. Suresh said,

    May 9, 2006 @ 12:24 PM

    મારી બા યાદ આવી ગઇ . તેમનું આ બહુ જ પ્રિય ભજન હતું.

  2. radhika said,

    May 10, 2006 @ 6:47 AM

    આભાર ડોક્ટર સાહેબ

  3. Siddharth said,

    May 11, 2006 @ 9:59 AM

    વિવેક,

    તમને મે આગળ ઈ મેલમાં જણાવ્યુ હતુ એ પ્રમાણે સવારે રેડીયો સ્ટેશન પર આ સુંદર ભજન લગભગ દરરોજ આવતુ હતુ. આવી સુંદર રચનાઓ બચપણની યાદ તાજી
    કરી દે છે. તમને જો મે ફરમાઈશ કરેલી રચના મળી હોય તો જરૂરથી પ્રસ્તૂત કરશો.

    ” આજ ચાંદ સૂરજને તડકો છાયો સંતાકૂકડી ખેલે રે ભાઈ સંતાકૂકડી ખેલે”

    સિદ્ધાર્થ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment