અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !
– ભરત વિંઝુડા

તડકો – મનહર મોદી

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

– મનહર મોદી

ગઝલનું નામ છે – તડકો. સુંવાળા તડકા જેવી સંતૃપ્ત સુખની અવસ્થાની આ ગઝલ છે. મારો સૌથી પ્રિય શેર – તડકો ટચાક ટેરવે ઝૂલે – એ છે. કોઈનો સ્પર્શ કવિને પોતાની જાતની નજીક લાવે છે એ સંતોષની પળનું આવું વર્ણન કવચિત જ જોવા મળે છે. અને છેલ્લો શેર તો યાદગાર છે જ.

9 Comments »

  1. રાકેશ ઠક્કર , વાપી said,

    September 23, 2009 @ 12:31 AM

    છેલ્લો શેર તો યાદગાર છે જ.
    ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
    એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

  2. pragnaju said,

    September 23, 2009 @ 12:57 AM

    તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
    આકાશ હોય આંખમાં ને ચાલવા મળે
    વાહ્
    ઉષ્મા (Q) એ પદાર્થમાં તેના તાપમાનને કારણે રહેલી ઉર્જા છે.
    ઉષ્માનો એકમ SI પદ્ધતિમાં “જૂલ” છે.અમારા અમેરિકા ‘ઓટેક’ પધ્ધતિથી આઠ મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે તેવો પ્લાન્ટ સ્થાપવા માંગે છે
    અમારા ઠંડા પ્રદેશમા તડકાનું સ્વાગત થાય
    ચંદ્રેશ આ રીતે માણે છે
    .ઉષ્મા અંતર નવતર રંગે
    ઉષ્મા આંતર જીવતર રંગે …
    ઉષ્મા નીતરી આંખે ટપકે
    ઉષ્મા વણટપકે પણ ભીંજવે
    ઉષ્મા હૈયું નક્કર બાંધે
    ઉષ્મા વણબાંધે પણ વીંટે …
    ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
    એક દેખવા મળે ને બીજું દાઝવા મળે
    અનામીની રચના યાદ આવી
    લખું ઝાકળથી પત્ર પણ તમે તડકામાં ખોલો તો?
    સંબોધું તમને “મારા વાહલા” થી, તો પણ તમે ના સમજો તો ?
    વર્ણવું મારી લાગણીઓ ને શબ્દો થકી,
    પણ તમે અલંકારીક ભાષા સમજો તો

  3. વિવેક said,

    September 23, 2009 @ 1:01 AM

    મનહર મોદીની ગઝલો બહુધા અરુઢ હોય છે… ઘણીખરી તો ઍબ્સર્ડ પણ… આ ગઝલ અરુઢ છે છતાંય એની વિશેષતા એ છે કે એ નિમિષમાત્રમાં વાચક સાથે તાદાત્મ્ય સાધી લે છે અને પછી ફરી-ફરીને વાંચો ત્યારે સતત વિસ્મિત કરતી રહે છે.

  4. manharmody ('મન' પાલનપુરી) said,

    September 23, 2009 @ 1:08 AM

    આવા દિગ્ગજ કવિની રચનાને માટે કોમેન્ટ કરવાનું આપણું શું ગજું ! બસ, વાહ, વાહ જ કરી શકાય. અનાયાસે પણ એમના શ્રીમુખે બોલાયલા શબ્દો ગઝલ બની ને અવતરતા હોય. આવી સુંદર રચના મૂકવા માટે લયસ્તરોને લાખ લાખ અભિનંદન.

  5. vcedshh said,

    September 23, 2009 @ 5:03 AM

    nzowmhy- Thank you,vcedshh.Great site.

  6. ઊર્મિ said,

    September 23, 2009 @ 8:00 AM

    તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
    મારી સમીપ એમ મને આવવા મળે

    ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
    એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

    વાહ.. મજાની ગઝલ !

  7. sudhir patel said,

    September 23, 2009 @ 8:06 AM

    ખૂબ જ સુંદર મનહર મોદી જ લખી શકે એવી ગઝલ!
    બીજો અને અંતિમ શે’ર શિરમોર છે!
    સુંદર પસંદગી બદલ ધવલભાઈને અભિનંદન અને આભાર!
    સુધીર પટેલ.

  8. P Shah said,

    September 24, 2009 @ 10:44 AM

    ખૂબ જ સુંદર ગઝલ !

  9. હેમંત પુણેકર said,

    October 1, 2009 @ 5:53 AM

    સરસ ગઝલ!

    ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે
    એક દેખવા મળે ને બીજું દાઝવા મળે

    વાહ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment