ડૂબી જવાને માટે નીકળ્યો નથી લઈને હોડી, દરિયા, સમજી લેજે!
છિદ્ર પડેલી હોડી તરતી એ… આ મૂકી, તારાથી જે થાય કરી લે.
તેજસ દવે

વહેંચાઇ જવામાં લિજ્જત છે – અમૃત ‘ઘાયલ’

ગભરૂ આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે;
ચર્ચાનો વિષય એ હોય ભલે ચર્ચાઈ જવામાં લિજ્જત છે.

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,
હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાંત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?
એ જોકે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે આ વાત નહીં સમજી જ શકે,
એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે.

બે વાત કરીને પારેવાં થઈ જાયે છે આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે.

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,
જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.

– અમૃત ‘ઘાયલ’

આખી જીંદગી લિજ્જતપૂર્વક જીવનારા ઘાયલસાહેબને શેનામાં લિજ્જત આવે છે ?

11 Comments »

  1. sapana said,

    September 9, 2009 @ 5:25 PM

    સુંદર ગઝલ!

    સપના

  2. Paras said,

    September 10, 2009 @ 12:25 AM

    સરસ સરસ ખુબ સરસ્….

  3. manharmody ('મન' પાલનપુરી) said,

    September 10, 2009 @ 12:28 AM

    ઘાયલ સાહેબની ગઝલનું શું કહેવું ? બસ ચૂપ રહી જવામાં લિજ્જત છે.

  4. Rakesh Thakkar, Vapi said,

    September 10, 2009 @ 12:35 AM

    સલામ ઘાયલસાહેબની ખુમારીને, દિલેરીને …
    વેચાઈ જવા કરતાંયે વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
    હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

  5. pragnaju said,

    September 10, 2009 @ 3:47 AM

    સર્વાંગ સુંદર ગઝલની આ પંક્તિઓ તો અમે વાત વાતમાં કહીએ

    વેચાઈ જવા કરતાંયે વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
    હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

  6. jeetuThaker said,

    September 10, 2009 @ 2:38 PM

    આઠે પ્રહર ખુમારિ ૧૦ વખત વાચ્હ્યો .

  7. sudhir patel said,

    September 10, 2009 @ 8:16 PM

    ઘાયલ સાહેબની લિજ્જત અને ગઝલ બન્નેને સલામ!
    સુધીર પટેલ.

  8. P Shah said,

    September 10, 2009 @ 11:03 PM

    સલામ ! ઘાયલ સાહેબની લિજ્જતને !

  9. Gaurang Thaker said,

    September 10, 2009 @ 11:24 PM

    ઉત્તમ ગઝલનો નમુનો આનાથી બીજો કયો હોઇ શકે? લય્સ્તરોને અભિનદન…..

  10. Pancham Shukla said,

    September 15, 2009 @ 8:28 AM

    જાનદાર ગઝલ. છંદ અને લય પણ લિજ્જતદાર.

  11. Mitesh said,

    January 24, 2021 @ 3:20 AM

    વાહ…ઠોકર ખાવાની લિજ્જત…ઘાયલ સાહેબ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment