અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી
વિરલ દેસાઈ

સોદો – વિપિન પરીખ

ચોર બજારમાં
બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ
નાની ને સુરેખ
થોડુંક ‘બારગેઇન’ કરવું પડ્યું પણ
બહુ સસ્તામાં સોદો પતી ગયો !
ઑફિસમાં ટેબલ પર જ રાખી છે
‘ડેકોરેટિવ’ તો લાગે જ છે પણ
પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
તમને ગમી ?

-વિપિન પરીખ

આ કવિતા વાંચો અને એક ચાબખાનો સોળ પીઠ પર ન અનુભવાય તો જ નવાઈ ! ચોરબજારથી વાત શરૂ થાય છે ત્યારથી આખું કાવ્ય તિર્યક વ્યંજના સ્વરૂપે ‘વહેતું’ રહે છે. ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત છે. તમને ગમી (?)ના પ્રશ્ન સાથે કવિ એક વ્યક્તિગત અનુભૂતિને સાર્વત્રિક જડત્વનું રૂપ આપી દે છે. સાચો ઈશ્વર આજે આપણા કોઈના પણ દિલમાં વસે છે ખરો ? અખાનો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ વાળૉ છપ્પો યાદ આવી જાય છે… સાથે જ હરિવંશરાય બચ્ચનની ‘બુદ્ધ’ વિશેની એક કવિતા જે ‘બચ્ચન રિસાઇટ્સ બચ્ચન’ સીડીમાં અમિતાભે સ્વરબદ્ધ કરી છે એ પણ સાંભળવા જેવી છે.

14 Comments »

  1. pragnaju said,

    September 3, 2009 @ 3:21 AM

    પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
    તમને ગમી ?
    ….કારમો ચાબખો
    થોડું આગળ
    તમને એમ કે પેપરવેઈટ ઉઠાવવામાં શું ધાડ મારવાની? પણ તમને ખબર નથી, સરકારી ઓફીસોમાં ટેબલ પરથી તમારાં કાગળિયાં ઉડીને ગુમ ના થઇ જાય એટલા માટે પેપરવેઈટ મુકાવવું પણ પડે છે! અને પછી એક જ ટેબલના પેપરવેઈટ નીચે એ કાગળિયાં દબાઇ ના રહે એ માટે ‘પેપરવેઇટ લિફ્ટીંગ’ પણ કરાવવું પડે છે!
    પેલા ઑલિમ્પિક્સવાળા જાડીયાઓ વજનો ઊંચકીને શું કમાતા હશે?
    અહીં પેપર-વેઈટના ચેમ્પિયનો લાખોમાં રમે છે!

  2. mrunalini said,

    September 3, 2009 @ 3:56 AM

    ‘ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત …! યાદા આવ્યા-
    હરિવંશરાય બચ્ચને ‘નિશા નિમંત્રણ’માં ઉચિત જ કહ્યું છે કે
    ‘‘મૈં ખરીદ બૈઠા પીડા કો,
    યૌવન કે ચિરસંચિત ધન સે.’’
    માણસ સ્વપ્નોનો સોદાગર બની શકે છે તેમ સંકટ અને પીડાનો સોદાગર પણ બનતો હોય છે. પીડા પર વિજય મેળવવાનું મુશ્કેલ નથી. પીડા તો લાડકા બાળક જેવી હોય છે. એને પટાવો એટલે એ કહ્યાગરી બની જાય છે, પણ એના આજ્ઞાવર્તી બનો તો એ તમને નચાવવા માંડે છે. ચકબસ્ત કહે છે તેમ આંતરિક પીડા પચાવવાની વસ્તુ છે.
    ‘‘સબ યે ગમ એક તરફ,
    એક તરફ ગમ અપના,
    જિસ સે દુનિયા નહીં વાકિફ હૈ,
    વહ હૈ માતમ અપના.’’

  3. sapana said,

    September 3, 2009 @ 5:21 AM

    ચાબખો બરાબર વાગ્યો.ઈશ્વરને આપણે પેપરવેઈટ બનાવી આપ્યા છે.
    સપના

  4. sudhir patel said,

    September 3, 2009 @ 6:44 AM

    આધુનિક અખાનો અછાંદસ ચાબખો! ખરેખર સોળ ઉઠે છે? અસર થાય છે? મને લાગે છે ચામડી જાડી થઈ ગઈ છે – સંવેદન શૂન્ય!
    સુધીર પટેલ.

  5. anil parikh said,

    September 3, 2009 @ 6:57 AM

    આપણી માપદડ?

  6. Pinki said,

    September 3, 2009 @ 7:21 AM

    ચોર બજારમાંથી (?) ભગવાનની મૂર્તિ (?)…..

    તમને ગમી ? –

    અમને ગમી. મૂર્તિ પણ અને કવિતા પણ…. !!

    પ્રજ્ઞાઆંટીની પેપરવેઈટની કવિતા પણ સ…રસ !!

  7. preetam lakhlani said,

    September 3, 2009 @ 8:45 AM

    બિપીન ભાઈ ના કાવ્યનો આંનદ શબ્દમા પ્રગટ ન કરી શકાય !

  8. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 3, 2009 @ 8:57 AM

    આવી કવિતાઓ પેપર ઉપર આવે તો ‘રૉલો’ (વેઈટ) પડે.
    ભગવાનને વળી બજાર અને ચોર-બજારની શી ખબર પડે?
    એતો માણસોમાં મોટા ગજાના માણસ વિપીન પરીખ જાણે.
    ‘ને એમની આવી અછાંદસ કૃતિ આપણા જેવા ટેસથી માણે.

    બોલો પરીખ સાહેબનો જય!

  9. preetam lakhlani said,

    September 3, 2009 @ 10:22 AM

    મુરબ્બી પ્રવિણ સાહેબ્, કવિતા ભકતિ ભાવનો વિષય નથી, મન નો આંનદ છે, આપણને ગમીતો કવિતા નહી તર હરી હરી !!…કારણ વગર દુઃખી ન થવુ ! તમને ટિકા કરવાનો અધિકાર છે. તમારો હક્ક છે….તમારી વાતને, તમારા વિચારને આ લખનારના લાખ લાખ સલામ છે..કવિ બિપિન પરિખ ફુલ જેવા કોમળ અને ઇશવર પ્રિય માણસ છે.બાકી ચોર બજાર અને બીજી બજાર નુ સચાલન તો ભગવાન જ કરતો હોય છે

  10. Pancham Shukla said,

    September 3, 2009 @ 2:22 PM

    Short and catchy.

  11. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 3, 2009 @ 7:34 PM

    શ્રી પ્રીતમ લખલાની સાહેબ,
    ‘ભાઈ બળદ’વાળા વિપીનભાઈને કવિસમ્મેલનોમાં મેં અનેકવાર સાંભળ્યા છે.
    “ફૂલ જેવા કોમળ અને ઈશ્વરપ્રિય માણસ છે” એ આપના અભિપ્રાય
    સાથે હું મારો સૂર પુરાવું છું.
    એમની અંગત ટીકા થઈ હોય એવું મને મારી કોમેંટ્સમાં ક્યાંયે દેખાયું નથી.
    છતાંયે તમને દુઃખ પહોંચ્યું હોય તો ક્ષમા યાચું છું.સાથે સાથે ફરી એકવાર
    મારી કોમેંટ્સ જોઈ જવા પ્રાર્થના કરું છું.

  12. preetam lakhlani said,

    September 4, 2009 @ 8:08 AM

    પ્રિય પ્રવિણ્ ભાઈ, ભુલ ચુક લેવી દેવી, તમે કે મે ભલા કયા કોઈ ગુનો કરયો છે, આ તો ફકત વિચારની આપલે છે,આમા મારે કે તમારે કોઈ મન દુઃખ નથી છતા હુ પણ મોકળા મને please fore give and forget me, કહેતા આંનદ અનુભવુ છુ….. તમારી નમ્રતા પાસે હુ મારુ મસ્ક્ત નમાવુ છુ અને તમારો એ અધિકાર છે એક વડિલ તરિકે….

  13. Gaurang Thaker said,

    September 7, 2009 @ 12:56 PM

    આ કવિના બીજા કાવ્યો પણ મૂકો..મઝાની કવિતા….

  14. Bhadresh Joshi said,

    February 14, 2016 @ 9:33 AM

    પહેલેી વર શ્રેી પ્રગ્નજુ નિ કમેન્ત ન ગમિ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment