મને સઘળી પીડા પડી ગઈ છે કોઠે,
ભરો પ્યાલી, લાવો, હું માંડું છું હોઠે.

આ સ્મિતની પછીતે મેં દાટ્યું છે શું શું ?
બતાવું પણ એ તમને ગોઠે ન ગોઠે.
વિવેક મનહર ટેલર

નથી મળવું – હરીન્દ્ર દવે

ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.

હવામાં તારી હવા છે, છતાં નથી મળવું,
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.

મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.

છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું,
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.

– હરીન્દ્ર દવે
(‘મનન’)

1 Comment »

  1. Jayshree said,

    July 20, 2006 @ 12:02 AM

    વાહ… દરેક પંક્તિ ખૂબ જ સરસ છે.

    દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.
    મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.

    આવો નિર્ણય લેવો અઘરો છે. અને લીધા પછી નિભાવવો એનાથી વધુ મુશ્કેલ.

    આને દિલ અને દિમાગ વચ્ચેનું ઘર્ષણ કહેવાય, કે પછી એક વ્યક્તિમાં રહેલા બે મન વચ્ચેનું ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment