રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
મનોજ ખંડેરિયા

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગૂલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!

o

ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જો ઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’

– લાભશંકર ઠાકર

5 Comments »

  1. radhika said,

    April 25, 2006 @ 1:57 AM

    ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
    ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.

    શું આ રચના પણ લાભશંકર ઠાકરની જ છે ?

  2. વિવેક said,

    April 25, 2006 @ 8:20 AM

    નાજી… “ગુજારે જે શિરે તારે” આ કવિતા લાભશંકરની નહીં પણ બાલાશંકર કંથારિયાની છે અને આપ એને આ લિંક પર માણી શકો છો:

    http://www.forsv.com/guju/?p=39

    આપની નરસિંહ મહેતા અને મીરાંબાઈની ફરમાઈશ થોડા સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ છે. આપ જેવા વાંચકોની જિજ્ઞાસા હકીકતમાં અમારું પ્રેરક બળ છે.

    વિવેક

  3. વિવેક said,

    April 25, 2006 @ 8:25 AM

    આજ રચના સિદ્ધાર્થના બ્લોગ પર પણ છે:

    http://drsiddharth.blogspot.com/2006/01/blog-post_23.html

  4. Jayesh said,

    November 15, 2007 @ 4:37 AM

    Can you please provide me lyrics of Baal Geet “Aaj Mara Wada Ma Ugyo Re Chhod, Dekhaye Chhone Bhale ye Vent thiye Nano. Aene Jhad Banwana Ghana Hons re, Aaj mara wada ma ugyo re chho”

  5. meena trivedi said,

    April 7, 2011 @ 11:31 PM

    મને ઇલા કાવ્યો વાન્ચવ છ્હે મલિ શકે
    લયસ્તરો પસન્દ છ્હે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment