નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
– માધવ રામાનુજ

આપણે અટકી ગયા… – ફારૂક એ. પટેલ

શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
આપણે અટકી ગયા સમજણ સુધી.

નામ સરનામા વગરના માણસો,
લાગણીની સરહદો સગપણ સુધી.

પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

તાડવનમાં છાંવ શોધું છું હવે…
આશ મારી વિસ્તરે છે રણ સુધી.

ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.

– ફારૂક એ. પટેલ

વિષાદની હળવી ઝાંયથી રંગાયેલી ગઝલ.  આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે. અખબારમાં આવતી ગમખ્વાર ઘટનાઓ આપણી આંખ નીચેથી માત્ર પસાર જ થઈ જાય છે, જાણે કે આખી મનુષ્યજાતિનું હવે કોઈ નામ પણ નથી રહ્યું જેનાથી એને સંબોધી શકાય કે નથી કોઈ સરનામું રહ્યું જ્યાં જઈ એને મળી શકાય…

10 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    August 13, 2009 @ 1:59 AM

    સુંદર ગઝલ.
    અને વિવેકભાઈ,તમે પણ સરસ વિસ્તાર કર્યો છે અર્થનો.
    આજે આપણી લાગણીના સીમાડાઓ અળપાઈને માત્ર સગપણ સુધીના જ રહી ગયા છે. અજાણ્યા માણસો માટેની સાહજિક અનુકંપાની લાગણીઓને જાણે લકવો લાગી ગયો છે.
    વાહ….!
    કવિ અને તમે, બન્ને સરખા જ હક્ક્દાર છો અભિનંદનનાં.

  2. ઊર્મિ said,

    August 13, 2009 @ 9:21 AM

    વાહ દોસ્ત.. ગઝલ અને આસ્વાદ બંને લા-જ-વા-બ…!

  3. sapana said,

    August 13, 2009 @ 9:24 AM

    ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
    મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.

    સરસ હ્રદયસ્પર્શી ગઝલ.

    સપના

  4. Pinki said,

    August 13, 2009 @ 10:43 AM

    વાહ…. સરસ ગઝલ

    દિલની વાત દિલ સુધી…. !!

  5. manharmody ('મન' પાલનપુરી) said,

    August 13, 2009 @ 12:34 PM

    પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
    ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

    મઝાનો શેર. આખી ગઝલ સરસ.

  6. pragnaju said,

    August 13, 2009 @ 1:14 PM

    ઓસભીના ફૂલના ચહેરા ઉપર,
    મુસ્કુરાહટ પાનખરની ક્ષણ સુધી.
    વાહ્

    રાહ જોતાં કંઈક ફૂલો દૂરનાં,
    એક કોશેટો સૂતો સપનું લઈ,
    ઓસભીના પાન પર શેતૂરના.

    * શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર અહીં,
    તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.

  7. ધવલ said,

    August 13, 2009 @ 9:15 PM

    શક્યતા લંબાય ‘તો’ થી ‘પણ’ સુધી,
    આપણે અટકી ગયા સમજણ સુધી.

    નામ સરનામા વગરના માણસો,
    લાગણીની સરહદો સગપણ સુધી.

    વાહ !

  8. anil parikh said,

    August 13, 2009 @ 9:38 PM

    આપણી કલ્પના આપણી સરહદાએ

  9. Just 4 You said,

    August 13, 2009 @ 11:19 PM

    Whole Gahzal is very nice…

    પ્યાસ એની કેટલી કાતિલ હશે…!
    ઝાંઝવા પીવા ગયો તો રણ સુધી.

    તાડવનમાં છાંવ શોધું છું હવે…
    આશ મારી વિસ્તરે છે રણ સુધી.

  10. Lata Hirani said,

    August 15, 2009 @ 12:24 AM

    ભલે સરહદે જઇને અટકી ગયા

    સમજણ સુધી પહોઁચાયું હોય તો ન્યાલ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment