‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.
ગની દહીંવાલા

(હજીય) – રાજેશ પંડ્યા

આકાશ
હજીય વાદળી છે.

વૃક્ષો
હજીય લીલાં છે.

પંખી
હજીય ઊડે છે.

નદી
હજીય ભીંજવે છે.

માણસ
હજીય રડે છે.

અહીં
હજીય જીવી શકાશે.

– રાજેશ પંડ્યા

માણસને જીવવાનું એકમાત્ર કારણ આશા છે એ વાત ખૂબ જ ઓછા શબ્દોમાં પણ ખૂબ જ તીવ્રતાથી કવિ કરી શક્યા છે એ કવિતાની સાર્થક્તા…

13 Comments »

  1. anil parikh said,

    July 13, 2009 @ 6:45 AM

    very small but creates excellent awareness of life worth living.

  2. anil parikh said,

    July 13, 2009 @ 6:50 AM

    excellent reflection

  3. manharmody ('મન' પાલનપુરી) said,

    July 13, 2009 @ 7:53 AM

    આશાવાદી વિચારધારાનું અદભૂત નિરૂપણ બહુ જ ઓછા શબ્દોમાં.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 13, 2009 @ 8:11 AM

    આ બધાં સનાતન સત્યો છે.
    જે કહ્યું છે એથી વિપરીત પણ સત્ય છે.
    માણસ હસતો પણ હોય છે.
    શું હસમુખ માનવી જીવતો નહીં હોય?
    આશાવાદી દૃષ્ટિકોણ છે એ એક માપદંડ ગણી શકાય.

  5. સુનિલ શાહ said,

    July 13, 2009 @ 8:29 AM

    સુંદર….

  6. urvashi parekh said,

    July 13, 2009 @ 6:15 PM

    ખુબ જ સરસ..
    નાની એવી કવિતા માં કેટલુ બધુ..
    જીવવા માટે ઘણુ બધુ સારુ સારુ છે.
    ખરેખર..

  7. mrunalini said,

    July 13, 2009 @ 6:44 PM

    માણસ
    હજીય રડે છે.

    અહીં
    હજીય જીવી શકાશે.
    ખૂબ સુંદર અભિવ્યક્તી

    આંખો રડી પડી અને રેલાય છે અવાજ,
    છે બંધ હોઠ તો ય વહી જાય છે
    અવાજ. બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
    દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ ! …

  8. pragnaju said,

    July 13, 2009 @ 6:51 PM

    પંખી
    હજીય ઊડે છે.

    નદી
    હજીય ભીંજવે છે.
    યાદ આવી

    જુદાઈ જિંદગીભરની, કરી રો રો બધી કાઢી,
    રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે.

    ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી,
    હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે.

    જખમ દુનિયાં જબાનોના, મુસીબત ખોફના ખંજર,
    કતલમાંયે કદમબોસી, ઉપર કયામત ખુદાઈ છે.

    શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ,
    અગમ ગમની ખરાબીમાં, મજેદારી લૂંટાઈ છે.

    ફના કરવું – ફના થાવું, ફનામાં શહ સમાઈ છે,
    મરીને જીવવાનો મન્ત્ર, દિલબરની દુહાઈ છે.

  9. sudhir patel said,

    July 13, 2009 @ 8:13 PM

    ચોટદાર અભિવ્યક્તિ!
    સુધીર પટેલ.

  10. Sandhya Bhatt said,

    July 13, 2009 @ 11:03 PM

    બહુ જ સુંદર..’ આજ’ ની કવિતા…..

  11. Pinki said,

    July 13, 2009 @ 11:34 PM

    સરસ… my fav. one !!

  12. "દીપ" said,

    July 13, 2009 @ 11:48 PM

    આ કવિતા થોડામા ગણુ બધુ કહિ રહી છે…

    ખુબજ સુંદર…

  13. Jigar said,

    April 4, 2016 @ 1:34 PM

    વાહ વાહ વાહ વાહ
    ઓછા શબ્દોથી જબ્બર અસર !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment