આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી

જાત આવી છે – યામિની વ્યાસ

મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે

ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે

કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

-યામિની ગૌરાંગ વ્યાસ

ઉપરથી પ્રસન્નચિત્ત નજરે ચડે એ બધા સાચે જ આનંદિત હોય એ જરૂરી નથી. મધરાતને ખુશબોસભર કરતી રાતરાણીને ખબર નથી કે એની ભીની મીઠી સુગંધ કોઈક આંખોમાં વિરહ અને યાદના અશ્રુપાત પણ આણી શકે છે. હોડી સલામત આવી ગઈ હોવાની વાત કિનારે ચાલી રહી છે પણ કાંઠાવાસીઓને એ ક્યાં ખબર જ હોય છે કે આ હોડી કંઈ કેટકેટલા તોફાન વેઠીને માંડ કિનારે આવી છે ?!

(સાભાર સ્વીકાર: યામિની વ્યાસનો પ્રથમ ગઝલસંગ્રહ ‘ફૂલ પર ઝાકળનાં પત્રો’ )

25 Comments »

  1. પ્રણવ said,

    July 2, 2009 @ 4:42 AM

    વાહ!

  2. pradip sheth said,

    July 2, 2009 @ 5:00 AM

    કપાશે વ્રુક્ષ્…….

    અને

    ભલેને….

    બન્ને પંક્તિઓ ખૂબજ સુંદર…

  3. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 2, 2009 @ 5:03 AM

    હવે ન શોક કે આઘાત જેવું કાંઈ પણ લાગતું નથી.
    ચારેકોરથી કેવાં સરસ કાવ્યોની બારાત આવી છે.

  4. mrunalini said,

    July 2, 2009 @ 5:34 AM

    ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
    હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

    આવું સુંદર કાવ્ય જેટલુંએ સમજાય એટલું એ હૃદયને નચાવી મૂકે એવું છે. કેટલુંક બુદ્ધિની પકડમાં આવે છે. આપણે ખુશ થઈ રહીએ છીએ. કેટલાકમાં આપણે હૃદયની મદદ લેવી પડે છે, કાવ્ય અને છંદ બુદ્ધિને અનેક વાર હંફાવતાં હોય છે. એમનું ગુઢ કેવળ તે હૃદય પાસે જ ઉકેલે છે. બુદ્ધિથી કંઈક બીજાની અપેક્ષા રાખી છે. આ બીજું તે હૃદયગ્રંથિ જગત સાથે એ જોડાય એટલે બધો વૈભવ આપણી સમક્ષ નિવેદિત કરી દે છે. ખુદ એના આ સર્જનના પ્રેમમાં પડે છે.. તે ગાઈ ઊઠશે. લયમાં અને આવર્તનોમાં, એના અર્થમાં પછી એનાં વિભિન્ન રૂપોએ એ ડોકાતો અનુભવાશે. પુષ્પોની પાંદડીઓમાં, મેઘધનુષના રંગોમાં, સાગરના ગર્જનમાં, અડાબીડ નવરાજિની શોભામાં, સૂર્યોદય અને સૂર્યાસ્તમાં, પતંગિયાની પાંખમાં, બાળકની નિર્દોષ આંખોમાં, વસંતના પ્રભવમાં, પહાડોના મૌનમાં, બીજાંકુરની પ્રક્રિયામાં, વૃક્ષની ડાળ ઉપર ઝૂલ્યા કરતા પંખીના કંઠમાં અને એની આકર્ષક પાંખમાં –
    હવે ન શોક કે આઘાત જેવું કાંઈ પણ લાગતું નથી.
    ચારેકોરથી કેવાં સરસ કાવ્યોની બારાત આવી છે.

  5. Kirtikant Purohit said,

    July 2, 2009 @ 5:57 AM

    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

    ક્વિયત્રીની સંવેદના રંગ લાવી છે.

  6. કુણાલ said,

    July 2, 2009 @ 5:59 AM

    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

    ખુબ સુંદર ગઝલ…

  7. sapana said,

    July 2, 2009 @ 6:59 AM

    સરસ ગઝલ!

    ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
    હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

    ખૂબ ગમી પંકતિઓ!!

    સપના

  8. preetam lakhlani said,

    July 2, 2009 @ 7:04 AM

    આખી ગઝલ જ ગમતીલી સાંજ સમી છે…..બહુ જ સરસ્……

  9. pragnaju said,

    July 2, 2009 @ 7:20 AM

    લાગણી અને તર્કનું સમતોલન સાચવીને સરસ ગઝલ લખાઈ છે.

    ઢબૂરીને સઢોમાં કંઇક ઝંઝાવાત આવી છે
    સલામત નાવ આવ્યાની કિનારે વાત આવી છે

    ક્યાં હૃદયનું અને ક્યાં બુદ્ધિનું કેટલું સાંભળવું ?

    શરીર અને અધ્યાત્મનો સંબંધ અનાદિનો છે. બુદ્ધિના બ્રહ્મા, મનના ચંદ્રમા, ચિત્તના અચ્યુત, અહંકારના રુદ્ર વગેરે દેવ છે..આ શાંત, કોલાહલશૂન્ય થાય ત્યારે હ્રદયની વાત સહજ માણી શકાય

    ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
    હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે.
    મને સમજાયું તે લખ્યું-અમારી દિકરીના ઘણા ભાવો અમે સમજી શકતા નથી.
    કાશ,તે બ્લોગ જગતને અપનાવે!

  10. sunil shah said,

    July 2, 2009 @ 8:02 AM

    યામિનીબેનની સરસ, અર્થગહન ગઝલ.

  11. P Shah said,

    July 2, 2009 @ 8:12 AM

    મહેકી રાતરાણી ખુશનુમા મધરાત આવી છે
    પરંતુ નીંદ ક્યાં ? એ લઈને અશ્રુપાત આવી છે…..

    ખુશનુમા વાતાવરણ જેવી સું દર ગઝલ !

  12. Sandhya Bhatt said,

    July 2, 2009 @ 10:20 AM

    નાજૂકનમણા ભાવોથી ભરેલી ગઝલ ખૂબ ગમી.

  13. Jayshree said,

    July 2, 2009 @ 10:54 AM

    કપાશે વૃક્ષ પંખીઓ ને પ્રાણી ઠાર થઈ જાશે
    અહીં પૃથ્વી ઉપર માણસની આખી જાત આવી છે

    Chicago ના The Field Museum માં extinct birds & animals વિભાગમાં જાઓ તો ખરેખર આપણે માનવી હોવા પર ગર્વ અનુભવવો કે નહીં એ પ્રશ્ન જરૂર થાય…!!

  14. Amit Rana said,

    July 2, 2009 @ 10:55 AM

    This Gazal is a most wonderful gazal. This poem reminds me of the reality facts of our mysterious life. This poem has a beauty of the true logic of our life. Welldone Yamini ben.
    From,
    Amit Rana.

  15. Gaurang said,

    July 2, 2009 @ 11:29 AM

    A beautiful juxtaposition of paradox in the whole poem
    A happy night that brings tears – sometimes tears also work as a soothing balm, tempest & safety, heart & intellect !
    Every line is a pleasure to read and munch
    Very Good, Keep it up Yamini

  16. Sahil said,

    July 2, 2009 @ 11:37 AM

    The poem is very good. It is a sensitive poem. It has a goog meanings as well as morals.

  17. Abhijeet Pandya said,

    July 2, 2009 @ 12:41 PM

    ુસુંદર રચના.

    ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
    હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

    ઉપરોક્ત શેરમાં બીજી પંિક્તમાં લ ગા ગા ગા ના બંધારણ પ્રમાણે ગોઠવતા
    હવે બુદ્ધિની રજૂઆત માં ની રજુઆત લ લ ગા ગા થતું જોવા મળે છે.
    પ્રીન્ટ એરર હોય તો સુધારો કરવા િવનંિત.

  18. ડો.મહેશ રાવલ said,

    July 2, 2009 @ 1:15 PM

    યામિનીબ્હેન!
    સુંદર,સંવેદનશીલ અને માર્મિક ગઝલ બદલ આપ અભિનંદનનાં અધિકારીણી છો.

  19. chetu said,

    July 2, 2009 @ 1:32 PM

    સુન્દર ગઝલ …

    ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
    હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે… આ શેર ખુબ જ સરસ છે ..

  20. ધવલ said,

    July 2, 2009 @ 5:46 PM

    ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
    હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે

    – સરસ !

    સંગ્રહ માટે અભિનંદન !

  21. sudhir patel said,

    July 2, 2009 @ 10:04 PM

    ખૂબ જ સુંદર ગઝલ! ગઝલિયતથી ભરપૂર!
    યામિનીબેનને પ્રથમ ગઝલ-સંગ્રહ માટે હાર્દિક અભિનંદન!
    હ્ર્દયને ગમેલાં બે શે’રઃ

    ઘટે ના આ રીતે ક્યારેય કોઈનાં થવું તુજને
    હૃદય પાસે હવે બુદ્ધિની રજૂઆત આવી છે

    ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શક્તી
    હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે.

    સુધીર પટેલ.

  22. Paresh P Vyas said,

    July 3, 2009 @ 10:33 AM

    ‘ફૂલ ઉપર ઝાકળના પત્રો’, -પ્રતિભાવ

    પુસ્તકની વિશેષતા છે કે મોટા ભાગના શેર પઠન કરવા ગમે તેવા છે અને કોઇના સમજાવ્યા વિના પણ સમજાય તેવા છે! એટલે મારા જેવા શુધ્ધ અભિભાવકોને ગમી જાય છે. દરેક શેરનુ પોતાનુ આગવુ પોત છે અને દરેક શેરમા કઈ ને કઈ બનતુ રહે છે, એની કથા છે, પણ અન્તે શુ થાય છે, તે અધ્યાહાર છે. એમા પ્રશ્નો છે, સામ્પ્રત સમસ્યાઓ છે. હવે એ આપણે નક્કી કરવુ પડે કે આપણે શુ કરવાનુ છે.

    કવિકર્મ એટલે જ સફળ છે, કારણ કે એ આપણને વિચારતા કરી મુકે છે.

    રમ્ય સાન્જ રાતભર રહે અને રાતરાણીની મહેક તરબતર રહે, એવી શુભેછા.

    પરેશ

  23. esha said,

    July 4, 2009 @ 8:11 AM

    Sangrah mate khub khub abhinandan

    ESHA dadawala

  24. પંચમ શુક્લ said,

    July 4, 2009 @ 4:51 PM

    સરસ ગઝલ.

  25. Pinki said,

    July 5, 2009 @ 4:24 AM

    વાહ્…….. અભિનંદન યામિનીબેન !!

    તેમની રચનાઓમાં સ્ત્રીસહજ સંવેદન – નજાકત અને મુગ્ધતાનું સંમિશ્રણ હંમેશા જોવા મળ્યું છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment