રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.
મેગી આસનાની

ગઝલ – જયંત ‘સંગીત’

શ્રી સવા ને શુભ એ લખતા નથી,
મોરચા પર તોય લડખડતા નથી.

શ્વાસ કરતાં પણ ઉપરવટ હોય છે,
સાવ કંઈ સ્હેલાઈથી મળતા નથી.

માછલી દરિયો ગળી જાતી ભલે,
ખારવા એવી રમત રમતા નથી.

રંગ લીલો હોય કે ભગવો, કદી –
વાવટાઓ વા વગર હલતા નથી.

સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
ભૂખના લોબાન ઓગળતા નથી.

– જયંત ‘સંગીત’

લગભગ બધા જ શેર સુંદર થયા હોય એવી શીરાની જેમ ગળે ઊતરી જતી ગઝલ…

17 Comments »

  1. Jayshree said,

    June 26, 2009 @ 1:17 AM

    રંગ લીલો હોય કે ભગવો, કદી –
    વાવટાઓ વા વગર હલતા નથી.

    વાહ………. ક્યા બાત હૈ.!

  2. P Shah said,

    June 26, 2009 @ 2:48 AM

    સરસ

  3. mrunalini said,

    June 26, 2009 @ 4:56 AM

    भावा भवन्ति जीवस्यौदयिकः पारिणामिकश्चैव ।
    औपशमिकः क्षयोत्थः क्षयोपशमजश्च पञ्चति ।।”સરસ ગઝલના પાંચ શેરો જાણે પાંચ ભાવની અભિવ્યક્તી જેવા લાગે છે-
    મોહ, આત્મપ્રશંસા, સ્પૃહા, સંસારસુખની ઘેલછા, કુતર્ક, ભય, અસ્થિરતા જેવા દોષો પ્રગતિના માર્ગમાં કેવી રીતે અવરોધક છે અને તે કેમ દૂર કરી શકાય તે રજૂઆતમાં સંવર અને નિર્જરાની જ વ્યવહારુ રજૂઆત લાગે છે. સાધનામાર્ગે આગળ વધતા સાધકના ગુણો અને સાધનામાર્ગમાં અનુભવ, પૂજા, તપ, ધ્યાન, નિયાગ વગેરેના મહત્ત્વનો ખ્યાલ આપણને `જ્ઞાનસાર’માંથી પ્રાપ્ત થાય છે.અને આધ્યાત્મિક જ્ઞાનનો આ શેર વધુ ગમી જાય તેવો છે
    સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
    ભૂખના લોબાન ઓગળતા નથી.

  4. pragnaju said,

    June 26, 2009 @ 5:26 AM

    રંગ લીલો હોય કે ભગવો, કદી –
    વાવટાઓ વા વગર હલતા નથી.
    વાહ્
    આ રંગો અંધશ્રદ્ધાની સાબીતી પણ બનતા હોય છે ત્યારે વાનું મહત્વ ભૂલાઈ જાય છે

    અને આ મત્લા…
    શ્રી સવા ને શુભ એ લખતા નથી,
    મોરચા પર તોય લડખડતા નથી

    રશીદ યાદ આવ્યો
    . તણખલાં નીડના વીંખી ગઈ છે,
    બહુ કાતિલ; બહુ ઠંડી હવા છે.
    શુકનવંતી ગઝલને ‘મીર’ વાંચો,
    શ્રીફળ છે હાથમાં ને શ્રી સવા છે.

  5. vijay shah said,

    June 26, 2009 @ 5:31 AM

    શ્રી સવા ને શુભ એ લખતા નથી,
    મોરચા પર તોય લડખડતા નથી.

    saras sher

  6. Kirtikant Purohit said,

    June 26, 2009 @ 5:48 AM

    જયંતભાઇની આ ગઝલ જ્યાં વાંચી ત્યાં હંમેશાં ગમી છે. જયંતભાઇ બ્રહ્મનાદ નામે સુંદર મેગેઝીન પણ સંપાદિત કરે છે. સાધ્યંત પરફેક્ટ ગઝલ છે.

  7. ઊર્મિ said,

    June 26, 2009 @ 7:05 AM

    શ્રી સવા ને શુભ એ લખતા નથી,
    મોરચા પર તોય લડખડતા નથી.

    વાહ ક્યા બાત હૈ…. સુંદર ગઝલ.

  8. sunil shah said,

    June 26, 2009 @ 8:06 AM

    મત્લાનો શેર મઝનો થયો છે..
    સરસ ગઝલ.

  9. varsha said,

    June 26, 2009 @ 8:07 AM

    શ્રી સવા ને શુભ એ લખતા નથી,
    મોરચા પર તોય લડખડતા નથી.

    ખુબ ખુબ ખુબ સરસ
    આભાર જયન્તભાઈ

  10. sapana said,

    June 26, 2009 @ 11:09 AM

    સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
    ભૂખના લોબાન ઓગળતા નથી….

    સરસ ગઝલ!
    સપના

  11. preetam lakhlani said,

    June 26, 2009 @ 1:20 PM

    આ ગઝલ બહુ જ સરસ લાગી, ગમતા નો ગુલાલ કરવા મારે શબ્દના વધારે વાધા નથી પહેરાવવા……..!

  12. Ramesh Patel said,

    June 26, 2009 @ 6:35 PM

    રંગ લીલો હોય કે ભગવો, કદી –
    વાવટાઓ વા વગર હલતા નથી.

    સ્તોત્ર બબડીને બળી ગઈ જીભ પણ,
    ભૂખના લોબાન ઓગળતા નથી.

    – જયંત ‘સંગીત’

    વાત પણ સરસ અને ગઝલની મીઠાસ
    બસ વાગોળ્યા જ કરીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. sudhir patel said,

    June 26, 2009 @ 9:44 PM

    સુંદર ગઝલ માણ્વાની મજા આવી.
    સુધીર પટેલ.

  14. ડો.મહેશ રાવલ said,

    June 27, 2009 @ 3:15 AM

    કાબિલ-એ-દાદ !
    ટનાટન ગઝલ.
    અભિનંદન.

  15. ધવલ said,

    June 27, 2009 @ 10:34 AM

    રંગ લીલો હોય કે ભગવો, કદી –
    વાવટાઓ વા વગર હલતા નથી.

    – વાહ !

  16. tejas said,

    July 1, 2009 @ 4:25 AM

    it’s Nice.

  17. Pinki said,

    July 5, 2009 @ 4:21 AM

    સરસ મજાની વાત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment