લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
ઘાયલ

સાધુ પાછા ક્યાં ફરવાના – શ્યામ સાધુ

મહેક સમા શ્વાસો ભરવાના
દિવસ ગયા તમને મળવાના !

ચંદ્ર શરદનો મઘમઘ કિંતુ
એકલદોકલ શું કરવાના ?

કર્યા છે અળગા અંગેથી પણ,
સ્વપ્નો વચ્ચે ઝળહળવાના !

હા, એકાદી ઘટના પાછળ,
જીવન આખું ટળવળવાના !

આવો, આંખોમાં આંજી લો,
સાધુ પાછા ક્યાં ફરવાના !

– શ્યામ સાધુ

કોઈના ગયા પછી એકલતા ફરકે પણ છતાંય જરા ય એકલું ન લાગે એવી અવસ્થાની ગઝલ.

14 Comments »

  1. sapana said,

    June 22, 2009 @ 10:20 PM

    નાની પણ ખૂબ સરસ ગઝલ છે!!

    ગઝલ ક્યા છંદમાં છે?

    સપના

  2. વિવેક said,

    June 23, 2009 @ 12:11 AM

    ગાગાગાગા ગાગાગાગા

    – આ છંદ છે !

  3. mrunalini said,

    June 23, 2009 @ 1:39 AM

    સુંદર ગઝલ

    ઊડ ઊડ કરતું એક બીજું નિરાંત કરે છે,.
    અંદરના પંખની સંતો વાત કરે છે !
    એક પલકમાં તરણા માફક તૂટી જાશે,.
    ઇચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે પણ આ તો બધા પાછા આવવાનાં જ. જેટલા અહીંથી નીકળીને બહાર ગયાં ને તે પાછાં ભૂખ લાગે એટલે એની મેળે પાછા … એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે

  4. pragnaju said,

    June 23, 2009 @ 1:58 AM

    મહેક સમા શ્વાસો ભરવાના
    દિવસ ગયા તમને મળવાના !
    વાહ્
    તે હિ નો દિવસા ગતા !
    પૅરડી યાદ આવી
    હવે તો—
    ॐ सहनाववतु ।
    सह मया पयतु ।
    सह प्रिये भुनक्तु ।
    उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
    वस्त्राणि प्रक्षालयतु ।
    सांधँ कायँ कुर्वहे ।
    साधँ स्नेहं कुर्वहे ।
    साघँ गेहं रचयावहे ।
    मा विद्विषावहै ।
    ॐ शांति: शांति: शांति: ।

  5. mahesh dalal said,

    June 23, 2009 @ 4:49 AM

    સદિ ભાશામા ઘણૂ જ કહિ જાય ઍવિ રચના

  6. Kirtikant Purohit said,

    June 23, 2009 @ 6:56 AM

    હા, એકાદી ઘટના પાછળ,
    જીવન આખું ટળવળવાના !

    આવો, આંખોમાં આંજી લો,
    સાધુ પાછા ક્યાં ફરવાના

    એક અલગારી કવિની સુંદર રચના. તેમના ગયા પહેલાં તેમને વડોદરામાં સાંભળવાનો લ્હાવો મળેલો તે યાદ આવી ગયું.

  7. kirankumar chauhan said,

    June 23, 2009 @ 7:29 AM

    સુંદર ને સોંસરવી ગઝલ.

  8. Nirav said,

    June 23, 2009 @ 7:51 AM

    કવિ “ખુન્નસ્” કહે -…..

    મહેક સમા શ્વાસો ભરવા ના,
    દિવસ આવ્યા તમને મળવા ના

    ચંદ્ર શરદનો મઘમઘ કિન્તુ
    એકલા શું કામ હવે બેસવાના?

    ઝાંઝવા પાછળ દોડી થાક્યા
    કદી ના અલગ હવે અમે થવાના

  9. urvashi parekh said,

    June 23, 2009 @ 9:21 AM

    ભુલવાના પ્રયત્ન માં વધુ યાદ કરવાના..
    સરસ..

  10. manharmody ('મન' પાલનપુરી) said,

    June 23, 2009 @ 3:58 PM

    થોડામાં ઘણું !!!

  11. Maria said,

    June 23, 2009 @ 7:34 PM

    Pretty nice post. I just came across your blog and wanted to say
    that I have really liked reading your blog posts. Any way
    I’ll be subscribing to your feed and I hope you post again soon!

  12. Ramesh Patel said,

    June 23, 2009 @ 8:58 PM

    આવો, આંખોમાં આંજી લો,
    સાધુ પાછા ક્યાં ફરવાના

    અરે તમે તો આંખમાં ચોંટી ગયા
    મદમાતી ગઝલ,ખૂબજ ગમી

    રમેશ પટેલ(આકાશદીપ)

  13. મીત said,

    June 24, 2009 @ 12:23 AM

    ન ભુલી શકાય એવી યાદને આંખ સતત યાદ અપાવ્યા કરતી હોય છે..
    -મીત

  14. Sandip Delwadkar said,

    July 15, 2009 @ 12:14 AM

    Excellent GAZAL ..
    very nice…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment