એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
– ગની દહીંવાલા

શરાબ – જેક્સ પ્રિવર્ટ

ટેબલ પર નારંગી
મારા ધાબળા પર તારાં વસ્ત્રો
મારી શય્યામાં તારો શ્વાસ
ક્ષણની આ મધુર સોગાદ
શાતાદાયક અંધકાર
મારા અસ્તિત્વનો સ્ફુલિંગ.

– ઝાક પ્રિવર્ત
(અનુ. સુરેશ દલાલ)

પ્રેમિકા સાથે મિલનના કાવ્યને કવિ શરાબ નામ આપે છે – ભરપૂર નશાની ક્ષણને બીજું કહી પણ શું શકાય ? ( એમ તો ઘાયલે પણ કહેલું, તને પીતા નથી આવડતું મૂર્ખ મન મારા, પદાર્થ એવો ક્યો  છે કે જે શરાબ  નથી ? ) છેલ્લી પંક્તિમાં મિલનની ક્ષણને કવિએ અજબ સુંદર રીતે વર્ણવી છે – મારા અસ્તિત્વનો  સ્ફુલિંગ !

(સ્ફુલિંગ = અગ્નિનો તણખો, ચિનગારી )

મૂળ કવિતા અહીં જુઓ.

10 Comments »

  1. Bhargav said,

    June 16, 2009 @ 2:22 AM

    Alicante

    Une orange sur la table
    Ta robe sur le tapis
    Et toi dans mon lit
    Doux présent du présent
    Fraîcheur de la nuit
    Chaleur de ma vie

    (An orange upon the table
    Your dress on the rug
    And you in my bed
    Sweet present of the present
    Freshness of the night
    Warmth of my life.)

    Jacques Prevert

    http://gujaratilexicon.com પર rug માટે કામળો, ગોદડું; પાથરણું, ગાદલું. જેવા શબ્દો આપેલા છે, માફ કરશો, પણ અંગ્રેજી મા Rug અને ફ્રેન્ચ મા Tapis બંન્ને શબ્દો નો અર્થ ધાબળો નહિ પરંતુ ગાલિચો થાય છે. અને મારા મતે, એ જ અર્થ અહિં વધારે બંધ બેસે છે.
    બાકી તો કવી ને ગમે તે કવીતા 🙂

    સુંદર કવિતા અને એટલો જ સરસ ભાવાનુવાદ

    -ભાર્ગવ મારૂ

  2. pragnaju said,

    June 16, 2009 @ 4:34 AM

    સુંદર કવિતાનું સુંદર રસદર્શન
    પ્રેમની આ જ એક મોટી મર્યાદા છે કે જેના સાથે જોડાવું છે તેની સાથે સદાને માટે આપણે જોડાઈ નથી શકતા. ક્ષણ માટે યોગ થાય ને તરત જ પાછું વરચે અંતર આવી જાય છે. આ અંતર પીડાકારી છે. બે પ્રેમીઓ નિરંતર આ પીડાથી હેરાન થઈ જાય છે. અંતર શા માટે? પછી બધી વસ્તુ ધીમે ધીમે એવી દેખાવા માંડે છે કે જાણે બીજું કોઈ દૂરી બનાવી રહ્યું હોય. એટલે અન્ય પર ક્રોધ થવો શરૂ થઈ જાય છે, પરંતુ જેઓ જાણે છે તેઓ તો કહેશે બે વ્યકિતઓ અનિવાર્ય રીતે બે અલગ અલગ વ્યકિત છે. તેઓ ક્ષણભર માટે પ્રયત્નપૂર્વક મળી શકે છે, સદાને માટે નહીં. પ્રેમીઓની પીડાનું આ જ કારણ છે. એમાંથી જ સંઘર્ષ જન્મે છે, એમાંથી જ તાણ, અશાંતિ, વિદ્વેષ જન્મે છે. કારણ કે લાગે છે એવું કે જેને હું મળવા ચાહું છું કદાચ તે મળવા તત્પર નથી. એથી મિલન પૂર્ણ બનતું નથી, પરંતુ એમાં બે વ્યકિતઓનો દોષ નથી.
    બે વ્યકિત અનંતકાળની સપાટીએ મળી ન શકે, ક્ષણ માટે મળી શકે. કારણ કે વ્યકિત સીમિત છે, એના મિલનની ક્ષણો પણ સીમિત હશે. અનંત મિલન જોઈતું હોય તો તો પરમાત્મા સાથે જ થઈ શકે, સમસ્ત અસ્તિત્વ સાથે થઈ શકે. ક્ષણિક મિલનનો જો આટલો આનંદ છે તો અનંતકાળના મિલનનો આનંદ કેટલો હશે? એનો હિસાબ માંડવો અઘરો છે. ક્ષણના મિલનની જો આવી અદ્ભુત પ્રતીતિ તો અનંત સાથે મળી જવાની પ્રતીતિ કેવી અલૌકિક હશે! કેવી પ્રતીતિ હશે!

  3. mrunalini said,

    June 16, 2009 @ 11:15 AM

    સૂફી કવિ મૌલાના જલાલ-ઉદ-દ્દીન રૂમી સાચા અર્થમાં કવિતા જીવી ગયા, કવિ હોવાના અહેસાસના કોઈ પણ બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે

  4. harikrishna said,

    June 16, 2009 @ 7:04 PM

    I am very much impressed!!

  5. ધવલ said,

    June 16, 2009 @ 9:38 PM

    ભાર્ગવભાઈ તમારી વાત ખરી છે. સુ.દ.એ અનુવાદમાં ઘણી છૂટછાટ લીધી છે. (એટલે જ મેં મૂળ કાવ્યની લીંક સાથે મૂકી હતી જેથી સરખાવી શકાય.)

    કવિતાનુ મૂળ નામ Alicante છે જે એક ઉમદા wine છે. એનુ ભાષાંતર શરાબ થોડુ ખૂંચે છે. Robeનું વસ્ત્રો કર્યું, ત્યારે ભારતીયકરણ કરવા rugનું ઘાબળો કર્યું છે એવું લાગે છે. Freshness (Fraîcheur)નું ભાષાંતર શાતાદાયક પણ શુદ્ધ નથી. છેલ્લી પંક્તિમાં warmth માટે વાપરેલો શબ્દ સ્ફૂલિંગ(જો કે આ શબ્દ અદભૂત છે!) તો તદ્દન અલગ જ છે. પણ આખી કવિતા જુઓ તો એનો ભાવ એવો અજબ સુંદર રીતે પકડાયો છે કે આ જ ભાષાંતર વાપરવાનું મને ઊચિત લાગ્યું. બાકી મેં પોતે જ બે-ચાર અલગ ભાષાંતર કરી જોયા. પણ આ જ વધારે સારું લાગ્યું એટલે આ જ મૂક્યું.

    અનુવાદ દરમ્યાન કવિતાના શરીર અને આત્મામાંથી એક જ બચી શકે એમ હોય તો આત્માને જ બચાવવાનો હોય ને ? 🙂

  6. વિવેક said,

    June 16, 2009 @ 10:35 PM

    સુંદર રચના…

    કવિતાનો એક ભાષામાંથી બીજીમાં અનુવાદ કરીએ ત્યારે સ્થાનિક ભાષાના ભાવોદ્ગારોને યથાવત્ ચિતરવા અશક્ય જ હોય છે…

  7. Bhargav said,

    June 17, 2009 @ 2:50 AM

    વિવેકભાઈ અને ધવલભાઈ,

    સૌ પ્રથમ અહી હેતુ, કોઈ ના મન કે લાગણી દુભાવવા નો નહતો.

    આપણી વાત થી હું ૧૦૦% સહમત છું કે ભાવાનુવાદ માં સ્થાનિક શબ્દો નો મૂળ ભાવ જાળવવો અઘરો છે. જેમકે અહી http://www.poemhunter.com/poem/paris-at-night/ ફ્રેંચ શબ્દ ta bouche નો શબ્દ-કોષ પ્રમાણે નો જ અનુવાદ કરેલ છે (your mouth), પણ છતાં (ફરી થી મારા મતે 🙂 ) હું અહી ta bouche નો અનુવાદ your lips વધારે પસંદ કરીશ, અને કદાચ આને જ લોકો “creative difference” કેહતા હશે. 😉

    અહી મેં મારો એક મત રજુ કર્યો છે. બાકી સુરેશભાઈ એ કવિતા ના આત્મા ને બરોબર જીવાડ્યો છે.

    -ભાર્ગવ મારૂ

  8. himanshu patel said,

    June 17, 2009 @ 9:26 PM

    પહેલિ વાત કવિનુ નામ જેક્સ નથિ ઝાક પ્રિવર્ત. બિજુ આજ કાવ્યનો મે ૨૦૦૬ મા અનુવાદ કર્યો
    હતો જેમા ધબ્લો નહિ પન જાજમ શ્બ્દ વાપ્રર્યો હતો.આલિકાન્તે મેદિતરેનિય્મ મા તાપુ ચ્હે સ્પૈન
    પાસે. કવિતા દારુ વિશે નથિ તાપુ પર નો અનુભવ વર્ન્વે ચ્હે.

  9. ધવલ said,

    June 17, 2009 @ 9:29 PM

    ના. કોઈની ય લાગણી જરાય દુભાઈ નથી, ભાર્ગવભાઈ. આટલી વાત થઈ એનો ઊલટો આનંદ છે. વહેંચીને માણો તો કવિતાનો ઓર નશો છે. લયસ્તરો એટલા માટે જ તો ચલાવીએ છીએ.

    હિમાંશુભાઈ, કવિના નામનો ઉચ્ચાર સુધારી લીધો છે. Alicante નામનો ટાપુ છે અને wine પણ છે. થોડી તપાસ કરીને જવાબ આપું. આપને સો ટકા ખબર હોય તો જણાવશો.

  10. himanshu patel said,

    June 19, 2009 @ 5:32 PM

    દેઅર ધવલ આ રહિ મહિતિ આલિકાન્તિ વિશે.Al·i·can·te (āl’ĭ-kān’tē, ä’lē-kän’tě)
    A city of southeast Spain on the Mediterranean Sea south of Valencia. It is a port and tourist center. Population: 323,000.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment