ફૂલ પાસે રૂઆબ ઝાકળનો,
સૂર્યના હાથમાં હથોડી છે!
– હર્ષા દવે

પાનું – કિરણસિંહ ચૌહાણ

નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.

જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.

જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
નથી ગમતું તેથી આ પાછા જવાનું.

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

– કિરણસિંહ ચૌહાણ

ઉતાવળમાં કોઈ પાનું કોરું રહી જાય એનો વસવસો તો જીંદગીભર રહી જાય છે. સૌથી મઝાનો શેર જે આયાસપૂર્વક… થયો છે.

24 Comments »

  1. Vijay Shah said,

    May 24, 2009 @ 10:27 PM

    ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
    હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

    બહુ સરસ્..

  2. ઊર્મિ said,

    May 24, 2009 @ 11:10 PM

    એકાદ ગમતો શોધવા જઈશ આખી ગઝલ ફરી રીપીટ થઈ જશે…. બધ્ધા જ શેર એટલા મજાનાં થયા છે… હાર્દિક અભિનંદન…!

    ન માનો તો ગાયબ ને માનો તો હાજર

    વાહ… આ મિસરાનાં શબ્દોની ગોઠવણી તો ખૂબ જ ગમી કિરણભાઈ…!

  3. Gaurang Thaker said,

    May 24, 2009 @ 11:23 PM

    વાહ સરસ ગઝલ…

  4. P Shah said,

    May 24, 2009 @ 11:26 PM

    ન માનો તો ગાયબ ને માનો તો હાજર…..

    સુંદર ગઝલ !

  5. પ્રણવ said,

    May 24, 2009 @ 11:50 PM

    આ “પાનું” યે જબરદસ્ત ચીજ છે! વાંચીને ઉતાવળ…ઉતાવળમાં યે મજા આવી ગઈ!

  6. Maitri said,

    May 24, 2009 @ 11:57 PM

    ખૂબ જ સરસ ગઝલ છે……….
    એકે એક શેર લજવાબ છે……..

  7. mukesh Variawa, Surat said,

    May 25, 2009 @ 12:18 AM

    જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

    ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
    હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

    ખૂબ જ સરસ ગઝલ છે

    કિરણભાઈ, અમારિ શાલા પિ. આર. ખાતિવાલા ના શિક્ષક હોવાનુ મને અભિમાન છે.

  8. sapana said,

    May 25, 2009 @ 1:28 AM

    સરસ ગઝલ! કિરણભાઈ.છેલ્લા બે શે’ર સત્યતા બતાવે છે.
    સપના

  9. વિવેક said,

    May 25, 2009 @ 2:28 AM

    મજાની ગઝલ…

    કોરા પાનાંની વાત માંડીએ તો કદાચ ડઝનબંધ શેર હાથ ચડે આપણી ભાષામાં…

  10. Pinki said,

    May 25, 2009 @ 3:11 AM

    ફરી વાંચવાની ઓર મજા આવી ……. !!

    મારી ગમતીલી ગઝલ

  11. mrunalini said,

    May 25, 2009 @ 3:21 AM

    સરસ ગઝ્લ

    જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?
    આયાસપૂર્વક ગઝલ ના કરવી અને સહજતાથી આવે એને રોકવું નહિં એવો ભાવ એમની ગઝલ વાંચતા જરૂર નજર આવે ગઝલ અનાયાસ સરી આવે છે કે આયાસપૂર્વક રચાય છે એ મુદ્દો આ શેરમાં દૂર-દૂર સુધી ક્યાંય છે જ નહીં

  12. Abhijeet Pandya said,

    May 25, 2009 @ 3:23 AM

    જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
    પછી કહી શકીશું તને આવવાનું.

    રચના સુંદર છે.

  13. varsha said,

    May 25, 2009 @ 4:06 AM

    જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
    પછી કહી શકીશું તને આવવાનું.

    ખુબ ખુબ સરસ રચના
    આભાર કિરણભાઈ

  14. Dr Firdosh dekhaiya said,

    May 25, 2009 @ 4:23 AM

    સરસ ..બહુ સરસ.
    ખૂબ ગમ્યું.
    સલામ.

  15. Pragna said,

    May 25, 2009 @ 6:29 AM

    જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
    પછી કહી શકીશું તને આવવાનું.

    જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

    પ્રજ્ઞા

  16. manhar m.mody said,

    May 25, 2009 @ 6:44 AM

    બધા જ શેર , આખેઆખી ગઝલ મઝાની છે.

    જે આયાસપૂર્વક તેં કાઢ્યું ગળેથી
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું

    આ શેર માં તો ગઝબ કર્યો છે.

    અભિનંદન્.

    –‘મન’ પાલનપુરી

  17. પંચમ શુક્લ said,

    May 25, 2009 @ 10:05 AM

    સુંદર ગઝલ.

    ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
    હે ઈશ્વર ! તું તો શિલ્પ જાણે હવાનું.

  18. Kavita Maurya said,

    May 25, 2009 @ 1:10 PM

    જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
    પછી કહી શકીશું તને આવવાનું.

    જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

    ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
    નથી ગમતું તેથી આ પાછા જવાનું.

    સુંદર શેર !

  19. Amber said,

    May 25, 2009 @ 2:19 PM

    Hello Sir,

    I am looking for a Ghazal on your site that is written by “Shunya Palanpuri”, a few days before I have read that on your site but now I forgot where and how did I find that, so Please if you can find it for me and give me the link to that post, I will be very thankful to you.

    Here are the ending lines of that Ghazal:

    “Chhu ‘Shunya’ e na bhul tu he Astitva na Prabhu!,
    Tu to chhe ke kem, hu to Zarur chhu.”

    Above lines was the ending of that Ghazal, please find it on your site I am sure it is there, and give me the link to that post.

    Thanks,
    Amber.

  20. sudhir patel said,

    May 27, 2009 @ 11:33 AM

    સર્વાંગ સુંદર ગઝલ!
    અભિનંદન, કિરણભાઈ અને ધવલભાઈને!
    સુધીર પટેલ.

  21. subahsh surati said,

    May 28, 2009 @ 1:33 PM

    Dear Kiran,
    Really a good GAZAL !!!
    I have proud to be a good friend of you since schooling. Dost, keep writing- its everything for you….Have sugam sangeet na programme na kyare jashu?

    -subh

  22. અનામી said,

    May 31, 2009 @ 8:01 AM

    કિરણભાઈનો શબ્દે-શબ્દ અદભુત જ હોય એમાં નવાઈ નહિ ને કોરુ પાનુ એ એમનો માનીતો વિષય હોઈ શકે……કોરા પાના ને લગતો એમનો એક શેર……..

    હવે સ્થાયી થવાનું હું વિચારું છું,
    તમારી ડાયરીમાં કોરું પાનું છે ?

  23. Sandhya Bhatt said,

    June 16, 2009 @ 9:03 AM

    વાહ્,કિરણભાઈ,તમારી ગઝલમાં આવતાં વ્યંગ ચોટદાર હોય છે.

  24. Just 4 You said,

    June 23, 2009 @ 3:10 AM

    Nice Gahzal…

    જે આયાસપૂર્વક તે કાઢ્યું ગળેથી,
    ગળે કેમ ઊતરી શકે એ બહાનું ?

    ઘણાં દર્દ વેઠીને આવ્યો છું અહીંયાં,
    નથી ગમતું તેથી આ પાછા જવાનું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment