પોતપોતાની સમજ પણ હોય છે
હોય છે જ્યારે સહુનો એક મત
ભરત વિંઝુડા

આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

– કૃષ્ણ દવે

2 Comments »

  1. radhika said,

    March 21, 2006 @ 12:22 AM

    મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
    વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
    ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?

    ખુબ સુંદર રચના છે.

    શ્રી અવિનાશ વ્યાસની આ રચના જેમ જ

    એમ કાંઈ પુછીને થાય નહી પ્રેમ ,
    દરીયાના મોજા કદી રેતીને પુછે તને ભીંજાવુ ગમશે કે કેમ ?

  2. પ્રત્યાયન said,

    March 21, 2006 @ 2:15 PM

    I guess Tushar Shukla has also written similar song!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment