હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
અમૃત ઘાયલ

(સતત) – પન્ના નાયક

તારી સાથે
સતત
પ્રેમની વાતો કરવી ગમે છે
જાણે કે
હું
વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.

– પન્ના નાયક

સત્તર શબ્દમાં ઘેરો સૂનકાર ઘેરી વળે એટલી અસરકારક વાત કરી છે. જે રંગ ચડતા પહેલા જ ધોવાતો જાય એની વાત કોને કરવી ? પણ જોવાની વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ કવિને તો પ્રેમની વાતો કરવી ગમે છે. આવો નિરર્થક પ્રયત્ન કરવો ભલે દુ:ખદાયક હોય, પણ આવો પ્રયત્ન ન કરવો એનાથી પણ વધારે દુ:ખદાયક હોય છે.

21 Comments »

  1. Jayshree said,

    May 4, 2009 @ 8:12 PM

    વાહ પછી કહેવાનું મન થાય, પહેલા તો આહ નીકળી જાય છેલ્લી લીટી વાંચતા જ..!

  2. pragnaju said,

    May 4, 2009 @ 9:10 PM

    ખૂબ સરસ અછાંદસ
    વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન કરું છું.
    ઓ હ્

  3. sapana said,

    May 4, 2009 @ 9:40 PM

    વાહ..વાહ..

    નિષ્ફળ થયા સઘળા પ્રયત્ન તને ભૂલાવાના,
    નિષ્ફળ થયા સઘળા પ્રયત્ન મનને મનાવવાના.
    વરસાદમાં વસ્ત્રો સુકવવાનો પ્રયત્ન…હ્રદય ચીરી ગયું.

    સપના

  4. Priyjan said,

    May 4, 2009 @ 10:47 PM

    પ્રેમી સાથે મનોમન પણ વાત કરવની ઘેલછા કેટલી મધુરી હોય છે કે નિરથક હોય તો પણ ગમે છે………………………

  5. વિવેક said,

    May 4, 2009 @ 10:54 PM

    આ કવિતા મને જરા અલગ રીતે અડી….

    સૂકવવાનું વસ્ત્ર એટલે ભીનું વસ્ત્ર…. અંદરની ભીનાશ… અને વરસાદ એટલે ખાબકતી ભીનાશ… બહારનું ભીનાપણું… પ્રેમ એટલે અંદરથી તો ભીનાં હોઈએ જ, બહારની ભીનાશ પણ એમાં “સતત” ઉમેરો કરતી રહે. એકસાથે અંદર અને બહારથી ‘સતત’ ભીનાં થવાની વાત એટલે જ પ્રણય…

    સુંદર કાવ્ય… જાણે સત્તર ‘શબ્દ’નું હાઈકુ!!

  6. Priyjan said,

    May 4, 2009 @ 11:38 PM

    વિવેક તમે તો આખી વાત ને બહુ જ સરસ વળાંક આપી દીધો….

  7. Bharat said,

    May 4, 2009 @ 11:45 PM

    ર્હદય ને હલાવિ નાખ્યુ

  8. Bharat Atos said,

    May 5, 2009 @ 12:20 AM

    વાહ! ખુબ જ સુંદર કાવ્ય.

  9. Sandhya Bhatt said,

    May 5, 2009 @ 1:48 AM

    કેટલા ઓછા શબ્દોમાં કેવી સુંદર કવિતા! વાહ્!

  10. mahesh dalal said,

    May 5, 2009 @ 3:24 AM

    સ ર સ સ્પ્ર ર્શિ ગ યુ..

  11. અનામી said,

    May 5, 2009 @ 4:44 AM

    વાહ………..!

  12. Parul T. said,

    May 5, 2009 @ 5:04 AM

    વાહ……..
    અને વિવેક શુ કહુ સમજ નથી પડતી

  13. ઊર્મિ said,

    May 5, 2009 @ 7:31 AM

    ખૂબ જ સુંદર અભિવ્યક્તિ…!

    જેટલીવાર કવિતા વાંચો એટલીવાર કોઈ નવા જ અર્થનું આકાશ ઉઘડતું જણાય છે…!

    કાલે જ એમની એક કવિતા ‘ગાગરમાં સાગર’ ઉપર પણ મૂકાય છે… http://urmisaagar.com/saagar/?p=2156

  14. urvashi parekh said,

    May 5, 2009 @ 6:56 PM

    પ્રેમ ની અનુભુતી અને અનુભવ..
    વરસાદ માં વસ્ત્ર્રો સુક્વવા જેવો જ હોય છે..
    વીવેકભાઈ ની કાવ્યાનુભુતી પણ સરસ..

  15. kalpan said,

    May 6, 2009 @ 1:50 AM

    સરસ…..ધવલ તુ તો પ્રગતિના પન્થે..છ

  16. P Shah said,

    May 6, 2009 @ 6:09 AM

    ખૂબ ઊઁડાણભરી ઉચ્ચ અભિવ્યક્તિ !

  17. dhaval said,

    May 6, 2009 @ 9:16 AM

    વિવેક જિ દ્વારા કરેલ અને સમજાવેલ્ આર્ત્ તો ખુબ જ સુન્દર…………………

  18. Pinki said,

    May 10, 2009 @ 5:36 AM

    વરસાદમાં વસ્ત્રો સૂકવવાનો પ્રયત્ન – !!

    વગર વરસાદે ભીંજાવાનું ….. ?!!!

  19. ashok pandya said,

    May 10, 2009 @ 2:14 PM

    wonderful..to me, this is not a poetry merely in words..it is a ser-realistic painting of an experience full of highly romantic feelings.. the other one-lover- is not physically present but he/she is the cause of all such abstract but enjoyable moments..AAFRIN…

  20. Chiman Patel said,

    June 19, 2016 @ 12:55 PM

    વિવેકની વાતથી મને વધારે ઊંડાણમાં જવા મળતાં આ કાવ્યનો સ્વાદ વધારે સ્વાદિષ્ઠ લાગ્યો.આ સાઈટપર આજે કોઈ બીજા કારણે આવવાનું થયું. એક વિન્ંતિ પન્નાબેનને- નવિ રચનાની મને જાણ મળશે? આભાર સાથે-‘ચમન’

  21. Anil Shah.Pune said,

    November 6, 2020 @ 2:06 AM

    તારી સાથે વાતો કરુ સતત,
    ને તું જવાબ આપે તરત,
    જાણે ફૂલો પાસે જવાની સાથે
    જ આવી જાય એની મ્હેક,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment