તું જો આજે મારી સાથે જાગશે
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
અદી મિર્ઝા

ગઝલ – ઝફર ઈકબાલ

ખાલી લગા મકાન તમારા ગયા પછી
ગેહરા થા આસ્માન તમારા ગયા પછી

જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
ઐસા રહા ગુમાન તમારા ગયા પછી

સિગરેટને કુછ મઝા ન દિયા દેર તક મુઝે
કડવા લગા થા પાન તમારા ગયા પછી

સારી સુની સુનાઈ કિનારે લગી કહીં
થી ખત્મ દાસ્તાન તમારા ગયા પછી

ઐસી ઉઠી કે બૈઠ ગયા સબ ગુબારે દિલ
ઇક દર્દ કી ઉઠાન તમારા ગયા પછી

બે પર હી રહ ગયા થા સચ્ચી કહું તો મેં
ભૂલી થી હર ઉડાન તમારા ગયા પછી

સારી ખુદાઈ પર કોઈ પરદા સા તન ગયા
દેખી ખુદા કી શાન તમારા ગયા પછી

ઐસા હુવા કે નીંદ નહીં આઈ ફિર મુઝે
દેના પડા લગાન તમારા ગયા પછી

કદમોં કી ચાપ સાફ ‘ઝફર’ કો સુનાઈ દી
બજને લગા થા કાન તમારા ગયા પછી

– ઝફર ઈક્બાલ

ઉર્દૂના સમર્થ શાયર અને આદિલ મન્સૂરીના ખાસ મિત્ર ઝફર ઈકબાલે આદિલસાહેબના આગ્રહને માન આપી ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલોનો વિશિષ્ટ પ્રયોગ કરી આવી ૧૨૧ ગઝલોનો સંગ્રહ ‘તરકીબ’ આપણને ભેટ આપ્યો છે. નવાઈ લાગે પણ આ કવિના આ પહેલાં ૨૭ ગઝલસંગ્રહ તથા ચાર સમગ્ર ગઝલસંચય બહાર પડી ચૂક્યા છે…

‘તમારા ગયા પછી’ – આ ગુજરાતી રદીફ કવિએ ઉર્દૂ ગઝલમાં એવી બખૂબી વણી લીધી છે કે બે ભાષાઓનો અહીં સંગમ થાય છે ત્યારે કોઈ સાંધો કે રેણ નજરે ચડતાં નથી. બધા જ શેર સુંદર છે પણ મને છેલ્લા બે શેર એકદમ ગમી ગયા. તમારા ગયા પછી જે ઉજાગરા થાય છે એ તમારી સાથે આટલો સમય રહ્યા હતા એનું લગાન છે!!! વાહ…

(ચાપ= પગરવ)

21 Comments »

  1. Pinki said,

    May 2, 2009 @ 12:58 AM

    આદિલ સા’બ છેલ્લે ભારત આવ્યાં ત્યારે હિન્દી/ઉર્દૂ રદ્દીફવાળી ગુજરાતી ગઝલ
    વિશે ઉદાસીનતા વ્યકત કરી હતી અને ‘મિસ્કીન’ સા’બે તેમની ઇચ્છાને માન આપી
    મુશાયરામાં તેવી જ ગઝલ પેશ કરી.

    જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
    ઐસા રહા ગુમાન તમારા ગયા પછી – કૈસી યે મદહોશી !!

    સ-રસ ગઝલ !!

    સાચે નવાઈ લાગે તેવી વાત ૨૭ ગઝલસંગ્રહ …… ?!!

  2. Jina said,

    May 2, 2009 @ 1:36 AM

    અદભૂત સમન્વય…

  3. kantilalkallaiwalla said,

    May 2, 2009 @ 1:55 AM

    Fact , experience and feeling are expressed in sound simple words.Creation(Ghazal) will remain everlasting and will be always praised by readers and students of Ghazals.

  4. ડો.મહેશ રાવલ said,

    May 2, 2009 @ 3:42 AM

    જનાબ આદિલ મન્સૂરી છેલ્લે રાજકોટ આવ્યા ત્યારે અહીં જે ગઝલ સંગ્રહ
    તરકીબનો તમે ઉલ્લેખ કર્યો છે એ,મને એમના હસ્તાક્ષર સાથે મને ભેટ
    આપેલો.
    ખરેખર નવતર જ કહી શકાય એવા પ્રયોગને ઝફર સાહેબે એકદમ નાજુક અને બારિક રીતે ગઝલોને સુંદરતા બક્ષી છે.

  5. કુણાલ said,

    May 2, 2009 @ 3:54 AM

    મજાની ગઝલ … !!

  6. Pancham Shukla said,

    May 2, 2009 @ 10:37 AM

    નવો જ પ્રયોગ. જો કે, કાન અને અને મન ટેવાયેલા ન હોય એટલે કદાચ શરૂઆતમાં થોડું જોર પડે ખરું! ગુજરાતીમાં હિન્દી રદીફવાળી ગઝલો હોવી તો જોઈએ. વિવેકભાઈ ખાંખાખોળા કરીને શોધી કાઢે એવા છે. ગુજરાતી ગઝલકારોની હિન્દી રદીફવાળી ગઝલો આની સામે કેટલી/કેવી ખૂલે છે એ જોવા જેવું ખરું.

    બાવા બોલી સાથે હિન્દી રદીફવાળી {કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની} બે ગઝલો તરત મનમાં ઝબકે છે.

    ૧. આંગન આંગન અલખ જગાયા ગોરખ આયા

    ૨. દેખૂંગા ઔર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા

  7. pragnaju said,

    May 2, 2009 @ 11:29 AM

    નવતર પ્રયોગની ગઝલ માણવાની મઝા
    યાદ આવી
    ઘરમા લાગે છે બધુ શૂનસાન તમારા ગયા પછી.
    અકળાઈ રહ્યો એકલો આજ તમારા ગયા પછી!
    પથારીમાં પડતાં જ ઊંઘ જે મને આવતી હતી,
    ઊડી ગઈ કોણ જાણે એ આજ, તમારા ગયા પછી!
    લખવાનું મળશે મોકળાશે ઘણુ-બધુ હતુ જે મને,
    કલમ મારી રહે છે ઉદાસ, તમારા ગયા પછી!
    સમજાઈ નથી જે વાત તમારી મને આજ સુધી,
    ઉતરી ગઈ છે ગળે એ વાત, તમારા ગયા પછી!

  8. sudhir patel said,

    May 2, 2009 @ 11:32 AM

    ઉર્દુ ગઝલમાં ગુજરાતી રદીફનો ઝફર સાહેબનો આ સફળ પ્રયોગ છે અને પંચમદાએ કહ્યું તેમ
    ગુજરાતી ગઝલમાં હિન્દી/ઉર્દુ રદીફનો પ્રયોગ કરવા જેવો છે!.
    મેં મારા દ્વિતીય ગઝલ-સંગ્રહમાં એક પ્રયોગ કરેલ જેમાં ઉલા મિસરો (શેરની પ્રથમ પંક્તિ) ગુજરાતીમાં
    અને સાની મિસરો (શેરની બીજી પંક્તિ) હિન્દીમાં છે. ઉદાહરણ માટે એક શેરઃ

    “ક્યાંથી મળે અમને પછી સુગંધની ઝલક?
    हम तो फूलों के रंग पर ही कब से हैं अडे !”

    પૂરી ગઝલ માણવા માટે નીચેની લીંક પર ક્લીક કરવા વિનંતી.

    http://aasvad.wordpress.com/2008/12/07/159/

    આવી સુંદર પ્રયોગાત્મક ગઝલ મૂકવા બદલ વિવેકભાઈનો પણ આભાર.
    સુધીર પટેલ.

  9. P Shah said,

    May 4, 2009 @ 2:05 AM

    સુંદર પ્રયોગ !

  10. preetam lakhlani said,

    May 4, 2009 @ 8:34 AM

    ભાઈ સુધીર, તમને તો ખબર છે, કે હુ અને આદિલ શાહેબ શની રવીની રજામા કલાકો ફોન પર કવિત્તા ના નામે ગામની મેથી મારતા, આદિલ અને જ્ફ્ર્ર શાહેબ બને બહુ જ ઉત્તમ કોટિના ગઝ્લ કાર હતા અને રહેશે. તેમા કોઈ બે મત નથી. બાકી આજે કઈક ગઝલિયા નવા પ્રયોગના નામે બજારમા પોતાનો કચરો વેચવા તકની રાહ જોતા જ બેઠા હોય છે….બાકી આદિલતો આ દિલ હ્તા ,સુરેશ દલાલ અને આદિલને જેટ્લા અગત મિત્રોની મહે ફીલમા શાભળવાની મજા તો કૉઈ નશીબ વાળાને જ મલે…..

  11. વિવેક said,

    May 4, 2009 @ 9:11 AM

    આદરણીય પ્રીતમભાઈ,

    આપના પ્રતિભાવ સતત મળતા રહે છે એ લયસ્તરો માટે ગર્વની વાત છે. પણ છેલ્લા કેટલાક સમયથી મારા ધ્યાનમાં આવ્યું છે કે આપ મૂળ રચનાને ભૂલીને કોઈક ‘સ્પેસીફિક’ વ્યક્તિને નિશાન બનાવો છો… આપ પોતે જ કોમેંટમાં લખો છો કે જાહેરમાં લખવા જેવી વાત નથી, ફોન પર જણાવીશ… મારી આપને નમ્ર વિનંતી છે કે જો આપ ફોન કરીને દિલ બહેલાવે એવી ચર્ચા કરવાના જ હોવ, તો એમ જ કરો…

    કવિતામાં કોઈ એબ હોય તો જરૂરથી જણાવો… આપનું ખ્લ્લા દિલે અને મોકળા મને સ્વાગત છે…

    આપની કોમેંટ મને ‘મોડરેટ’ કરવાની ફરજ પડી છે…

  12. preetam lakhlani said,

    May 4, 2009 @ 2:44 PM

    પ્રિય વિવેક ભાઈ, તમારી વાત સાચી છે, મારે મુળ રચનાને યાદ રાખીને અભિપ્રાય લખવો જ્ર્રુરી છે…..મારુ ધ્યાન દોરવા બદલ તમારો આભાર્,કોઈ પણ વ્યકિતના દીલને ઠેસ ન પહોચે એ બહુજ મહત્વનુ છે…..Sorry for my comments and Thanks for Good advise……

  13. Taha Mansuri said,

    May 4, 2009 @ 9:38 PM

    બહુ જ સરસ રચના,
    આભાર વિવેકભાઇ, હું “લયસ્તરો” પર “ઝફર” સાહેબની રચનાઓની ફરમાઇશ કરવાનો જ હતો ને ત્યાં આ રચના!
    “તરકીબ” ની બીજી રચનાઓ જેવી કે “વરસાદમાં” અને “કાગડો મરી ગયો” વગેરે પણ ખુબ જ સરસ છે.
    સલામ આધુનિક ઉર્દુ ગઝલના પ્રણેતા “ઝફર” ઇકબાલને.
    તેમણે ગુજરાતી સિવાય ભારતની બીજી પ્રાદેશિક ભાષાઓમાં પણ આવા પ્રયોગો કર્યા છે.
    આદિલ સાહેબે મને એક વખત કહ્યું હતું કે આ માણસ (ઝફર ઇક્બાલ) ડાઇનિંગ ટેબલ પર બેસી એકી બેઠકે ૧૮ ઉત્તમ કોટિની ગઝલો રચે છે.
    આદિલ સાહેબે ઝફર ઇકબાલને ગઝલમાં આમ યાદ કર્યા હતા કે

    “ગઝલ ભાભી હુઇ તબસે હમારી,
    ઘરપે બૈઠાયા જબસે ઝફરને.”

    તો ઝફર સાહેબે આદિલ સાહેબને ગઝલમાં યાદ કરતાં લખ્યું છે કે,

    “આદિલ” હી કો પુકારો મરમ્મત કે વાસ્તે,
    પથ્થર ઉખડ ગયા હૈ ગઝલ કે મઝાર કા.”

    સલામ આધુનિક ગઝલના આ બંને કસબીઓને અને આવી સુંદર રચનાઓ શોધી લાવવા બદલ “લયસ્તરો”ની ટીમને ખુબ ખુબ અભિનંદન.

  14. વિવેક said,

    May 4, 2009 @ 10:45 PM

    આદરણીય પ્રીતમભાઈ,

    આપ વડીલ છો અને હું બાળક છું (ઉંમર અને કવિતા-બંને દૃષ્ટિએ), છતાં ખુલ્લા દિલે મારી વાત સાંભળી લેવા બદલ આપનો ઋણી છું…

    ખૂબ ખૂબ આભાર…

  15. Just 4 You said,

    May 4, 2009 @ 10:57 PM

    ખૂબ જ સરસ

    જૈસે ગયે નહીં હો અભી પૂરી તરહ સે
    ઐસા રહા ગુમાન તમારા ગયા પછી…

  16. preetam lakhlani said,

    May 5, 2009 @ 8:21 AM

    પ્રિય વિવેક ભાઈ,
    તમે તો વિવેક સાગર છો……બસ અહિય અટ્કુ છું……કિરણ ચોહાણના બે શેર સાથે.
    હાથે કરિને ગુંચવ્યું છે કોકડું તંમે,
    નહિતર તો જિવવું ધણૂં આસાન હોય છે
    .
    ઝગડો કરીને થાકી ગયા ચાંદ ને નિશા,
    ઝાકળના બુંદ રુપે સમાધાન હોય છે…
    ઉધડતી સવારનો ટહુકો અટલે વિવેક….ધવલ્…..

  17. ઊર્મિ said,

    May 5, 2009 @ 8:33 AM

    આ જ રદીફની (અલગ કાફિયા) ઝફરસાહેબની બીજી એક ગઝલ આદિલભાઈનાં મુખે ‘ગઝલગ્રાફ’ પુસ્તકનાં વિમોચન વખતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ સાંભળી હતી… એ પુસ્તકમાં પણ આ ગઝલનો એક પ્રયોગિક ગઝલ તરીકે સમાવેશ કરાયો છે.

    ખૂબ જ નવાઈ તો ત્યારે લાગેલી જ્યારે આદિલભાઈએ કહેલું કે “આ કવિ ગુજરાતીનો એક શબ્દ જાણતો નથી અને ૧૨૧ ગઝલોમાં એક પણ ભૂલ નથી કરી.”

    મૈં આર હું ન પાર, તમારા ગયા પછી,
    ક્યા હૈ યે ઈન્તઝાર, તમારા ગયા પછી.

    બાકી હૈ કોઈ હિસ્સા તુમ્હારા અભી યહાં,
    તન્હા હું મૈઁ હઝાર, તમારા ગયા પછી.

    આખી ગઝલ આદિલભાઈનાં મુખે અહીં સાંભળો… from 2:20 – 4:12

  18. વિવેક said,

    May 5, 2009 @ 8:42 AM

    વાહ, ઊર્મિ…

    મજા આવી ગઈ… ખૂબ સરસ લિન્ક શોધી આપી…

    ઇન્ટરેનેટની સાચી મજા જ આ છે… કેટલા બધા મિત્રોએ કેટલી બધી વિધાયક કોમેન્ટ્સ કરી છે! એક ગઝલની પાછળ કેટલું બધું જાનવા મળ્યું!! ચોપડી પાછળ કયા દહાડે આવા પ્રતિભાવ મળવાના હતા?!

    સહુ મિત્રોનો આભાર… આદિલસાહેબ પણ જ્યાં હશે ત્યાં આ ચર્ચા વાંચીને ખુશ થતા હશે!!!

  19. ઊર્મિ said,

    May 7, 2009 @ 9:53 AM

    પ્રિય વિવેક, આ વિડીયો મેં જાતે જ લીધેલ છે… 🙂
    ગયા વર્ષે જ એને યુટ્યુબ પર મૂકી હતી… http://urmisaagar.com/saagar/?p=1094

  20. तेरे जाने के बाद - ઊર્મિ | ટહુકો.કોમ said,

    September 17, 2010 @ 8:06 PM

    […] જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી […]

  21. SANDIP 'SHAHADAT' said,

    March 14, 2015 @ 9:02 AM

    ખુબ સરસ….. સલામ ઝફર સાહેબ ને મારી અદા થી

    કેવી મહેફિલ કેવી વાત, તમારા ગયા પછી
    કરતો રહ્યો છું ફરીયાદ, તમારા ગયા પછી

    ચાંદ ગયો,પૂનમ ગઈ,ગઇ મખમલી રોશની,
    હવે ફક્ત અમાસ ની રાત, તમારા ગયા પછી

    – સંદિપ ‘શહાદત’

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment