આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

માર્ગ પછીની મંઝીલ – હરીન્દ્ર દવે

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
આ માર્ગ પછીની મંઝિલ એ મારું ઘર છે
ને કદી જીવનની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછીની મંઝિલ પણ મારું ઘર છે

-હરિન્દ્ર દવે

7 Comments »

  1. varsha tanna said,

    April 22, 2009 @ 10:52 PM

    સવાર સુધરી ગઈ વિવેક ભાઈ. હ્રરીન્દ્ર દવે મારા પ્રિય લેખક છે.

  2. વિવેક said,

    April 23, 2009 @ 12:18 AM

    પ્રિય વર્ષાજી,

    આ મુક્તક ધવલે પોસ્ટ કર્યું છે…

    ચાર પંક્તિમાં મજાની વાત !

  3. pragnaju said,

    April 23, 2009 @ 3:25 AM

    …મઝાનું મુક્તક

    માર્ગ મળશે,હે હ્રદય તો મૂંઝવણનું શું થશે ?
    ધાર કે મંઝિલ મળી ગઇ તો ચરણનું શું થશે ? …

  4. Parul T. said,

    April 23, 2009 @ 4:10 AM

    ખૂબ સરસ ધવલભાઈ

  5. Vijay Shah said,

    April 23, 2009 @ 8:58 AM

    ખુબ મઝાનુ…
    અભાર ધવલ્.
    આવા રત્નો શોધીને સૌને પીરસવા બદલ્…

  6. sapana said,

    April 23, 2009 @ 6:04 PM

    સરસ ધવલભાઈ,

    બેફામની પંકતિ યાદ આવી.

    તોય બેફામ કેટલું થાકી જવું પડયુ,
    નહી તો જીવનનો રસ્તો છે ઘરથી કબર સુધી.

    સપના

  7. urvashi parekh said,

    April 23, 2009 @ 7:04 PM

    સરસ ધવલભાઈ..
    મરણ ને કેટ્લુ સહેલાઈ થી અને સહજતા થી સ્વીકારાયુ છે.
    પ્રગ્નાબેને આપેલી પન્ક્તી ઓ પણ સરસ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment