ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક ઘેરો રંગ છે મારી ભીતર – વિવેક મનહર ટેલર

[audio:http://dhavalshah.com/audio/ghero.mp3]

(સ્વર અને સંગીત : શોનક પંડ્યા)

એક ઘેરો રંગ છે મારી ભીતર,
મૌન છે પણ તંગ છે મારી ભીતર.

હોઠ ખૂલવાનું નહીં શીખ્યાં કદી ,
જીભ પણ બેઢંગ છે મારી ભીતર.

લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,
જો, નિશા અડબંગ છે મારી ભીતર.

ટુકડે-ટુકડા થઈ ગયો તો પણ જીવું,
આયનાઓ દંગ છે મારી ભીતર.

બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ
મન-હૃદયની સંગ છે મારી ભીતર!

શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
તું નથી એજ જંગ છે મારી ભીતર.

હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.

શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

– વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક સ્વરબદ્ધ ગઝલ માણો. ગઝલ તો લયસ્તરોના વાંચકો પહેલા માણી જ ચૂક્યા છે. સ્વર અને સંગીત સુરતના કલાકાર શૌનક પંડ્યાના છે.

અડબંગ= જક્કી, હઠીલું, અક્ષૌહિણી= જેમાં ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય તેવી ચતુરંગી સેના (કૃષ્ણ ભગવાને યુદ્ધ પૂર્વે અર્જુન અને દુર્યોધન સામે ક્યાં તો નિઃશસ્ત્ર એવો હું અથવા મારી અઢાર અક્ષૌહિણી સેના એવો મદદનો વિકલ્પ આપ્યો હતો)

16 Comments »

  1. Pinki said,

    April 20, 2009 @ 12:53 AM

    ખૂબ ખૂબ ધન્યવાદ ……..

    શબ્દો તો ગમેલાં જ પણ સૂરે તો અદ્.ભૂત કમાલ કરી છે
    અને વચ્ચે વચ્ચે બાકીનાં શેર બોલી પૂર્ણ ગઝલ પેશ કરી તે નવો જ આયામ…

    નીરજની સાઈટ પર સાંભળી અને તરત મેં એને પૂછ્યું કયું આલ્બમ ?!!
    હજુ તો રેકોર્ડીંગ સ્ટુડિયોમાં જ છે ને નીરજે તેને આપણા સૌ માટે –
    ખાસ તો વિવેકભાઈ માટે મૂકીને સરપ્રાઈઝ આપ્યું !!!

  2. pragnaju said,

    April 20, 2009 @ 3:04 AM

    શબ્દો તો ખૂબ જાણીતા ગમી જાય તેવા હતા દુષ્યંતભાઈના દિકરા શ્યોનકનો સૂર સાંભળી ઘણો આનંદ થયો

  3. Parul T. said,

    April 20, 2009 @ 5:53 AM

    શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
    શબ્દનો સત્સંગ છે મારી ભીતર.

    ખૂબ ગમ્યુ

  4. sudhir patel said,

    April 20, 2009 @ 7:34 AM

    ‘ટહુકો’ પર સાંભળી હતી, અહીં ફરી સાંભળી માણી.
    સુધીર પટેલ.

  5. Priyjan said,

    April 20, 2009 @ 12:16 PM

    વિવેક ભાઇ,

    તમરો આ શેરઃ

    “શું કરૂં તારી અઢાર અક્ષૌહિણી ?
    તું નથી એજ જંગ છે મારી ભીતર.”

    આખી ઘઝલનો ભાર ઉપાડી લે છે…….

    આખી ઘઝલ સરસ છે ……..એક એકે શબ્દમાંથી વેદના ઝરે છે.

    આફ્રિન્..
    પ્રિયજન્

  6. ડો.મહેશ રાવલ said,

    April 20, 2009 @ 1:56 PM

    વિવેકભાઈ!
    આ તમારી કેટલીક bookmarks ગઝલો માંહેની એક ઉમદા ગઝલ
    ગણી શકાય-ખરૂં કે નહીં ?
    અભિનંદન મિત્ર.

  7. Vijay Bhatt ( Los Angeles) said,

    April 21, 2009 @ 4:10 AM

    વિવેકભાઇ,

    It is very interesting to see such specific numbers.
    ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથ, ૬૫,૬૧૦ ઘોડેસવાર અને ૧,૦૯,૩૫૦ પાયદળ હોય
    What is the exact mythological significance of these numbers? Why these numbers? Please explain if you can. I tried to connect the context with 108 beads of a Mala. Or such but could not find the connection. Can you please explain.?

    Thanks,
    Vijay

  8. વિવેક said,

    April 21, 2009 @ 7:30 AM

    શ્રી વિજયભાઈ,

    અક્ષ એટલે રથ અને ઊહિની એટલે ગોઠવેલો સમુદાય. એના વિશે હું વધુ જાણતો નથી પણ ભગવદ્ગોમંડલ આ પ્રમાણે કહે છે:

    અક્ષૌહિણી સેના એટલે જેમાં ૨૧૮૭૦ હાથી, ૨૧૮૭૦ રથ, ૬૫૬૧૦ રથમાં જોડેલા સિવાયના ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ હોય તેવું ચતુરંગી સૈન્ય.

    એનાં અંગઉપાંગનું કોષ્ટક :
    ૧ હાથી + ૧ રથ + ૩ ઘોડા + ૫ પાયદળ = ૧ પત્તિ
    ૩ પત્તિ = ૧ સેનામુખ
    ૩ સેનામુખ = ૧ ગુલ્મ
    ૩ ગુલ્મ = ૧ ગણ
    ૩ ગણ = ૧ વાહિની
    ૩ વાહિની = ૧ પૂતના
    ૩ પૂતના = ૧ ચમૂ
    ૩ ચમૂ = ૧ અનીકિની
    ૧૦ અનીકિની = ૧ અક્ષૌહિણી

  9. preetam lakhlani said,

    April 22, 2009 @ 8:23 AM

    વિવેક ભાઈ, આજ કાલ ઢગલા બધ લખાતી ગઝલમા એક સુંદર લાજવાબ ગઝલ…ખરેખર ગઝલમા બધુ મનહર લાગે છે…..બસ લગે રહો મુના ભાઈ!!….આભાર

  10. vijay bhatt said,

    April 22, 2009 @ 11:51 AM

    Dear Vivek bhai,

    Thanks a lot for your kind explanation and an email.

    Regards,
    Vijay

  11. chetan framewala said,

    April 23, 2009 @ 8:36 AM

    સુંદર ગઝલ માણવાની મઝા પડી.
    ( આ વિવેકભાઈની બર્થ ડે ગીફ્ટ ખરું ને….

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  12. બંકિમ રાવલ said,

    April 28, 2009 @ 9:00 AM

    વાહ ,વાહ,-બ્હોત અચ્છે !સરસ ગઝલ તથા સ્વરાંકન.

  13. Jayshree said,

    June 8, 2009 @ 2:01 PM

    ચેતનભાઇ,

    વિવેકભાઇની Birthday Gift વાળી ગઝલ તો ‘અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને..’ જે આપ http://vmtailor.com/archives/333 પર સાંભળી શકશો.

  14. Mehul said,

    October 5, 2009 @ 2:03 AM

    I do not recall one guatrati poem, I recall some words, if anybody can help getting full text?
    Thanks
    In advance Mehul hardi.trivedi@gmail.com
    text is something like

    “hu abhari chhu eva chand oupcharik vidhano thi tamari …ochhi karvi nathi”

  15. Makarand Musale said,

    December 1, 2011 @ 4:47 AM

    અછ્છી ગઝલ….અક્શૌહિણિ સેના ની માહિતિ નિ મજા…શૌનક ભાઈ નો અવાજ અને સ્વરાન્કન ગમ્યા…

  16. વિવેક said,

    December 1, 2011 @ 7:05 AM

    આભાર મકરંદભાઈ…
    સિદ્ધહસ્ત ગઝલકારની પાસેથી ટિપ્પણી મળવાનો આનંદ અનેરો હોય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment