હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

ચહેરાનું કમળ – કિસન સોસા

ધૂમ્ર વિખરાયો ન તો ધૂણી ઠરી વરસો સુધી,
નામ એ જલતું રહ્યું બે અક્ષરી વરસો સુધી.

ત્યાં પછી ક્યારેય ના ખીલ્યું એ ચહેરાનું કમળ,
એક ખાલી બારી મેં જોયા કરી વરસો સુધી.

ગોખલે, નળિયે ફફડતા ચોંકતા પંખી સમી,
ઉમ્ર એ માહૌલમાં ઊડતી ફરી વરસો સુધી.

સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.

ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.

ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.

મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.

-કિસન સોસા

નિતાંત પ્રતીક્ષાની ઋજુ મુસલસલ ગઝલ. પ્રિયપાત્રનું નામ એ કદી ન બુઝાય એવી ધૂણી છે. સૂર્યનું પ્રતીક કિસનભાઈનું ચહીતું છે. એમના મોટાભાગના કાવ્યસંગ્રહના નામમાં પણ સૂર્યના દર્શન થાય છે. ધુમાડા અને આગથી શરૂ થઈ બારી, ગોખલા, સડક, બગીચામાં રઝળતી ઈંતેજારી અંતે આંખમાં આંસુ બનીને ઠરે છે ત્યારે એક ડૂમો આપણી ભીતર પણ ભરાતો હોય એવું નથી અનુભવાતું ?

15 Comments »

  1. KIRANKUMAR CHAUHAN said,

    April 11, 2009 @ 1:23 AM

    ભાવને અનુરૂપ પ્રતીક–કલ્પનો કિસનભાઇના સર્જનની વિશેષતા છે. ખૂબ સુંદર ગઝલ.

  2. કુણાલ said,

    April 11, 2009 @ 4:09 AM

    ઘણે વખતે એવું બન્યું કે દાદ માટે સાચે જ કોઇ શબ્દો ન જડ્યાં !!
    .
    .
    .
    .
    હજીયે નથી જડી રહ્યાં ..

  3. sunil shah said,

    April 11, 2009 @ 6:05 AM

    Nice..!

  4. Abhijeet Pandya said,

    April 11, 2009 @ 6:35 AM

    ખુબ સરસ મુસલસલ ગઝલ.

  5. pragnaju said,

    April 11, 2009 @ 7:42 AM

    ભાવવાહી ગઝલ
    મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
    પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.
    અ દ ભૂ ત અ ભિ વ્ય ક્તી
    ભલે તુ ના કહે પણ,
    તારી આંખોના ખૂણે
    પ્રતીક્ષા હજુયે તરફડે છે

  6. sapana said,

    April 11, 2009 @ 10:03 AM

    કુણાલભાઈ,

    સાવ સાચી વાત.દાદ આપવા શબ્દો નથી મળતા!!!
    મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
    પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી

    આ પંકતિએ ફરી આંખો સજળ કરી.,અંતર સુધી પહોંચી.

    સપના

  7. Vijay Shah said,

    April 11, 2009 @ 11:05 AM

    બહુ જ સરસ ને સચોટ શબ્દો…
    મારા ચિંતન જગત ઉપર મુકુ છું.
    પરવાનગી છે ને?
    http://www.vijayshah.wordpress.com

  8. હેમંત પુણેકર said,

    April 11, 2009 @ 11:11 AM

    ખૂબ સુંદર ગઝલ!

  9. Lata Hirani said,

    April 11, 2009 @ 11:52 AM

    ઉપરના કેટલાયે ખડકીય આવરણો ખોતરી ગઝલ છેક ભીતરમાં ખળભળાવી ગઈ.

  10. urvashi parekh said,

    April 11, 2009 @ 6:41 PM

    સરસ અનુભુતી…
    ખુબ પ્રતીક્ષા અને છેલ્લે….
    પ્રેમ ના નામ ની ધુણી તો હંમેશ જલતિ જ રહે છે.
    ઘણી વખત સામેની વ્યક્તી ને જાણ જ થતી નથી અને ઘણુ બધુ અધુરુ જ રહિ જાય છે.

  11. ધવલ said,

    April 11, 2009 @ 9:42 PM

    ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
    એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.

    – સરસ !

  12. Pinki said,

    April 12, 2009 @ 7:09 AM

    વાહ્… રદ્દીફ કાફિયા જ મજાનાં……!!
    અને એમાં પણ અનોખાં કલ્પનો ગઝલિયત ઓર ખીલવે છે.
    આખી ગઝલ કોપી-પૅસ્ટ કરવી પડશે… !!

  13. પરશુરામ ચૌહાણ {વડોદરા} said,

    April 12, 2009 @ 9:36 AM

    કિસનભાઈ,
    આનંદ થયો. અદભૂત ગઝલ !

    સૂર્ય- સડકે રેબઝેબ રઝળ્યા કર્યો તારો કવિ,
    ને તને ના જાણ એની થઈ જરી વરસો સુધી.
    ——————————————
    ક્યાં અજંપો ઓલવાયો સ્હેજ ક્યાં પલળી તરસ ?
    કેટલી પ્યાલી ભરી, ખાલી કરી વરસો સુધી.

    —————————————-
    અને આ શેઅરો પણ ઘણા ચોટદાર છે
    ફૂલ-પગલે તું ફરી આવી રહી આ શહેરમાં,
    એવી અફવાઓ ઊગી, ખીલી, ખરી વરસો સુધી.

    મેઘલી સાંજે હવે આજે અચાનક થઈ સજળ,
    પથ્થરી આંખે ન ફૂટ્યું જળ જરી વરસો સુધી.

    અભિનંદન !!!
    આપને હંમેશા યાદ કરનાર પરશુરામ ચૌહાણ {વડોદરા}

  14. અનામી said,

    April 13, 2009 @ 10:04 AM

    ખરેખર મજા આવી.

  15. Anjana bhavsar said,

    December 4, 2020 @ 8:47 PM

    વાહ ખૂબ સરસ ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment