હૃદયમાં પ્રેમની પધરામણી સાથે વ્યથા આવી,
જીવનના પાલવે બંધાઈને જાણે કઝા આવી !
– ‘ગની’ દહીંવાલા

ક્યમ કરી – પ્રદ્યુમ્ન તન્ના

ઉઘાડાં હાં રે અમે ક્યમ કરી હાલીએ ?!
આવ્યો સીમ-કેડો, તોય ના’વ્યો હાથ છેડો,
બઇ ! કે’ને અમે ઘૂંઘટડો ક્યમ કરી ઢાળીએ ? ઉઘાડાં0

હલમલતી હેલ્ય માથે, વળી કડ્યે બેડલાં,
ને છેડલાંની સંગ ભૂંડો વાયુ કરે ચેડલાં !
ઝાલું ઝાલું ને ઊડી જાય
બઇ ! કે’ને વેરી વાયરાને ક્યમ કરી ટાળીએ ? ઉઘાડાં0

પથરાળી ભોંય માંહી ઝીણી ઝીણી કાંકરી,
પાવલે ચૂમે ને જાય બેડલિયાં ઢળી ઢળી !
ખાળું ખાળું ને ઓછાં થાય
બઇ ! કે’ને નીર નેતરતાં ક્યમ કરી ખાળીએ ? ઉઘાડાં0

દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
વાળું વાળું ને દોડી જાય
બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ? ઉઘાડાં0

-પ્રદ્યુમ્ન તન્ના

કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિતા જે તે સમાજના સાંપ્રત સમયની આરસી છે. પ્રદ્યુમ્ન તન્નાની નખશીખ તળપદી ભાષામાં લખાયેલી કવિતાઓ વાંચીએ ત્યારે કલ્પના પણ ન આવે કે વરસોથી આ કવિ માભોમના વાડા ઓળંગી ઇટલી જઈ વસ્યા હશે. માથે છલકાતી હેલ અને કેડે પાણીના બેડાં હોય, કૂવેથી પાણી ભરીને ગામ ભણી આવતાં સીમઢૂંકડી આવી ઊભે અને વેરી વાયરો છેડો ઊડાડતો હોય એવામાં કાવ્યનાયિકા કેવો મીઠો ક્ષોભ અનુભવે છે ! અધૂરામાં પૂરું પગમાં કાંકરીઓ ભોંકાય છે અને લાખ સાચવવા છતાં પાણી ઢોળાતું જ રહે છે. ગીતનો પલટો નાયિકાના મનના માણીગરની દૂર વનમાં વાગતી વેણુ પાછળ દોડી જતા મન અને એને ન વારી શકવાની વિડંબના સાથે આવે છે… આખું ગીત મનની ઈચ્છા કંઈ અને થતી હકીકત કંઈની કશ્મકશના રંગોથી રંગાયું છે…    

7 Comments »

  1. pragnaju said,

    April 12, 2009 @ 2:09 AM

    દૂરદૂર ઝાકળિયા વંનમાં વજાડે ઘેલો,
    વ્હાલપની વેણુ મારા મંનનો તે માનેલો !
    વાળું વાળું ને દોડી જાય
    બઇ ! કે’ને ભોળા દલ્લડાને ક્યમ કરી વાળીએ ?
    તળપદી સુંદર અભિવ્યક્તી

  2. Pinki said,

    April 12, 2009 @ 7:12 AM

    ગીતનો લય ને તળપદી બોલી….. મારા ખૂબ પ્રિય ગીતકાર !!
    પ્રદ્યુમન્ન અંકલના ગીત ગામડાના પાદરે પૂગાડી જ દે…

  3. ધવલ said,

    April 12, 2009 @ 10:50 AM

    મઝાનું ગીત !

  4. Priyjan said,

    April 12, 2009 @ 1:37 PM

    Simply beautiful……..

    એક સ્ત્રેઈ ના મન્ ના નાજુક ભાવઓ ન કવિ સુન્દરતા થિ વ્યકત ક્ય્રા

  5. preetam lakhlani said,

    April 13, 2009 @ 11:02 AM

    આ ગીત વાંચીએ ત્યારે સ્વપ્ને પણ ન ખ્યાલ આવે કે પ્રધુમ્ન તન્ના છેલ્લા પાંચ દાયકા થી ઈટાલીમા રહે છે.લગ ભગ આજ થી બારેક વરસ પહેલા એક સાંજે મને મૂંબઈમાં મારા ખાસ મિત્ર ઉદયન ઠકકરના ધરે મલવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયુ હતુ ત્યારે તેમણૅ મને કયુ હતુ કે દર વરસે તેઓ ઈટાલીથી ગુજરાત તરણૅ તરના મેળાની મજા માણવા ગુજ્ર્રાતમા આવે છે અને આ મેળામા ક્યારેક ન માની શકાય એવુ ગીત મલી જાય છે……ખરેખર કવિ ગીત જેવા જ મલવા જે વા એક મુલાયમ હ્ર્દયના માનવી છે…..આવુ સર સ ગીત મુક વા બદ્લ ભાઈ વિવેક અને ભાઈ ધવલનો આભાર્……….

  6. ઊર્મિ said,

    April 14, 2009 @ 6:57 PM

    વાહ… ખૂબ જ મજાનું ગીત… આવા તળપદાં ગીતો બહુ ઓછા જોવા મળે છે… કવિશ્રીને અભિનંદન..!

  7. Govind Maru said,

    June 3, 2009 @ 11:38 PM

    ખૂબ જ મજાનું ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment