પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઈચ્છાને બચવા ન દે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

જો – ગીતા પરીખ

હઠે તિમિરના થરો લઘુક જ્યોતિરશ્મિ થકી,
ધીમી અનિલ-લ્હેરખી પણ ભરે
અહો જડ સૂકેલ પર્ણ-ઢગમાં કશી ચેતના !
અને કથવું શું ?
જરીક ચમચી જ છાશ થકી દૂધ થાતું દધિ;
કરી શકું ન શું
પ્રયાસ મહીં માહરા તવ મળે અમીદૃષ્ટિ જો ?

-ગીતા પરીખ

પ્રિયજનની એક જ અમીદૃષ્ટિ જીવનમાં કેટલું વિધાયક પરિણામ લાવી શકે છે એની વાત કવિ ત્રણ નાનકડાં ઉદાહરણથી કેવી સુપેરે સમજાવે છે ! નાના અમથા પ્રકાશના કિરણ વડે અંધારાના થર હટી જાય છે, ધીમી સરખી પવનની લહેરખી સૂકાં પાનનાં ઢગલામાં ચેતના આણે છે અને ચમચીક છાશના મેળવણથી દૂધ દહીં બની જાય છે…

પૃથ્વી છંદમાં લખાયેલું આ લઘુકાવ્ય કેવું ચોટુકડું બન્યું છે !

7 Comments »

  1. chandu shah said,

    April 10, 2009 @ 2:39 AM

    very nice

  2. bharat said,

    April 10, 2009 @ 3:45 AM

    થોડા મા ઘણુ

  3. pragnaju said,

    April 10, 2009 @ 7:24 AM

    બકઠાનો ભારેખમ છંદમા ગહન વાતની સરળ અભિવ્યક્તી !
    તિમિર હઠાવવા,સૂકા પર્ણની જડતા દૂર કરવા,દૂધમાંથી દહીં-ઘૃત કરવા નાનકડું કિરણ,ચેતનાનો અંશ અને થોડીક છાશની જેમ સર્વશક્તીમાનનો એક અણસાર…
    બીજૂ હું કાંઈ ના માંગુ

  4. sapana said,

    April 10, 2009 @ 10:18 AM

    પ્રિય પાત્રની અમીદ્રષ્ટિની કેટલી અસરકારક છે.દુધમાં છાશ….સરસ.

    સપના

  5. ધવલ said,

    April 10, 2009 @ 10:51 AM

    સરસ !

  6. Lata Hirani said,

    April 10, 2009 @ 3:53 PM

    અહો લગરીક શબ્દો થકી કેવી ચેતના ઝરે !!

    લતા હિરાણી

  7. Girish Parikh said,

    December 15, 2009 @ 9:29 PM

    મારી સાહિત્ય સ્મરણિકા

    ગીતા પરીખનું વર્ષો પહેલાં ‘કુમાર’ માસિકમાં વાંચેલું નાનકડું કાવ્ય હજુ પણ યાદ છેઃ

    મૌન

    અબોલા ત્યારથી લીધા
    રાધાએ બસ કહાનથી
    મહત્તા મૌનને લાધી
    પ્રીતીના અર્થભારથી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment