બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર,
ઉરને દીધો નેહ ને વળી નેહને દીધો વ્રેહ!
-બાલમુકુંદ દવે

તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે – અનિલ વાળા

હું હવાની જેમ ચારે કોર લ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે;
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઈનામો કેટલાં મારા ઉપર, એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ એવી જ છે કૈં વાયકા મારા વિશે.
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી એવી રમત ગમતી મને, ને એટલે –
આંધળે કુટાય છે ક્યારેક બહેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું કે જે નશામાં ચૂર થઈને છેક ઈશ્વરનાં ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

– અનિલ વાળા

આ ગઝલ વાંચ્યા પછી સૌથી પહેલો વિચાર આવ્યો તે આ : અહીં તો એક નહીં પણ ઢગલાબંધ પ્રશ્નો ઊભા છે. અને સૌથી પહેલો પ્રશ્ન છે – ભાઈ, આ ગઝલ છે શાના વિશે ?  🙂

મજાક જવા દો તો ગઝલની મુખ્ય વાત આ છે : પોતાની જાતના જુદા જુદા પાસા જોઈને કવિને થાય છે કે આમાંથી એકે ય પાસું મારો પૂરો પરિચય આપી શકે – મારી જાતને define કરી શકે – એમ નથી. પોતાના બહુઆયામી અસ્તિત્વમાં કવિને વિસંગતતાની વાસ આવે છે. આ બધું તો છે પણ આ બધું એ હું નથી એવી વેદ-વેદનાને કવિએ  અહીં ઉજાગર કરી છે.

એક રીતે જુઓ તો ‘હું કોણ છું’ એ એકીસાથે, જગતનો સૌથી વધુ અગત્યનો અને સૌથી વધુ મિથ્યા પ્રશ્ન છે. ‘હું’ને જાણવો વધારે જરૂરી છે કે ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તો ભલભલા ઋષિઓની દાઢી સફેદ થઈ ગયેલી એ ચોક્કસ વાત છે.

13 Comments »

  1. pradip sheth said,

    April 7, 2009 @ 11:35 PM

    સુંદર ભાવ્ , સુંદર રદીફ ,અને ખૂબજ સુંદર ગઝલ .

  2. pragnaju said,

    April 8, 2009 @ 12:22 AM

    ખૂબ સરસ ગઝલ
    આસ્વાદમાં રજુ થયેલો વિચાર
    ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે
    …સનાતન ધર્મનો સાર્

  3. વિવેક said,

    April 8, 2009 @ 2:08 AM

    સુંદર ગઝલ… ગઝલનો કેન્દ્રવર્તી વિચાર પણ ઉત્તમ છે…

    વેદ-વેદનાવાળી વાત પણ સ્પર્શી ગઈ… પણ ખરી મજા તો આ વાતમાં આવી ગઈ, “એક રીતે જુઓ તો ‘હું કોણ છું’ એ એકીસાથે, જગતનો સૌથી વધુ અગત્યનો અને સૌથી વધુ મિથ્યા પ્રશ્ન છે. ‘હું’ને જાણવો વધારે જરૂરી છે કે ‘હું’ને ભૂંસવો વધારે જરૂરી છે એ પ્રશ્નનો જવાબ શોધતા શોધતા તો ભલભલા ઋષિઓની દાઢી સફેદ થઈ ગયેલી એ ચોક્કસ વાત છે.”….

  4. sapana said,

    April 8, 2009 @ 8:13 AM

    હું તારા જ સ્વરૂપમનુ એક રૂપ.તુ પરમાત્મા હું આત્મા. પણ મેં હુંને હું….બનાવ્યો.હવે પરમાત્મા ક્યાક છુપાયો છે અને આપણે બધા હું ને શોધવામાં પડ્યા છીયે.

    સપના

  5. ઊર્મિ said,

    April 8, 2009 @ 9:39 AM

    અહાહાહા… ખૂબ મજા આવી ગઈ… સુંદર ગઝલ… કવિની સુંદર ગડમથલ… પણ સૌથી વધારે મજા તો મને ધવલભાઈની વાતમાં આવી… 🙂

  6. Dr. Manoj L. Joshi said,

    April 8, 2009 @ 12:51 PM

    લાબી બહેર ની આવી સુન્દર ગઝલ લખવા બદલ અનીલભાઈ ને તથા અમારા સુધી પહોચાડવા બદલ ધવલભાઈ ને અભિનન્દન્…! ધવલભાઈ-વિવેકભાઈ, છેલ્લા શેર ના બન્ને મિસરા માં એક-એક “ગા” ખુટે છે? કે મારી કંઈ ભૂલ થાય છે.

  7. urvashi parekh said,

    April 8, 2009 @ 4:03 PM

    હુ કોણ છુ તે પ્રશ્ન તો સનાતન છે.
    જવાબ તો દરેક વખતે અલગ અલગ જ હોય છે.છતા,
    ચોક્કસ જવાબ મળતો જ નથી.,અને અવઢવ ચાલુ જ રહે છે.

  8. KIRANKUMAR CHAUHAN said,

    April 8, 2009 @ 9:39 PM

    ઘણી સારી અને સફળ મહેનત.

  9. અનામી said,

    April 13, 2009 @ 10:10 AM

    ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું, ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
    વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું, તે છતાં ‘હું કોણ છું’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

    સુંદર.

  10. સંજુ વાળા said,

    April 14, 2009 @ 3:33 AM

    good, mr.anil vala is good new comer . in his poem new flaover of new guj.poetry.my best wishes to anil .thank
    -સન્જુ વલા

  11. Pinki said,

    April 15, 2009 @ 10:29 AM

    સાર્વત્રિકતાનો અનુભવ કરતાં કરતાં ‘હુંપણું’ શોધવાનો એક પ્રયત્ન ?!!
    કદાચ unknowingly, unconsiously ‘અહ્.મ’ છૂપાયેલો જ રહેતો હશે….
    અને એને શોધવાની જગ્યાએ આપણે –
    “હું કોણ છું, એ પ્રશ્ન તો ઊભો જ છે…. !!

    આદિલ સા’બ કહે છે એમ,
    આત્મારામ, પાણી……આત્મારામ ચા,આત્મારામ છાપું
    આત્માને આનાથી વધુ ઓળખી શકીએ છીએ ?!!

  12. વિવેક said,

    April 23, 2009 @ 8:24 AM

    પ્રિય મનોજભાઈ,

    ધવલે જે પુસ્તકમાંથી આ ગઝલ ટાઈપ કરી છે એ પુસ્તકમાં બીજા શેરની બંને કડીમાં એક ‘છે’ ખૂટે છે અને છેલ્લા શેરની પણ બન્ને કડીઓમાં એક ગુરુની ભૂલ છે… આજ ગઝલ આજે ‘શહીદે-ગઝલ’માં વાંચી એટલે એમાં જોઈને છંદ સુધારી લઉં છું…

    કવિનો સંપર્ક કરવો શક્ય ન હોય ત્યારે અમારી મજબૂરી છે કે છપકામમાં ગઝલ જે રીતે જોવામાં આવી હોય એજ રીતે એને ટાઈપ કરવી… છંદની ભૂલ નજરે ચડે તે છતાં વધુ કંઈ કરી શકાય નહીં..

    આભાર!

  13. anil vala said,

    September 24, 2010 @ 2:39 AM

    આભાર ધવલભાઇ

    લી . અિનલ વાળા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment