નામ સંબંધોને નહોતું આપવાનું-
નામ દીધું ને જુઓ, અંજળમાં ડૂબ્યા.
– માધવ રામાનુજ

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

2 Comments »

  1. prakash said,

    December 23, 2007 @ 1:27 AM

    પ્રકશ મને અવુ કેમ લઘે ચે કે મે તમ ને જય ચે
    કેમ ચે ભઘ્દ .

  2. ભાવના શુક્લ said,

    December 26, 2007 @ 11:27 AM

    નરસૈયાનો આપેલો અને બાપુએ પાળેલો જીવન મંત્ર આજે પણ એટલોજ સચોટ..
    વૈષ્ણવજનની વિશાળ વ્યાખ્યા…માનવ માત્રની

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment