બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.
ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો
– નેહા પુરોહિત

‘મિત્ર’ને છરી પાછી આપતાં – એલ્ડર ઓલસન

આ લ્યો તમારી છરી
જેની તમને ખોટ ન જ સાલવી જોઈએ
એવું તમારું ઓજાર
ચમકતું, ચોખ્ખું અને ધારદાર
લગભગ નવા જેવું જ,
મારી પીઠે એને જરીક પણ નુક્સાન પહોંચાડ્યું નથી.

– એલ્ડર ઓલસન
(અનુ સુરેશ દલાલ)

11 Comments »

  1. વિવેક said,

    March 24, 2009 @ 12:50 AM

    ચોટદાર કાવ્ય…

    હેમેન શાહનો શેર યાદ આવી ગયો:

    ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
    જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કરે…

  2. RJ MEET said,

    March 24, 2009 @ 2:41 AM

    અરે રે….. એક ચીસ આપો આપ નીકળી ગઈ…
    પ્રજ્ઞા વશી લખે છે ને કે,

    દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી
    દોસ્તી નિભાવવાનું સ્હેજ પણ સહેલું નથી…

    અદભુત રચના છે..

    મીત

  3. KIRANKUMAR CHAUHAN said,

    March 24, 2009 @ 9:01 AM

    ધારદાર નજાકત !

  4. ઊર્મિ said,

    March 24, 2009 @ 8:57 PM

    વાહ… શું ધારદાર ધાર કાઢી છે! કાવ્ય વાંચતાવેંત કોમેન્ટ વિભાગ જોયા પહેલાં જ મને પણ હેમેન શાહનો એ જ મિત્રતાનાં અર્થવાળો શે’ર તરત જ મગજમાં આવી ગયો…!

  5. Dr.Pritesh Vyas said,

    March 30, 2009 @ 9:59 AM

    છરી જેટલો જ ધારદાર વ્યંગ!!!!

  6. piyush said,

    April 2, 2009 @ 11:10 AM

    તમને લાગે છઍ છરઈ આપવા તમએ

  7. pragnaju said,

    April 2, 2009 @ 11:17 PM

    છરી જેવો ધારદાર વ્યંગ
    એક હઝલ યાદ આવી
    ઊંચો કરીને ભુજદંડ તેણે
    એકાગ્રચિતે,અનિમિષ નેણે
    ચાંચલ્યધારી પ્રતિઅંગ વ્યાપ્યું
    છૂરી વતી દૂધીનું ડીટું કાપ્યું

  8. રમેશ સરવૈયા said,

    May 2, 2011 @ 4:28 AM

    ખુબ સુંદર રચના એલ્રડર ઓલસન અને સુરેશભાઈ નો ખુબ ખુબ આભાર લયસ્તરો ને તો કેમ ભુલાય
    બે પંક્તિ યાદ આવે છે

    મિત્રતા નથી બાંધવી કે વિશ્ર્વાસઘાત થઈ જશે.
    દોસ્ત ના ચાલ્યા જવા થી દિલમા આઘાત રહી જશે.
    લહુ હરગિજ નહી ઓળખાય, બેઉ ના રંગ એક છે.
    ખામોશ રહેશે ખંજર , કિન્તુ સમય વાત કહી જશે.

  9. vijay joshi said,

    November 8, 2011 @ 9:27 AM

    બહુ સુંદર કલ્પના છે
    મારી લખેલી પંક્તિઓ યાદ આવી ગયી તે પ્રસ્તુત કરું છું.
    ખંજર માર્યું હતું સપનામાં
    શું ખબર લાગશે તે હકીકતમાં

  10. vijay joshi said,

    November 10, 2011 @ 8:48 PM

    મારી સ્વરચિત કૃતિઓ મોકલાવી છે તો જણાવશો? આભારી થઈશ.
    સાભાર,
    વિજય જોશી
    USA

  11. dipak said,

    July 23, 2013 @ 6:01 AM

    સ ર સ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment