હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
વિવેક મનહર ટેલર

કશા જેવી – અદમ ટંકારવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

– અદમ ટંકારવી

દરેક શેર અર્થસભર હોવા ઉપરાંત નાની નાની રમૂજથી પણ સભર છે. સ્મરણને સાતસોછ્યાસી અને યાદને શ્રી સવા કહેવાની વાત એકદમ નવીનક્કોર છે. ગઝલ સીધીસાદી હોવી જોઈએ એવું તો ઘણાએ કહ્યું છે, પણ ‘જીવીકાકીની સવિતા જેવી’ નવી જ અસર જન્માવે છે 🙂 મારો પ્રિય શેર જોકે છોડ રૂપક.. છે. કોઈક ચહેરા રૂપકો ને ઉપમાઓથી તદ્દન પર હોય છે !

ગઝલ મોકલવા માટે આભાર, તાહા મન્સૂરી.

12 Comments »

  1. વિવેક said,

    March 23, 2009 @ 1:11 AM

    ટૂંકી બહેરની મજેદાર હળવી ગઝલ…

  2. RJ MEET said,

    March 23, 2009 @ 9:22 AM

    સીધીને સટ્ટ વાત થઈ છે…અને મઝાની પણ…

  3. Taha Mansuri said,

    March 23, 2009 @ 10:25 PM

    ખુબ જ સરસ ગઝલ.
    છેલ્લા બે શેર તો અફલાતુન છે.
    કવિનો તાજેતરમા પ્રકાશિત થયેલો ગઝલસગ્રહ “તમા” પણ ખુબ સરસ છે.

    કવિની કોઇ ગઝલની એક કડી યાદ આવે છે, શક્ય હોય તો આ ગઝલ “લયસ્તરો” પર ઉપલબ્ધ
    કરાવવા વિનતી.

    “અમે વાયા વિરમગામ સનમ”

  4. KIRANKUMAR CHAUHAN said,

    March 23, 2009 @ 10:34 PM

    ઝાઝી પંચાત વિનાની સુંદર ગઝલ.

  5. ઊર્મિ said,

    March 24, 2009 @ 10:36 AM

    સુંદર… છેલ્લા બે શે’ર સાચે જ મજાનાં અને unique છે.

  6. Sapana said,

    March 24, 2009 @ 4:26 PM

    સુન્દર અને સરળ

    છેલ્લા બે શે’ર મજાના છે.જીવીસકાકીની સવીતા. વાહ!

    સપના

  7. Deval said,

    September 1, 2010 @ 12:05 AM

    waah…last banner sher,badha ae kahyu tem, majana chhe….

  8. Deval said,

    September 1, 2010 @ 12:06 AM

    waah…last banne sher,badha ae kahyu tem, majana chhe….

  9. ABHIJEET PANDYA said,

    September 5, 2010 @ 5:51 AM

    અદમ ટંકારવીૂની આ ગઝલનુ છંદ બ્ંધારણ છે ” ગાલગા ગાલગા લગાગાગા “. ગઝલ સુંદર છે. પર્ંતુ ગઝલના િનયમોને
    ચ્સ્ત રીતે વળગીને ગઝલ લખતો હોવાથી અન્ય ગઝલકારોની ગઝલ વાંચવા મળે ત્યારે ગઝલના ગુણગાન ગાવની સાથે જો ક્ષ્િતઓ નજરે ચડે તો તે તરફ ધ્યાન દોર્યા વગર રહી શકતો નથી.ઊપરોક્ત ગઝલમાં ઘણી જગ્યાએ છંદ બંધારણ્
    તુટતુ જોવા મળે છે. ગઝલના પ્રથમ શેરમાં સાની િમસરામાં “ગાલગા ગાગા લ્ગાગાગા” થતું જોવા મળે છે.
    ત્યર ા પછીના શેરમાં ” તારા જ શહેરમાં ” માં શરુઆતમાં ” ગાગા ” થતું જોવા મળે છે ઉપરાંત “સ્મરણ તારું”
    માં “લગાગાગા” અને ” ગઝલ લખી દ્યો ” માં ” લગા લગાગા ” થતું જોવા મળે છે. દયા, દીવા, કશા વગેરે કાફીયાઓં
    ” લ ગા ” માં બંધબેસે છે જ્યારે ” અફવા” માં ” ગા ગા ” થતું જોવા મળે છે. અદમ ટ્ંકારવી ગુજરાતી ગઝલના આગલી
    હરોળના ગઝલ્કાર છે. હું એમની ગઝલોનો ચાહક છું. પર્ંતુ આવી ભુલો નજરે ચડે તો કહેવાનું રોકી શકતો નથી.

    િવવેકભ્ાઇના પ્રિતભાવની રાહ જોઉં છું,

    અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

  10. bharat vinzuda said,

    September 5, 2010 @ 6:41 AM

    Daba hathe aa dhosho nivari shakay teva hata.
    Kaviae pramad karyo.

  11. Gaurang Thaker said,

    September 5, 2010 @ 7:18 AM

    આ ગઝલમા છદદોષ ઘણી જગ્યાએ છે.જે વાત ખરી છે.

  12. વિવેક said,

    September 6, 2010 @ 1:32 AM

    પ્રિય અભિજીતભાઈ…
    તમારી વાતનો જવાબ ભરતભાઈ વિંઝુડા અને ગૌરાંગ ઠાકરે આપી જ દીધો છે. મારે એમાં સૂર પુરાવવાથી વિશેષ કંઈ કરવાનું રહેતું નથી… આ ગઝલમાં ઘણા છંદદોષ છે જ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment