તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
મનોજ ખંડેરિયા

શબ્દોનું સાલિયાણું -ડૉ. વિવેક મનહર ટેલર

શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.

રાતોના કાગળોમાં શબ્દોનો કરવા અજવાસ,
મથતો રહું છું શાને ? ઉકલે નહીં ઉખાણું.

શબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?

શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.

કાયાના રાજ્યમાં મુજ શ્વાસોનો એવો રાજા,
માંગે કશું બીજું ના, શબ્દોનું સાલિયાણું.

-ડૉ. વિવેક મનહર ટેલર

આજે અહીં પોસ્ટ કરવા માટે વિવેકની એક ગઝલ શોધવા જતાં આ જૂની ગઝલ હાથમાં આવી અને શબ્દોનું આ સાલિયાણું મને ખૂબ જ ગમી ગયું.  પ્રિય વિવેકને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ સહ…એની આ જૂની ગઝલને આજે ફરી માણીએ.

18 Comments »

  1. Vijay Shah said,

    March 15, 2009 @ 10:49 PM

    જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

  2. KIRANKUMAR CHAUHAN said,

    March 15, 2009 @ 11:19 PM

    શબ્દોને શબ્દ દ્વારા કેવી રીતે પ્રમાણું,
    સુંદર ગઝલ છે આખી, બસ એટલું જ જાણું.
    વિવેકભાઇ ! જન્મદિવસ મુબારક.

  3. RJ MEET said,

    March 16, 2009 @ 1:14 AM

    માનનીય વિવેકભાઈ,
    સૌપ્રથમ તો જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ..એક મિત્રને જયારે જન્મદિવસની શુભેચ્છા આપવાની હોય ત્યારે હું ખાસ મુંઝાવ છુ…પણ તમારા માટે નહિ મુંઝાવુ પડે
    તમારા માટે બસ એટલુ જ કહેવા માંગુ છુ..
    શબ્દોને આમ જ પંપાળતા રહો,
    શબ્દો સંગાથે આમ જ રમતા રહો
    શબ્દોને આમ જ પ્રેમ કરતા રહો,
    શબ્દોને હ્રદયમાં અંકિત કરતા રહો

    સૌના મનનો મીત

  4. Pinki said,

    March 16, 2009 @ 1:57 AM

    Many Many Happy Returns of the Day !!

    આપણે તો શબ્દો જ કંકુ ને ચોખા
    એટલે આવતી બર્થડે પાર્ટીમાં પુસ્તક વિમોચન ?!!

  5. P Shah said,

    March 16, 2009 @ 2:07 AM

    Many many returns of the day !
    …..and dreams come true
    but most of all on your birthday
    ………I am wishing you
    a world of love,
    ………happy birthday !

  6. bharat joshi said,

    March 16, 2009 @ 2:09 AM

    many many happy returns of the day
    regards,
    -bharat joshi

  7. RAMESH K. MEHTA said,

    March 16, 2009 @ 3:46 AM

    જન્મદિનની શુભકામના

    જયારે નવી કવિતા / ગઝલની રચના
    થાય ત્યારૅ આપનૉ જ્ન્મ-દિવસ્.

  8. Bharat Atos said,

    March 16, 2009 @ 11:40 AM

    જન્મદિનની છાબલુઁ ભરીને શુભકામનાઓ આપને વિવેકભાઈ.
    તમે બે રીતે સેવાનું કામ કરી રહ્ય છો(૧.ડૉક્ટર અને ૨. સાહિત્યકાર) તો આ બંન્ને ક્ષેત્રમાં આપ આપનું મહત્તમ યોગદાન આપો એવી પ્રભુ ને પ્રાર્થના.

  9. Sapana said,

    March 16, 2009 @ 11:42 AM

    પ્રિય વિવેકભાઇ,

    જન્મદિવસ મુબારક!

    શબ્દો વગર મુંઝાવ હું;
    શબ્દોથી મળુ તમને હું,
    ભુલી ગઇ સઘળુ હું,
    શબ્દો તમારા કેમ ભુલુ હું.

    ફરી એક વાર જન્મદિવસ મુબારક!

    સપના

  10. divya modi said,

    March 16, 2009 @ 12:25 PM

    જન્મદિવસની ખુબ્-ખુબ શૂભેચ્છાઓ વિવેકભાઈ…..
    તમે વારંવાર એ પુરવાર કરતાં રહ્યાં છો કે ખરેખર ” શબ્દો એ જ તમારા શ્વાસ છે.. ”
    શબ્દોનું , ગીતોનું , ગઝલોનું આ સાલિયાણું લઈને તમે આમ જ ઉપસ્થિત થતાં રહો,
    એ જ અભ્યર્થના…

  11. neha said,

    March 16, 2009 @ 12:35 PM

    વિવેકભાઈ,
    શતમ જિવો શરદહ્…
    જન્મદિવસનાં અભિનંદન….

  12. urvashi parekh said,

    March 16, 2009 @ 6:41 PM

    સરસ..
    શબ્દો તમારા માં ઉગતા રહે અને તમે વધુ ને વધુ લખતા રહો,
    તેવી શુભેછા..

  13. ધવલ said,

    March 16, 2009 @ 9:58 PM

    અભિનંદન !

    શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
    ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.

  14. Taha Mansuri said,

    March 16, 2009 @ 10:43 PM

    જન્મદિવસની ખુબ્-ખુબ શૂભેચ્છાઓ વિવેકભાઈ…..
    Many Many Happy Returns of the Day !!

    બસ આપ લખતા રહો અને અમે વાઁચતા રહીએ.

  15. વિવેક said,

    March 17, 2009 @ 2:16 AM

    સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર….

  16. pragnaju said,

    March 17, 2009 @ 3:27 AM

    આશબ્દો અને તું – બંને આવ્યાં છો એકસાથે,
    જાકારો દેવા કોને હું નાકલીટી તાણું ?

    શ્વાસોનાં તન ઉપર છે શબ્દો કવચ ને કુંડળ,
    ન હો જો એ તો પૈંડું રણમાં નકી ગુડાણું.
    ખૂબ સુંદર
    આભાર પણ મનાઈ ગયો એટલા મૉડા જન્મદિનના અભિનંદન અને શુભકામનાઓ

  17. Harnish Jani said,

    March 17, 2009 @ 11:30 AM

    લાઁબુ ને સારુઁ જેીવો-બેીજા માટે જેીવો. ખોૂબ ખોૂબ અભિનઁદન.

  18. અનામી said,

    March 19, 2009 @ 12:13 PM

    શબ્દોનું શ્વાસ હોવું, આભાસ છે, હું જાણું,
    સાચો ગણીને તો પણ એવું જીવન હું માણું.
    …..પાબ્લો પિકાસોનું વાકય યાદ આવ્યુ,

    “Art is a lie that makes us realize the truth.”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment