જ્યાં ઊભો હોઉં ત્યાં બરાબર છું
મૂકવું ક્યાં સ્વમાન જોખમમાં !
ભરત વિંઝુડા

શરણાઈવાળો અને શેઠ – દલપતરામ

એક શરણાઈવાળો સાત  વર્ષ  સુધી  શીખી,
રાગ  રાગણી   વગાડવામાં  વખણાણો  છે.
એકને  જ  જાચું  એવી  ટેક છેક રાખી એક
શેઠને  રિઝાવી   મોજ  લેવાને  મંડાણો  છે.
કહે  દલપત  પછી  બોલ્યો  તે  કંજૂસ શેઠ,
“ગાયક   ન   લાયક  તું  ફોગટ  ફૂલાણો છે.
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
સાંબેલું  બજાવે  તો  હું  જાણું  કે તું શાણો છે.”

– દલપતરામ

આપણે બધા આ (લધુ) કથા-કાવ્ય ભણી જ ચૂક્યા છીએ. છંદ અને પ્રાસમાં કવિતાને અવિસ્મરણીય બનાવી દેવાની જે તાકાત છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. કવિએ છંદના માળખામાં રહી પ્રાસનો એવો કાબેલ પ્રયોગ કર્યો છે કે આ કવિતા વર્ષો પછી પણ મોટા ભાગના લોકોને યાદ હોય છે. કવિતાને મોટા અવાજે ગાઈ એના હિલ્લોળને મણવાની મઝા પણ એ જ કારણે છે.

13 Comments »

  1. pragnaju said,

    March 4, 2009 @ 10:30 PM

    ડાહ્યો ડાહ્યાલાલનો ડાહ્યો દલપતરામ
    નફ્ફટ પાક્યો નાનકો બોળ્યું બાપનું નામ
    અને તેના અનુસંધાનમાં સૌને ગમતી આવી પંક્તી કહેતા!
    પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી,
    સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.
    અને નાનપણથી સાતમા દાયકાસુધીમા
    અગણિતવાર મારા મોઢે બોલાઈ આ પંક્તીઓ!!

  2. Taha Mansuri said,

    March 4, 2009 @ 11:47 PM

    આની તારીફ તો કરવાની જ ના હોય.
    પોતાનામા તેનો અલગ જ મુકામ છે.

  3. વિવેક said,

    March 5, 2009 @ 12:16 AM

    સુંદર રચના…. આ બે પંક્તિ કહેવત કક્ષાની બની ગઈ છે:

    પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
    સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

  4. મનિષ મિસ્ત્રી said,

    March 5, 2009 @ 1:08 AM

    જૂના સમયમાં શિયાળાનૉ મોડીરાત સુધી ભજવાતા નાટક માં ભેરુબઁધ સાથે ગયેલ યુવાન બહુ મોડું થતાં આગળની હરોળમાં બેસેલા પોતાના ભેરુને ઘરે પાછા જવાનું યાદ દેવડાવવા કાંકરીચાળો કરતાં કરતાં છેલ્લે નાનકડા પથરા ફેંકવા લાગ્યો ત્યારે અકળાઈને પાછા વળી ભેરુએ પૂછ્યું – શું છે? – અને યુવાને જ્યારે પૂછ્યું – “કેટલાં વાગ્યા?” – ત્યાર પેલાએ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો – “તેં માર્યા એ બધા વાગ્યા!” એવું આ છે! બાય ધ વે – “કેટલાં વાગ્યા” નો પૂરો અર્થ કદાચ એમ છે કે “ઘડિયાળમાં કેટલાં ટકોરા વાગ્યા?”

    “સાંબેલુ બજાવે/વગાડે તો હું જાણુ, કે તુ શાણો છે.”

    છેલ્લે તો શરણાઈવાળો શેઠને ખરેખર સાઁબેલું ફટકારીને પૂછે છે કે “વાગ્યું?”! આ કવિતા મને તો ગુજરાતી ભાષા ના બહુઅર્થી કે પરિપ્રેક્ષ્યાધારિત શબ્દો ના ઉદાહરણ તરીકે પણ યાદ રહે તેમ છે.
    😉

  5. dineshjk said,

    March 5, 2009 @ 7:50 AM

    ઘણા વખતે દલપતરામને વાંચવાની મજા આવી ગઇ. તેમની બધી કવિતાઓમાં આ અને આપના અઢાર છે ખૂબ જ પ્રખ્યાત થઇ છે.

    આવી કવિતા માટે આભાર.

  6. kantilalkallaiwalla said,

    March 5, 2009 @ 9:09 AM

    All the poems of Dalpatram are good. bu I like no.(1)A samama vanka angvala bhunda bhutalma….(2)Kedethis vareli doshi dekhine…(Ek saranai valo……

  7. kokilashukla said,

    March 5, 2009 @ 11:19 AM

    દોસ્તી બેપનાહ રાખુ છૂ ,જીન્દ્ગગાની તબાહ્ રાખુ છૂ,કેટલો બેવ્કૂફ છૂ,”ઘાયલ”,દોસ્તો ને ગવાહ રાખૂછૂ. કોકિલા શુક્લ

  8. kokilashukla said,

    March 5, 2009 @ 11:36 AM

    મારા ખૉ વાયેલા સ્વપ્ન ને સજીવન કરવા,મારી રીતે મારી દૂનીયા મે વસાવી લીધી, મારા પડછાયા ને મીત્ર નુ મે ઉપ્નામ દીધૂ,મારી એક્લતા મે એ રીતે નિભાવી લીધી..કોકિલા શુક્લા .
    . મને આ સાઈટ બહૂ ગમે છૅ.

  9. Pinki said,

    March 6, 2009 @ 12:53 AM

    પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
    સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.”

    બાળપણની મીઠી યાદ જેવું
    બસ.. ગમે છે. !!

  10. પંચમ શુક્લ said,

    March 6, 2009 @ 10:26 AM

    ૧૬ /૧૫->૩૧ નો વિશિષ્ટ મનહર છંદ? ચીપી ચીપી ને થતું મનહર છંદનું મનોહર પઠન વર્ષોથી સાંભળ્યું નથી.

  11. ધવલ said,

    March 6, 2009 @ 12:03 PM

    ખરી વાત છે પંચમ… મનહર છંદ છે.

  12. padmini said,

    May 21, 2009 @ 7:34 AM

    very nice . after such a long time I reach nice kavita. polu che to bole sambelu bajave to saano kahu. waahhhh.

  13. Chinmay Mehta said,

    May 20, 2016 @ 4:59 AM

    આ દ્લપત રામ નેી રચના બહુમુખેી…….

    પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી ?
    સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે.

    જ્યારે કોઈ appreciate ન કરે અને ઉલટો ચોર કોટવાલ ને દંડે એમ્ કંજૂસ શેઠ જેવી દલપત રામ ની આ પંક્તિઓ યાદ આવી જાય

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment