એકધારો સો વરસ ગાતો રહ્યો, જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

વાતોની કુંજગલી – જગદીશ જોષી

વાતે વાતે તને વાંકું પડ્યું :
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
          મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
          પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
          હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
          કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
          કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

3 Comments »

  1. વૈશાલી ટેલર said,

    February 8, 2006 @ 8:52 AM

    “ખોબો ભરીને અમે” અને “એક સર્વકાલિન વાર્તા” _-જગદીશભાઇ જોશીની બન્ને જણીતી રચનાઓથી એમનો પરિચય હતો.

    “વાતે વાતે તને વાંકું પડ્યું :
    ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.”

    ખૂબજ સરસ રચના છે…!

    વૈશાલી

  2. Jayshree said,

    November 28, 2006 @ 6:38 PM

    આ ગીત અહીં સાંભળો.
    http://tahuko.com//?p=494

  3. તીર્થેશ said,

    February 18, 2012 @ 2:25 AM

    વાહ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment