રાખી હૃદયને બાનમાં કેવા કરાવે ખેલ છે
આ લાગણીની જાત આખી કેટલી વંઠેલ છે !

‘બેજાન’ બહાદરપુરી

~ – કાજલ ઓઝા – વૈદ્ય

અચાનક સંબંધ છટક્યો
પડ્યો…
ને તૂટી ગયો
સમયની સાવરણી
ફેરવી ફેરવીને થાક્યા છતાં
હજીયે –
કરચોથી મારાં તળિયાં
લોહીલુહાણ કેમ થઈ જાય છે ?

તૂટેલા મંગળસૂત્રના દાણા
હજીયે મળી આવે છે અવારનવાર…

ચાદરમાંથી ગુલાબ-મોગરાની એ સુગંધ
હજીયે જતી નથી !
લોહીનાં ધાબાં જેવાં લાગે છે ગુલાબની
કચડાયેલી પાંદડીના ડાઘ !

ચોળી ચોળીને નાહ્યા છતાં
સતત વીંતળાયેલા એ સર્પીલા
સ્પર્શની ધ્રુજારી ઘટતી નથી !

લીલા સાપ સરકવા માંડે છે
મારાં સ્તનોની વચ્ચે ગમે ત્યારે !

લાલ રંગને જોઈને ઊબકા આવે છે
અને, લગ્નના ઢોલ
સીધા મારી છાતી પર જ પીટાય છે

શરણાઈ સાંભળીને
શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
છેડાછેડીનો એ ટુકડો તો
ક્યારનો ફેંકી દીધો છે ને ?
તો ખીંટી પર આ શેનો
ભાર લટક્યા કરે છે ?

– કાજલ ઓઝા – વૈદ્ય

સમયની સરાણ પર ક્યારેક સંબંધનું મોતી ફટકિયું સાબિત થાય છે. મોટાભાગે તૂટેલા સંબંધનો કાટમાળ ખભે લઈને આપણે જીવી કાઢીએ છીએ, પણ ક્યારેક હિંમત કરીને બટકેલા સંબંધમાંથી છૂટા થઈ જવાનું સાહસ દાખવી પણ લઈએ છીએ. તોડી કાઢેલું બધું તૂટતું કેમ નથી અને છોડી દીધેલું પણ છૂટી કેમ નથી જતુંનો ચિત્કાર આ કવિતામાં શબ્દે શબ્દે ભોંકાય છે. સમયની સાવરણી પણ કેટલીક કરચો સાફ કરી શક્તી નથી. સહવાસના લીલા ઝેર જેવા સાપોલિયાં ગમે ત્યારે ડંખતા રહે છે, એ ઉતારી કે નિવારી શકાતા નથી અને કેટલોક ભાર ફેંકી દેવા છતાં સતત અનુભવાતો જ રહે છે…. આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…

23 Comments »

  1. MAYUR BAXI said,

    March 13, 2009 @ 3:48 AM

    http://www.in.com/music/track-premal-jyoti-114951.html

  2. neha said,

    March 13, 2009 @ 4:16 AM

    છેડાછેડીનો ટુકડો ફેંકી શક્યા એ પણ ઘણું….નહિંતર….?

    ધોળા દુધમલીયા પાનેતર પર
    લાલચટ્ટક ચુંદડી ઓઢીને
    એક નવોઢા આવી રહી છે….
    એની શણગારેલી બગીની આસપાસ
    જાનૈયાઓનો નાચ ચાલી રહ્યો છે….
    આવતી કાલથી આ નવોઢાની નવતર કેળવણી શરુ થશે…
    મતલબ ?
    સપનાઓ,ખુબીઓ અને
    જગતની શ્રેષ્ઠ નિશાળ એવાં મા બાપે આપેલાં જિવન સંસ્કારોમા
    સગવડીયા ફેરફારો…..
    જીવથીયે જાજું જતન કરીને પાસ પાડેલા આ હીરા પર
    ફરીથી ઘરની રુઢીઓની પહેલ પડશે….
    લાંબા વ્યવહારનાં બહાના હેઠળ
    લાગણીથી તરબતર એવાં કેટલાય સંબંધોનો અંત!
    મનેતો બગીની આસપાસ નાચતા આ જાનૈયાઓ
    લાગે છે બલીની આસપાસ નાચતા પિશાચ,
    અને વર?
    સમાજનાં અનેક ક્ષેત્રે હંફાવતો,પાછા પાડતો,
    છતાંય
    મનની મરજીથી સ્વિકારેલો
    સુવર સમ અભિશાપ!

    નેહા.

  3. RJ MEET said,

    March 13, 2009 @ 4:32 AM

    સંબધ ને વિના વિચાર્યે તોડી નાંખનારાઓ માટેની આ કવિતા છે.સંબધ બાંધ્યા પછી એની સમયાંતરે માવજત નથી લેતા..એનુ જરુરી અપડેશન નથી કરતા..કદાચ એટ્લે જ સંબધો ટ્ક્તા નથી..સંબધ જેમ જેમ વિસ્તરે તેમ તેમ તેની સાથે સમજણ વધવાને બદ્લે અપેક્ષાઓ વધતી જાય છે..કાજલ બેને ખુબ સહયુ લાગે છે સંબધ બાબતે.અને એટ્લે જ કદાચ એઑ સંબધ વિશે આટ્લુ સચોટ રીતે લખી શકે છે.. સંબધ તોડી નાંખો તો પણ એના પડછાયા તમારો પીછો નહિ છોડે…પણ તો પણ સંબધ શુ તોડ્વા માટે સર્જાતા હશે?
    કાજલ બેનને અહી અભિનન્દન્ આપવાનુ મન થાય છે.
    સંબધ વિશે આટ્લી માર્મિક્તા કેળવવી એ જેવીતેવી વાત નથી…

  4. vijay said,

    March 13, 2009 @ 4:37 AM

    આ વેદના જેના ભાગે આવિ હોય તેજ જાને…….

  5. Pinki said,

    March 13, 2009 @ 5:11 AM

    શરણાઈ સાંભળીને
    શ્વાસ ગૂંગળાવા કેમ લાગે છે ?
    છેડાછેડીનો એ ટુકડો તો
    ક્યારનો ફેંકી દીધો છે ને ?
    તો ખીંટી પર આ શેનો
    ભાર લટક્યા કરે છે ?

    આવા સંબંધો માત્ર દિલ પર બોજ જ બને તેને તોડી નાંખ્યા પછી પણ…..!!
    પ્રેમ અને લાગણીથી બંધાયેલાં કે જોડાયેલાં હોય તો અલગ વાત છે.

  6. ઊર્મિ said,

    March 13, 2009 @ 7:43 AM

    આ હોવાપણાંની પીડા છે… આ લાગણીશીલ હોવાની કિંમત છે… આ જિંદગી જીવવાની કિંમત છે…!

    …………………………………

    કાજલબેનને હાર્દિક અભિનંદન… એક અત્યંત ધારદાર કાવ્ય માટે.

  7. pragnaju said,

    March 13, 2009 @ 8:02 AM

    છેડાછેડીનો એ ટુકડો તો
    ક્યારનો ફેંકી દીધો છે ને ?
    તો ખીંટી પર આ શેનો
    ભાર લટક્યા કરે છે ?
    – કાજલની કરુણભાવસભર સુંદર અભિવ્યક્તી
    કરુણરસની ઘટના જીવનમાં બને છે તેવી ઘટના ઘણાખરાના જીવનમા બની હોય છે.તેથી વધુ સંવેદનશીલ લાગે ! આપણે પ્રાર્થીએ કે ભગવાન આવું કોઈના પણ જીવનમા ન બને પર્ંતુ એવી જ ઘટના સાહીત્યમાં બનતી માણવા વારંવાર આપણે સમય અને પૈસા ખરચીએ છીએ!
    હાલના સમયમા અમારા સંબધીઓના સંબધમા આવી ઘટનાઓ ઘટી કે તુરત જ તેના ઉપાયો કરી
    હતાશ વાતાવરણમાંથી પ્રસન્નતામા ફેરવી…ત્યારે કવિઓને આ વાત અરસિક લાગે! હજુ પણ
    ‘એક સરખા દિવસો સુખના કોઇના જતા નથી’ અને ‘સગાં મેં દીઠાં શાહઆલમનાં શેરીએ ભીખ માગતાં’ જેવી પંકિતઓ આનંદથી ગવાય છે….

  8. preetam lakhlani said,

    March 13, 2009 @ 8:19 AM

    કાજલ બેન ની સરસ કવિતા ને કારણે નેહા ની સુન્દર કવિતા વાચ વા મલી. બને કવિ મિત્રોને અભિનદન્…આય અબલા તેરિ ય કહાની આખો મે પાની, આચલ મે યે દુધ્……શોરી મને ગુજરાતી મા ટાઈપ કરવુ નથી ફાવતુ…..

  9. KIRANKUMAR CHAUHAN said,

    March 13, 2009 @ 11:20 AM

    નીવડેલી કલમની ધારદાર અભિવ્યક્તિ.

  10. Sapana said,

    March 13, 2009 @ 11:40 AM

    કાજલબેન,

    કાળજુ ચીરી નાખ્યુ! તુટેલા સંબંધોનુ સચોટ વર્ણન.

    શા માટૅના કીડાઓ કરડી ગયા.
    શા માટે જીંદગી જીવી ગયા.
    સંબંધોના છાલા છાતી ચીરી ગયા
    તો પણ સંબંધો નીભાવી ગયા.

  11. pradip sheth said,

    March 13, 2009 @ 11:55 AM

    હોય ના ઈચ્છા છતાં મળવું પડે ,
    સૂર્ય માફક તે પછી બળવું પડે .
    અને
    કેટલા સહરા વીં ધિ પહોંચ્યા પછીએ ,
    શક્ય છે કે બારણે સાંકળ મળે.

    કાજલબેનની અને નેહાબેનની રચનામાં જે વાસ્તવિકતા પ્રતિબિંબીત થઈ છ ર્તે હ્ર્દયને વલોવી નાખે તેવી છે. ઇશ્વર આવી પીડા કોઇને ન આપે. ઉર્મિશીલ હોવાની આટલી મોટી કિંમત ચુકવવાની ?

  12. Kavita Maurya said,

    March 13, 2009 @ 12:16 PM

    હોવાપણું છીનવી લેતી અણગમતી લાગણીઓનું સચોટ વણૅન !
    બહુ જ સુંદર કાવ્ય કાજલબેન.

  13. urvashi parekh said,

    March 13, 2009 @ 9:27 PM

    સચોટ અભિવ્યક્તી…
    ઘણા બધા સાથે આવુ થતુ હોય છે…
    શબ્દો માં તો કોઇક જ મુકિ શકે.
    ઘણા ને પોતાની જ અભિવ્યક્તી લાગી હશે..

  14. kantilalkallaiwalla said,

    March 14, 2009 @ 8:48 AM

    Fact about human relation ship is described well in general but if it is considered as individual case then this is merely a form of complaint of one side we do not know other side. Each woman should read a poem written by Nalini Mandawkar(if I am not mistaken name is correct) NARI. Anyway, in general in each relation ship if wishes and expectations are ignored, then relation ship will be very steady and strong, of course, this appllies equally on both sides. If one side follows then other side has either to accept it willingly and or unwilliungly, or to ignore it, willingly and or unwillingly, or discard it willingly and unwillingly.And then form of complaint becomes the existing fact one has taken by his and/or her will.But still it is individual case not the public announcement

  15. Sapana said,

    March 14, 2009 @ 9:10 AM

    કાજલબેન,

    ખુબજ સરસ.

    નીશ્ક્રીય સંબંધો કરતા સક્રીય યાદો સારી.

  16. Sapana said,

    March 14, 2009 @ 9:15 AM

    સરસ

  17. સંબંધ - 1 « અમૂલ્ય રત્નો said,

    March 14, 2009 @ 10:57 AM

    […] From, https://layastaro.com/?p=1785 […]

  18. ashok pandya said,

    March 15, 2009 @ 5:15 AM

    really a touching poetry..the feelings of suffering has been ventilated very loudly..we are touched by the AAKROSH fact has been highlighted to a very big scale..enlarged..it becomes individual out burst and looses the element of a genuine poetry..everybody cannot enjoy such expressions..anyway it is a good expression for proclaiming NARIVAD boldly..congrates

  19. sunil shah said,

    March 15, 2009 @ 10:58 AM

    અદભૂત રચના. લાગણીશીલ હૃદયની વેદના અસરકારક રીતે ઉપસી છે. અભિનંદન.

  20. Poorvi said,

    March 15, 2009 @ 8:25 PM

    સુન્દર! જ્યારે જીવનસાથી સાચો સાથી ન બની શકે ત્યારે એક વ્યક્તિના મનમા જે દુખ, આક્રોશ ભર્યો પ્રતિભાવ આપે એ સચોટ રીતે આ કવિતામા પ્રગટ થયો છે. એક એક સુખી સંભારણા કેવા દન્શ બની જાય છે, એવી સ્થિતિમા હુ પણ કદાચ આવુ જ અનુભવત!

  21. anal said,

    March 23, 2009 @ 9:13 AM

    mane kajal oza vaidh ni gazal khub gami. ane hu emnu lakhan niyamit vachu chu. every tuseday divya bhaskar ma je story ave che te pan khubaj sundar che. bas avu lakhta raho evi dil thi iccha
    che.

  22. Neer said,

    January 23, 2012 @ 5:39 AM

    વાહ ખુબ સરસ લખ્યુ તમે …!! શબ્દો નથિ મારિ પાસે કે શુ કહુ ??
    તમે તમે જ છો …. તમારી પાસે હું કઈ પણ નથી …..!
    આટલું સરસ લખ્યું કે બસ પૂછો જ માં …!!
    હું પણ જરા કૈક કહું ચુ જે નીચે મુજબ છે ….!!

    “ચાલ જીંદગી થોડુ બેસીએ હવે,
    મારા કરતા તુ વધારે થાકી ગઈ.”

  23. Yogini said,

    May 24, 2014 @ 10:24 PM

    Hi kajalben, I have listen your very strong and touching lecture also. I am very impresses with your personality I love both of these kavya rachana. I wish I read all of your kavya rachana thanks for wonderful creation very touching

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment