નહિતર આટલી સાલત નહિ માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીછુંય મૂકી જાય છે પંખી ?
જગદીશ વ્યાસ

વેલેન્ટાઈન-વિશેષ :૧: જોડણી – કેરોલિન વેલ્સ (અનુ.: સૌરભ પારડીવાલા)

જ્યારે વીનસે કહ્યું,’ “ના” ની જોડણી મને લખી બતાવ.’
નને કાનો ‘ના’ ડેન કામદેવે હર્ષથી લખ્યું.
અને પોતાની સફળતા પર હસ્યો.
‘અરે બાળક’, વીનસે ધીમેથી હસતાં કહ્યું:
‘અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
અમારી જોડણી આ છે : હને કાનો “હા.” ‘

– કેરોલિન વેલ્સ
અનુ. સૌરભ પારડીવાલા

લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને વેલેન્ટાઈન ડે પર ગુલાબી શુભકામનાઓ… આજે આ ખાસ દિવસે દર આઠ કલાકે એક એમ કુલ ત્રણ અલગ-અલગ ભાષાના વિદેશી પ્રણય-કાવ્યોનું બિલિપત્ર આપને ખાસ ઉપહાર સ્વરૂપે મળતું રહેશે…

સ્ત્રી અને પુરુષની પ્રણયની વ્યાખ્યા અને વિભાવના સાવ અલગ હોય છે. ક્યાંક વાંચ્યું હતું, ‘A woman gives her body to get love while a man gives love to get body.’ લગભગ આ જ વાત અમેરિકન કવિ કેવી સચોટ રીતે લઈ આવે છે! પુરુષની ‘ના’ માત્ર ‘ના’ જ હોય છે જ્યારે પ્રેમમાં સ્ત્રીની તો ‘ના’ પણ ‘હા’ હોય છે…

10 Comments »

  1. mukesh Variawa said,

    February 14, 2009 @ 7:38 AM

    કુંવરબાઇનું મામેરું – 2009
    કવયિત્રી: શ્રી નીલમ દોશી

    દીકરી ના આવ્યા હોંશીલા તેડા..

    યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
    મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
    લઇ શું જાવું દીકરી માટે?
    નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……

    ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
    લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

    અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
    આંખ્યુ જાય અંજાય..
    માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
    ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

    હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
    જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.

    લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
    ને ઉષા ના પાલવમાંથી ઉગતા-
    સૂરજ નો રાતોચોળ રંગ……..
    ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,
    ‘રજ વનરાવનની લાવજો…

    ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,
    આયનો એવો એક લાવજો..

    ગુણાકાર-ભાગાકાર કરી કરી,
    ગણિત થઇ ગયું હવે પાકું,
    ડોલરિયા આ દેશમાં…
    વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.

    ‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
    આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.

    સગવડિયા આ પ્રદેશ માં ..
    લાવજો હાશકારી નવરાશ,
    ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..

    મસમોટા આ મારા મકાન ને..
    ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

    ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
    પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
    પરફયુમ –ડીઓ નહીં.
    ભીની માટી ની ભીનાશ ભરી લાવજો

    થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
    વેલાવેલા આવી હેતના હલકારાઆલજો

    – કવયિત્રી: શ્રી નીલમ દોશી

  2. pragnaju said,

    February 14, 2009 @ 8:15 AM

    અમે સ્ત્રીઓ આમ જોડણી કરતાં નથી.
    અમારી જોડણી આ છે : હને કાનો “હા.”
    વાહ્
    યાદ આવી
    A Valentine is nothing like
    A chocolate or a rose.
    For in a week these shall be gone,
    But Valentines remain.
    If love were always sweet to tongue
    Or fragrant to the nose,
    Each day would be like Valentine’s,
    And we would go insane.

    A Valentine just hangs around
    And every days are here.
    So one is wise to choose one well
    And chocolates to resist.
    For in the midst of mania
    It’s nice to have one near.

  3. urvashi parekh said,

    February 14, 2009 @ 4:08 PM

    મુકેશભભાઈ એ મુકેલ રચના ઘણી સરસ છે.
    સરસ અભિવ્યક્તિ છેને મને ખુબ ગમિ.ઘણુ જ સરસ..
    અભિનન્દન્..

  4. ધવલ said,

    February 14, 2009 @ 10:39 PM

    🙂

  5. jyesh.rana said,

    February 15, 2009 @ 4:46 AM

    i don’t know about this side so friest a foll,i thank’s to faysal becouse they send me this webside addres.i like to much this side.i hope in this side give you more informetion.thank you.

  6. Kishore Modi said,

    February 15, 2009 @ 11:06 AM

    બધિ રચનાઓ પ્રસંગ અનુસાર હોવાથિ ગમિ દિવસ સુધરિ ગયો આભાર

  7. urvashi parekh said,

    February 15, 2009 @ 8:40 PM

    મુકેશ ભાઈ એ સરસ લખ્યુ છે.
    ઘણુ વાસ્તવીક્તા થી ભરેલુ છે..
    રચના ઘણી ગમી.મન ને સ્પર્શિ ગઈ..
    અભિનન્દન..

  8. Pinki said,

    February 24, 2009 @ 11:54 PM

    વૅલેન્ટાઈન ડે નિમિત્તે વૅબમહેફિલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    કારણકે ઑનટાઈમ એના પર છે
    અને રુબરુ belated …….!!

  9. nilam doshi said,

    September 23, 2013 @ 2:19 AM

    this poem is written by me..but cant see may name here.. mukeshbhai ? dont know him.

    mari bahu janiti rachana a che.its on my blog too and vijay shah has also put this poem on his blog with my name only.

  10. વિવેક said,

    September 23, 2013 @ 2:36 AM

    આદરણીય નીલમબેન,

    ધ્યાન દોરવા બદલ ખૂબ ખૂબ આભાર… નેટજગત પર આવું ચૌર્યકર્મ અનવરત ચાલી રહ્યું છે… એમની કોમેન્ટ એડિટ કરીને આપનું નામ મૂકી દઉં છું. એક મેલ એમને હું કરું છું જો આ ઇ-મેલ એડ્રેસ સાચું હોય તો… આપ પણ એમને મેલ કરી શકો છો: shilpayojan@yahoo.co.in

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment