ના ઉંબરે, ન બ્હાર, ન ઘરમાં હતા અમે
શબ્દોની કોઈ ગેબી અસરમાં હતા અમે.
– આશ્લેષ ત્રિવેદી

ચૂમી છે તને – મુકુલ ચોકસી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

10 Comments »

  1. વિશાલ મોણપરા said,

    January 17, 2006 @ 11:50 PM

    મારી પાસે આ ગઝલની માત્ર ચાર જ કડીઓ હ્તી. બીજી બે કડીઓ માટે આભાર

  2. મીતેષ said,

    January 18, 2006 @ 2:47 PM

    પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

    – અફલાતુન!

  3. Anonymous said,

    January 20, 2006 @ 11:28 AM

    સાવ નટખટ થઇ અને જો ફસાવી છે તને,
    ક્રોળિયાના પાતળા જાળામાં ચૂમી છે તને.

  4. Parmar Nisarg said,

    March 17, 2007 @ 2:59 AM

    ખુબ સરસ છે
    i want to listen that sont
    “સાવરિયો રે મારો”

  5. bpatel.... said,

    March 18, 2007 @ 6:53 AM

    ખુબજલોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
    પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

    પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
    વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

    ખુબજ સરસ …. સુન્દર …..

  6. JaLeBi said,

    March 29, 2007 @ 8:25 AM

    સરસ પક્તિ અને ઘનુ રોમાન્તિક 😉

  7. ashmi said,

    April 10, 2007 @ 1:24 AM

    સુદ્ર્,મુકુલભૈયા મારા પ્રિય ક્વિ ચે . અએમ્નો લ્ખેલ શેર ઃ
    “kisso kevo saras che beu jan sukhi thaya no 6 ,
    mane anand uche gaya no ne,tane pallu tane tari taraf namya no 6”
    dampatyajivan nu utkrusta udaharn ape 6.
    ahi be ne be hoto na sarvala ma chumi 6 tane .. mari gamati litio(! ke anubhuti/)
    6
    nice

  8. Bhavesh Sheladiya said,

    January 7, 2012 @ 12:39 PM

    તમારા સમ …..તમારા સમ ……….
    ઍક દમ જક્કાસ ……….રુવાટા ઉભા કરી દિધા હો………..

  9. rakesh said,

    July 11, 2012 @ 5:33 AM

    અદભુત તમારા સમ

  10. તમારા સમ…. – મુકુલ ચોક્સી – ટહુકો.કોમ said,

    March 24, 2020 @ 12:41 AM

    […] જખમ પણ આપ છો ને આપ છો મરહમ… તમારા સમ તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ ———————— ગઝલ ‘ચૂમી છે તને’ ના બધા શેર અહીં વા… […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment