ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.
અંકિત ત્રિવેદી

મુક્તિ-મંત્ર – શૂન્ય પાલનપુરી

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની  બેડીઓ  ‘કાયર’  સમા શબ્દો  કહી જાશે.
જવાંમર્દીથી   એક  જ  કૂદકે   અવરોધ  ટાળી  દે,
નહીંતર   મંઝિલો  દીવાલની  પાછળ  રહી   જાશે.

– શૂન્ય પાલનપુરી

10 Comments »

  1. ઊર્મિ said,

    January 28, 2009 @ 10:21 PM

    મસ્ત મજાનો મંત્ર આપ્યો છે શૂન્યસાહેબે…!

  2. ડો.મહેશ રાવલ said,

    January 28, 2009 @ 10:47 PM

    જગતસાથે ખુદ્દાર શખ્સિયતને કાયમ “કાંટે કી ટક્કર” જેવું જ વલણ રહ્યું છે!
    અહીં પણ શૂન્યસાહેબ,જમાનાના મનસ્વીપણાની સામે ખુલ્લેઆમ ટક્કર લઈને ચૂપચાપ સિતમ સહન કરવાને બદલે જવાંમર્દી કેળવવાની ચૂંટી ખણીને કાયરપણાની કાળીટીલીથી બચવાનો,ઊર્મિએ કહ્યું એમ”ગુરૂ મંત્ર”
    આપે છે……
    તો,
    એ શીખામણ-“સર આંખોપર……!”

  3. વિવેક said,

    January 29, 2009 @ 12:25 AM

    મારા જેવા આળસુ માટે મજાનો ચાબખો…

  4. vishwadeep said,

    January 29, 2009 @ 9:06 AM

    સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
    કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે. સુંદર શે’ર્

    મારો મમરો**** બોલે એના બોર વેચાય! મૌનના કઈ પડઘા પડે!
    બસ ચાલતા રહો! જ્યા લગી કદમ કબર પાસ આપો આપ થ્ંભી જશે!

  5. pragnajuvyas said,

    January 29, 2009 @ 9:25 AM

    ઢંઢોળી કાઢતું મુક્તક
    આજના અશાંત વિશ્વમાં શાંતિ દિવસ કઈ રીતે ચુપચાપ પસાર થઈ જાય છે તેનો આપણને ખ્યાલ સરખો પણ રહેતો નથી!વિશ્વના મોટા ભાગના દેશ આજે આતંકવાદનો ભોગ બન્યા છે, એટલે વિશ્વ શાંતિદિવસ પર વિશ્વમાં શાંતિની સ્થાપના માટે જરૂરી છે કે આતંક વિરુદ્ધના યુદ્ધને આરોપ-પ્રત્યારોપ કે રાજકીય નિવેદનબાજીમાં ગૂંચવ્યા વિના કે અસ્મિતાઓના સંઘર્ષમાં ફેરવવાને બદલે આપણે અશાંતિના મૂળને ઓળખીએ અને પ્રામાણિકતાપૂર્વક તેનો ખાત્મો બોલાવવાની કોશિશ કરીએ, કારણ કે જયાં પણ માનવતા જોખમમાં હશે ત્યાં શાંતિ શબ્દ અર્થહીન બની જશે

  6. અનામી said,

    January 29, 2009 @ 10:38 AM

    મારા જેવા મહા-આળસુ માટે મજાનો ચાબખો…

  7. vishwajit said,

    February 1, 2009 @ 2:10 PM

    જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,

  8. vishwajit said,

    February 1, 2009 @ 2:16 PM

    જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
    ખુબ સરસ અવરોધ ટાળી દે તેજ જવામર્દ

  9. paresh chavda said,

    January 14, 2013 @ 9:00 AM

    ખુબ જ સરસ મુક્તક્

  10. paresh chavda said,

    January 14, 2013 @ 9:06 AM

    ખુબ જ સરસ મુક્તક્ ,

    સલામ શુન્ય સાહેબ ને ,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment