માંગવાના હોંશ પણ રહેશે નહીં,
કોઈ જ્યારે આપનારું આવશે.
સુધીર પટેલ

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

5 Comments »

  1. Siddharth said,

    January 11, 2006 @ 4:14 PM

    hi,

    Somehow, you come out with poems which are close to my heart but could not able to find with extensive efforts.

    પહેલા ‘પગલા વસંતના’ અને ત્યારબાદ આ કવિતા રજૂ કરીને મજા કરાવી દીધી. જો તમને ‘મને શું શુ ગમે’ કવિતા મળે તો જરૂરથી રજૂ કરશો. બાળપણમાં ચોથા ધોરણનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકમાં આ કવિતા હિન્દી લિપીમાં લખાઈને રજૂ થઈ હતી. કદાચ સુંદરમ્ રચિત.

    સિદ્ધાર્થ શાહ

  2. narmad said,

    January 11, 2006 @ 4:48 PM

    Thanks, Siddharth. I will try to find the poem for you.

    Dhaval.

  3. deepti mehta said,

    July 16, 2008 @ 9:21 AM

    hi,
    હુ હમેશ ગુજ્રરાતિ ભાશા નિ ચાહ્ક રહિ ચ્હુ.i am sorry i cant type
    properly in gujrati. i love my mother toung gujrati a lot
    i m proud to be gujrati.
    i like this song a lot and we r used to sing this song a
    alot.i request if u find the poem’જુદિ જિન્દ્ગગિ ચ્હે મિજજે મિજાજે
    i forget name of poet but his upnam is Gafil.i have this poem but missed one line.pl.help me to get it.thanks.next time i w’ll try to type in gujrati.its my duty.i w’ll be happy.

  4. deepti mehta said,

    July 16, 2008 @ 9:22 AM

    WHAT IS URI?

  5. વિવેક said,

    July 16, 2008 @ 10:12 AM

    પ્રિય દિપ્તી,

    જુદી જિંદગી છે મિજાજે મિજાજે ગઝલ મનુભાઈ ત્રિવેદીની છે. આપ આ ગઝલ અહીં માણી શક્શો:

    http://amitpisavadiya.wordpress.com/2006/07/25/judi-jindagi/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment