હોવાની પેલી બાજુ આવી મને મળો તો
સમજાવું – છોને બે હો, હર શ્વાસ છે ઉજાણી.
- વિવેક મનહર ટેલર

(શંકા નથી) – રમેશ શાહ

એક તો વિચાર એ નિર્બંધ છે, શંકા નથી,
માનવીને માનવીની ગંધ છે, શંકા નથી.

ડાળીઓ ને પાન વચ્ચે જે સતત જળવાય છે,
સાચવી લો, એ જ તો સંબંધ છે, શંકા નથી.

દિલ, દીવાલો, પહાડ, રસ્તા- બસ, તિરાડો છે બધે,
કંઈ નથી એવું કે જે અકબંધ છે, શંકા નથી.

ના મળ્યા ઘરમાં તમે તો રંજ એનો શો ભલા?
અહીં મળ્યા એ પણ ઋણાનુબંધ છે, શંકા નથી.

– રમેશ શાહ

મજાની ગઝલ છે, શંકા નથી…

2 Comments »

  1. સુરેશ જાની said,

    January 20, 2018 @ 11:57 AM

    શંકા-ગઝલ આ યોગ્ય છે. સંબંધ અભરાઈ પર ચઢ્યા.
    પોકળ સંબંધો ઠોસ માનીને જીવ્યા – શંકા નથી.

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    January 21, 2018 @ 1:56 AM

    અતિ સુંદર ..

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment