વર્ષો વીતી ગયાં હો ભલે ઈન્તેઝારમાં,
આવ્યાં તમે તો લાગ્યું : ઘડી બે ઘડી ગઈ.
મરીઝ

() – કપિલા મહેતા

મારી આંખોમાંથી
બહાર ધસી આવતા આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

તમે ક્યાં અષાઢનાં મેઘબિંદુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં

તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલા મોતી બનાવશે નહીં

તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી

એટલે જ કહું છુ:
મારી આંખનાં આંસુઓ,
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.

– કપિલા મહેતા

સ્ત્રીઓ જે રીતે જીવનની વાસ્તવિક્તાને એકદમ સહજભાવે વ્યક્ત કરી શકતી હોય છે એ રીતે પુરુષો ભાગ્યે જ કરી શકતા હશે. પ્રસ્તુત રચના નિરાશાની પરાકાષ્ઠાનું એવું જ સહજગાન છે…

4 Comments »

  1. Chitralekha Majmudar said,

    December 15, 2017 @ 2:30 AM

    Very sentimental,touching,emotional…Feelings are extremely well expressed. “Bolie na kai,aapanu hraday kholie na kai,vena ne rahevu chup..” I liked it very much..

  2. pragnaju vyas said,

    December 15, 2017 @ 10:38 AM

    નિરાશાની પરાકાષ્ઠાની સ રસ અભિવ્યક્તી
    યાદ આવે આલ્ફ્રેડ ટેનિસન
    આંસુ,
    મિથ્યા આંસુઓ,
    મને ખબર નથી એનો અર્થ શું?
    આંસુ, ગહન આંતરીક નિરાશાને લીધે હ્રદયમાં ઉદભવતા
    અને શરદઋતુના લહેરાતા ખેતરોને જોઈને આંખોમાં ઉભરાતા આ આંસુઓ
    એ દિવસોને વિચારે છે જે હવે રહ્યાં નથી.
    વહાણ પર પડતા સૂર્યના પ્રથમ કિરણ જેવા તરોતાજા હ્રદયસ્થ મિત્રોને,
    તેમની યાદોને ઉભારી લાવે છે,
    અંતિમ મુલાકાત જેવું ઉદાસ,
    રાતુંચોળ મન અંતિમોને વળોટીને આપેલા સમગ્ર પ્રેમ સાથે ડૂબી રહ્યું છે
    ખૂબ ઉદાસ, ખૂબ તરોતાજા એ દિવસો હવે રહ્યાં નથી.
    આહ, આસુ

  3. સુરેશ જાની said,

    December 15, 2017 @ 12:01 PM

    સ્ત્રીઓ જે રીતે જીવનની વાસ્તવિક્તાને એકદમ સહજભાવે વ્યક્ત કરી શકતી હોય છે એ રીતે પુરુષો ભાગ્યે જ કરી શકતા હશે.
    ——–
    સોરી… શેખાદમ આબુવાલા…
    હે, વ્યથા ! હે, વ્યથા !
    કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

    વ્યથા – શેખાદમ આબુવાલા

  4. Shivani Shah said,

    December 18, 2017 @ 1:11 PM

    વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment