દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
– ‘શૂન્ય’ પાલનપુરી

(રાખે છે) – હનીફ સાહિલ

એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છે
સતત એ દોડતો મુજને હરણમાં રાખે છે

ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાં
સતત અભાવના વાતાવરણમાં રાખે છે

સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાં
કદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે

એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીને
ઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે

કદી એ આપે તરસ માંહે તડપવાની સજા
કદી એ નીરથી ખળખળ ઝરણમાં રાખે છે

ન ખુલ્લી આંખમાં રાખે, ન બંધ આંખોમાં
છતાંય રાતદિવસ એ સ્મરણમાં રાખે છે

હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં
કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે

– હનીફ સાહિલ

પરમ કૃપાળુની પરમ કૃપાની અભિવ્યક્તિની ગઝલ….

5 Comments »

  1. સુરેશ જાની said,

    February 3, 2018 @ 8:51 AM

    પરમ શક્તિને પ્રણામ.
    ————-
    તગઝ્ઝુલ એટલે ?

  2. Girish Parikh said,

    February 3, 2018 @ 11:43 AM

    રખવાળો છે એ જ.

  3. સુરેશ જાની said,

    February 4, 2018 @ 10:07 AM

    તગઝ્ઝુલ –

    https://gu.oxforddictionaries.com/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/%E0%AA%A4%E0%AA%97%E0%AA%9D%E0%AA%9D%E0%AA%B2

  4. Girish Parikh said,

    February 4, 2018 @ 8:20 PM

    તગઝ્ઝુલ વિશે આ લીંક પરથી પણ માહિતિ મળશેઃ

  5. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    February 4, 2018 @ 8:31 PM

    અતિ સુંદર ગઝલ.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment