કાળ સામે હણહણે એ પ્રેમ છે,
પાંગરે અડધી ક્ષણમાં એ પ્રેમ છે.
ભગવતીકુમાર શર્મા

નથી શકતો – ‘બેફામ’ બરકત વિરાણી

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.

ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.

જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.

ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.

– ‘બેફામ’ બરકત વિરાણી

ત્રીજો શેર !!!! અદભૂત !!!

9 Comments »

  1. pravin shah said,

    July 30, 2017 @ 4:56 AM

    Excellent

  2. SARYU PARIKH said,

    July 30, 2017 @ 10:23 AM

    ખુબ સરસ.
    છેલ્લે ‘કડી’ની જગાએ ‘કદી’ હશે?
    સરયૂ પરીખ

  3. Saurabh bhatt said,

    July 30, 2017 @ 12:11 PM

    ખૂબ સરસ…

  4. Rajnikant Vyas said,

    July 30, 2017 @ 10:44 PM

    અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
    સુંદર. ગમ્યું.

    સુરેશ શાહ, સિંગાપોર

  5. Suresh Shah said,

    July 30, 2017 @ 10:45 PM

    અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
    સુંદર. ગમ્યું.

    સુરેશ શાહ, સિંગાપોર

  6. Hitesh Topiwala said,

    July 31, 2017 @ 7:20 AM

    જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
    કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.

    અદ્ભુત “બેફામ” સાહેબ

  7. મયુર કોલડિયા said,

    August 7, 2017 @ 1:38 AM

    વાહ ક્યાં બાત…
    ત્રીજો શેર અત્યંત સુંદર…

  8. મયુર કોલડિયા said,

    August 7, 2017 @ 1:41 AM

    ત્રીજા શેરમાં સૂર અને ના વચ્ચે space છોડવાની રહી ગઈ લાગે છે.

    છઠ્ઠા શેરમાં ઉલા મિસરામાં એક ગા ઘટે છે.

  9. વિવેક said,

    August 7, 2017 @ 8:41 AM

    @ મયુર :

    સાચી વાત છે. ઝીણવટભર્યા નિરીક્ષણ બદલ આભાર…. પુસ્તકમાં જોઈને સુધારો કરી લઈશું …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment