મને હાથમાં છો હલેસાં ન આપો
નદીના પ્રતાપે તરે છે તરાપો
કુમારજૈમિનિ શાસ્ત્રી

કેમે કર્યો આ હાથ – જગદીશ ત્રિવેદી

ફૂલનો ગુચ્છો લઈને એક ડાળી પાતળી
રોજ બારીમાં રહે છે ઝૂમતી-
આ હાથ ફેલાવું અને
આવી પડે-
એટલું- બસ એટલું અંતર,
કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ.

એક અણિયાળું શિખર
મુજ આંખને તેજલ તળાવે
રોજ તરવા ઊતરે-
કાંઠે પડેલો હાથ તરસ્યો તાકતો એવી રીતે
કેમે કર્યો આ હાથ લંબાયો નહિ.

ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
એક્કેય પણ તે તારલાને ચૂંટવા
કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.

-જગદીશ ત્રિવેદી

ત્રણ અલગ અલગ પ્રતીકો સાથે કવિ નિષ્ક્રિય પડેલા હાથની નિષ્પ્રાણતા સંયોજી અદભુત કાવ્યતત્ત્વ સિદ્ધ કરે છે. ‘કેમે કર્યો આ હાથ ફેલાયો/લંબાયો/ઊંચકાયો નહીં’ પંક્તિને કવિતાના ત્રણે ભાગના અંતે માત્ર એક જ શબ્દફેર સાથે ગીતમાં ઉપાડ તરીકે આવતી ધ્રુવપંક્તિની જેમ પ્રયોજીને કવિ જે કહેવા માંગે છે એને સતત ઘૂંટતા રહે છે.

આપણી આંખની સામે, આપણી આંખની અંદર અને આપણી આંખની ઉપર એમ આપણી અંદર-બહાર-ચોતરફ વ્યાપ્ત સત્ત્વ કે ઈશ્વર કે તકો કે ખુશીને આપણે તરસ્યા થઈને જોતા જ રહીએ છીએ. એને પામવા માટેનો યોગ્ય પુરુષાર્થ કરવાની આપણી વૃત્તિ જ મરી પરવારી છે જાણે.

8 Comments »

  1. dipti said,

    January 16, 2009 @ 1:07 AM

    આપણા મનમા જ જો ઉત્સાહ ના લાવેી શકિએ અને હાથ લામ્બો ન થઈ શકે તો જેીવનનો સાચો આનન્દ કેવેી રેીતે માણેી શકાય? કવિ બહુ સુન્દર વાત જુદેી જુદેી રેીતે સમજાવે ચે.

  2. પ્રતિક મોર said,

    January 16, 2009 @ 2:35 AM

    દિલ ની વાત કહી શક્યો નહિ
    દોસ્તિથી આગલ વધી શાક્યો નહિ

    એ ખુદ ને સોપવા તૈયાર હતી.
    બસ્ હું જ્ હાથ લંબાવી શક્યો નહિ.

    પ્રતિક મોર
    pratiknp@live.coમ્

  3. Nirav said,

    January 16, 2009 @ 3:21 AM

    આપણી ક્ષમતાના વર્તુળને સતત વિસ્તરતા જ રહેવુ પડે અને એથી વિશેષ આપણી ઝન્ખના સાચી દિશામા વિસ્તારવી રહી.

    નીરવ

  4. ડો.મહેશ રાવલ said,

    January 16, 2009 @ 3:48 AM

    સુંદર,પ્રતિકાત્મક વાત .
    કવિની સિધ્ધહસ્તતા લાગણીઓમાં ઊભરી આવી છે-અને હા !
    પ્રયોગાત્મકતા પણ ખરી !
    -અભિનંદન સર !

  5. P Shah said,

    January 16, 2009 @ 6:21 AM

    એટલું- બસ એટલું અંતર,
    કેમે કર્યો પણ હાથ ફેલાયો નહિ…….
    સુંદર પ્રતિકો પ્રયોજી ખૂબ સુંદર વાત કહી.
    અભિનંદન !

  6. pragnaju said,

    January 16, 2009 @ 8:42 AM

    ત્રણેય સરસ પ્રતિકોમાં આ શિરમોર
    ક્યારેક તો મુજ શીર્ષને સ્પર્શી જતું
    આકાશ આવે છે ઝૂકીને એટલું નીચું-
    એક્કેય પણ તે તારલાને ચૂંટવા
    કેમે કર્યો આ હાથ ઊંચકાયો નહિ.
    ાભિનંદન્

  7. Pinki said,

    January 16, 2009 @ 9:33 AM

    કેમેય કરી આ હાથ કૉમેન્ટ લખ્યા વિના ના રહે તેવી રચના …. ?!!!

  8. ધવલ said,

    January 16, 2009 @ 10:31 AM

    ઘૂંટાતા અભાવની વાત બહુ અસરકારક રીતે આવી છે… છેવટે તો અકર્મણ્યતાને હરાવવી જ પડે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment