એની પણ જરૂર
વ્યથા વારતા હશે,
વાદળો કેમ આમ
આંસુ સારતા હશે !!!
– અતુલ દવે

કેવા રમતારામ હતા – સૈફ પાલનપુરી

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો ?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા !

– ‘સૈફ’ પાલનપુરી

સૈ.પા.ની આ ગઝલ જખ્મોની યાદીવાળા શેરથી પ્રખ્યાત છે. પણ બાકીના બીજા શેર પણ એકએકથી ચડીયાતા છે. છેલ્લા શેરમાં ‘સૈફ’ પોતાની જાતમાંથી નીકળીને, દૂરથી પોતાના વિષે વાત કરે છે એ અલગ જ પ્રભાવ પાડે છે.

6 Comments »

  1. gaurang said,

    July 21, 2006 @ 10:49 AM

    બહુ જ સુંદર ગઝલ …

  2. bhavesh said,

    October 27, 2006 @ 3:42 AM

    saif ni badha muktak ane gazal apso to hazu ghani maja avshe.

  3. Vipul Tank said,

    July 16, 2009 @ 1:14 AM

    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા………

    ખુબ સરસ……

  4. rahul said,

    July 17, 2009 @ 4:02 AM

    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
    બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા………

    ossommmmmmmmmm……….

  5. PREM said,

    July 22, 2009 @ 9:15 AM

    hi……..

  6. suresh shah said,

    August 20, 2015 @ 4:10 AM

    અમ્નિ બિગિ ગઝલ નો બિઝો શેરે યાદ આવ્યો

    તમારાજ માતે કુદરત ને કહિને સિતારા ના સન્ગાર્ ચોગમ સજાવ્આ
    રહિ બેખુદિ કએઇક અવિકે વિતિ રાત ત્યારે તમો યાદઆવ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment