પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
વિવેક મનહર ટેલર

તુ શું કરીશ ? – મુકેશ જોશી

ખેરવી નાખે જ તારાં પાન તો તુ શું કરીશ ?
ખીલવાનું દે પછી આહ્વવાન તો તુ શું કરીશ ?

વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?

કાલ જેને તે હણ્યો તે સત્યવક્તા હુ હતો
રુબરુ આવી કહે ભગવાન તો તુ શું કરીશ ?

જિંદગી વાંચીને તારી એ કરે જો ફેસલો
ભાગ્યમાં તારા નથી અવસાન તો તુ શું કરીશ ?

– મુકેશ જોશી

તીક્ષ્ણ-અણિયાળા સવાલો…..ટિપિકલ મુકેશ જોશી !!

8 Comments »

  1. Jishnu panchal said,

    March 19, 2017 @ 2:53 AM

    Very nice. Tu shu karish ? Amazing

  2. Rohit kapadia said,

    March 19, 2017 @ 8:28 AM

    બહુ જ સરસ રચના. બે પંક્તિ વાંચતા સ્ફૂરી તે લખું છું.
    તુ સતત મોતની માંગણી કર્યા કરે
    ને એ પાછું ઠેલ્યા કરે તો શું કરીશ?

  3. vimala said,

    March 19, 2017 @ 1:53 PM

    “એમને મુઠ્ઠી ભરી તુ શાપ દેવા નીકળે
    એ તને જો આપશે વરદાન તો તુ શું કરીશ ?”
    સુંદર ક્રુતિ.

  4. Harshad said,

    March 19, 2017 @ 2:04 PM

    Beautiful thoughts. Beautiful Creation !!

  5. Maheshchandra Naik said,

    March 19, 2017 @ 3:13 PM

    સરસ પ્રશ્નોતરીની રચના……..બધા જ શેર લાજવાબ્… અભિનદન્……..

  6. ketan yajnik said,

    March 19, 2017 @ 10:40 PM

    હવે તો મૌન જ્

  7. amit shah said,

    March 20, 2017 @ 1:55 AM

    VERY COMMONLY FOUND IN
    TODAYS WORLD

    VERY TRUTHFUL QUESTION

    વેશ સાધુનો લૈ તું બ્રહ્મચારી થાય પણ
    જાગશે તારા મહી શેતાન તો તુ શું કરીશ ?

  8. chandresh said,

    March 20, 2017 @ 5:54 AM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment