અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
– જિગર ફરાદીવાલા

(જોઈ લે ભૂતકાળ) – ભાવેશ ભટ્ટ

જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?

ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !

એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!

પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!

એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!

હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !

– ભાવેશ ભટ્ટ

સ્વભાવગત ખુમારીથી છલકાતી ગઝલ… બધા જ શેર ગમી જાય એવા…

6 Comments »

  1. સુનીલ શાહ said,

    February 3, 2017 @ 1:19 AM

    વાહ..મઝાની ગઝલ

  2. Rakesh Thakkar, Vapi said,

    February 3, 2017 @ 2:54 AM

    બહોત ખૂબ!
    ચાકડાની દુર્દશાને પણ જુઓ!
    વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

  3. CHENAM SHUKLA said,

    February 3, 2017 @ 4:33 AM

    એમનાં તો આંસુ પણ લાગે અનાથ
    જે ન સમજે અર્થ પશ્ચાતાપનો……વાહ..

  4. KETAN YAJNIK said,

    February 3, 2017 @ 5:32 AM

    સરસ્

  5. Pushpakant Talati said,

    February 3, 2017 @ 10:57 PM

    ખુબ જ સરસ – અફલાતુન – અફલાતુન – અફલાતુન
    ” હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો – એ રીતે બદલો લીધો અપમાનનો !”
    બદલો લેવો તો એવો (આવો) જ લેવો કે સામાવાળા ને ખરેખર તે જેીરવવો ભારે પડી જાય
    સરસ આઈડીયાબાજ અને સચોટ સલાહ આપી છે આ રચનાકારે.
    – ધન્યવાદ. – પુષ્પકાન્ત તલાટી

  6. ashish aghara said,

    February 5, 2017 @ 7:26 AM

    Nice

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment