તારું ઠેકાણું મળ્યું છે જ્યારથી
હું મને શોધી રહ્યો છું ત્યારથી !
અદી મિરઝાં

મત્લા ગઝલ – પંકજ વખારિયા

સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં

પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં

વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં

નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં

સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં

તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં

બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં

– પંકજ વખારિયા

9 Comments »

  1. shreyas said,

    June 9, 2017 @ 2:01 AM

    વાહ અદભુત ગઝલ્

  2. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    June 9, 2017 @ 2:02 AM

    વાહ! મત્લા-ગઝલ.

    વિચાર્યું હજી તો સરકાર વિરુદ્ધ દેખાવ બાબતમાં,
    ચર્ચાય છે મારુ નામ આગલા ચુનાવ બાબતમાં.

    જય ભારત
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  3. Chitralekha Majmudar said,

    June 9, 2017 @ 5:03 AM

    અમે લચી પડી શાખા સ્વભાવ બાબતમાં
    તમારા તાડ શા તેવર ઝુકાવ બાબતમાં…..વાહ

  4. મનોજ શુક્લ said,

    June 9, 2017 @ 7:45 AM

    વાહ … બાબતમાં

  5. Dikshant Savaliya said,

    June 9, 2017 @ 8:29 AM

    જદિસ સર ખુબ સરસ

  6. જગદીશ કરંગીયા 'સમય' said,

    June 9, 2017 @ 8:31 AM

    @ Dikshant Savaliya :- આભાર.

    જય ભારત
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  7. Vineshchandra Chhotai said,

    June 9, 2017 @ 10:24 AM

    Current situation well defined

  8. Jayendra Thakar said,

    June 9, 2017 @ 5:09 PM

    ઘુંચ વાળની છું કાંસકી બાબતમાં
    જરા તેલ નાખ થાયે સરળ બાબતમાં

  9. Rakesh Thakkar, Vapi said,

    June 10, 2017 @ 12:39 AM

    અદભુત ગઝલ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment