આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.
વિવેક મનહર ટેલર

બીજું પણ કંઈ ઘણું બધું છે – અનિલ ચાવડા

આંખો ઉપર ચશ્માં ઉપર દ્રશ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા, જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ, પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

– અનિલ ચાવડા

કાયમ નવતર કલેવર અને માવજત સાથે સર્જન કરનાર અનિલની આ એક તાજગીસભર રચના….વાતચીતની ભાષામાં આખી રચના છે.

9 Comments »

  1. રાજુલ said,

    December 25, 2016 @ 12:38 AM

    મસ્ત મસ્ત

  2. વિવેક said,

    December 25, 2016 @ 12:53 AM

    લાંબી બહેરની સુંદર રચના…

    નયન દેસાઈની ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે’ યાદ આવી જાય…

  3. Nehal said,

    December 25, 2016 @ 1:07 AM

    વાહ! અદભુત !!

  4. KETAN YAJNIK said,

    December 25, 2016 @ 5:37 AM

    વાત ચિત્ત માં ન વાત ન ચિત્ત મારી સામે આયનો ને આયના માં હું ,
    પણ ન હોંકારો કે ન દેકારો બસ શૂન્યતામાં ન જીવ કે ના શિવ

  5. dharmesh said,

    December 25, 2016 @ 11:40 PM

    ઓહો… માહોલ બદલી નાખે એવી રચના… તણખાના સમ્વેદનો તો ઓહો… અદ્ભુત્.. વાહ અનિલ સાહેબ.. કવિમિત્ર જિગર જોષીની આવી જ રચના યાદ આવી ગઇ… વ્હાલ કરી દઉ.. અતિસુન્દર chhand chhe aa… (sorry it was too difficult to type gujarati here and i have to edit it many times… so changed the language.

  6. અનિલ ચાવડા said,

    December 26, 2016 @ 2:33 AM

    વારંવાર આભાર માનવો નથી ગમતો.
    વિવેકભાઈ તો ખૂબ નજીકના મિત્ર છે. આભાર માનીએ તો પણ એમને ન ગમે.
    પણ લયસ્તરો ટીમ જે કામ કરી રહી છે અને મારા જેવા સર્જકને અનેક સુધી પહોંચાડે છે તે માટે હું આભારી છું જ છું.

  7. CHENAM SHUKLA said,

    December 26, 2016 @ 5:15 AM

    વાહ્…..ઘણું બધું છે ……

  8. Jigar said,

    December 26, 2016 @ 7:48 AM

    magical piece !!

  9. Shabnam khoja said,

    February 23, 2018 @ 4:10 AM

    Superb…

    Kavi mukhe sambhadvani khub maja..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment