વસ્તુ ભલે હો એક, છે અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
વિવેક મનહર ટેલર

‘મરીઝ’ સાહેબને સલામ * – હેમેન શાહ

આજે બધે જે વાતની ચકચાર હોય છે,
ભાગ્યે જ કાલે કોઈને દરકાર હોય છે.

નીકળે ન શબ્દ એકે પ્રશંસાનો ભૂલથી,
લોકો જગતના એવા ખબરદાર હોય છે.

સ્વીકારે જેની વાતને મૃત્યુ પછી જગત,
એના જીવનમાં ઓછા તરફદાર હોય છે.

પલટે પલકમાં પોતાનાં આંસુને સ્મિતમાં,
દુનિયામાં કેટલાય કલાકાર હોય છે.

પડછાયો પણ તિમિરમાં નથી સાથ આપતો,
મુશ્કિલ સમયમાં કોણ વફાદાર હોય છે ?

ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.

– હેમેન શાહ

મરીઝની જાણીતી ગઝલની જમીન પર કામ કરીને હેમેન શાહ મરીઝની જ બાનીમાં એક-એકથી વધુ ચડિયાતા ચોટદાર શેરની ગઝલ લઈ આવ્યા છે… ધીમે ધીમે મમળાવીએ…

(*બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે)

6 Comments »

  1. Girish Parikh said,

    December 31, 2016 @ 3:45 PM

    હેમેનને પણ સલામ!

  2. KETAN YAJNIK said,

    December 31, 2016 @ 10:58 PM

    વાલેકુમ સલામ

  3. Harshad said,

    January 1, 2017 @ 2:48 PM

    Vaahhhh.

  4. pushpakant Talati said,

    January 2, 2017 @ 6:41 AM

    વાહ, ! !! !!! – નીચેની પન્ક્તિઓ તો ગજબ છે હો.

    “ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
    એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.”

    ખરેખર ખુબ જ ઉમદા કલ્પન તથા તેવો જ ઉમદા વિચાર.
    રચૈતા ને ઘણા ઘણા અભિનન્દન્ તથા આવી પોસ્ટ મુકવા બદલ શ્રી વિવેકભાઈ નો પણ આભાર

    – પુષ્પકાન્ત તલાટી નાં દરેક ને જય શ્રી ક્રુષ્ણ & રામ-રામ

  5. poonam said,

    January 3, 2017 @ 1:26 AM

    ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
    એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
    – હેમેન શાહ Kya baat.

  6. Ashish Talati said,

    January 15, 2017 @ 1:12 AM

    બહુ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment