ચમરબંધ માણસનો ફફડાટ જો,
હતી બંધ મુઠ્ઠી, તે ખોલી જ નૈ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

તમને એમાં વાંધો છે કંઈ ? – સંજુ વાળા

અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?

જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

– સંજુ વાળા

એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.

14 Comments »

  1. સંજુ વાળા said,

    June 10, 2017 @ 2:52 AM

    ધન્યવાદ
    અને
    આભાર

  2. જગદીશ કરંગીયા 'સમય' said,

    June 10, 2017 @ 3:19 AM

    વાહ! વાહ! વાહ! શું લાંબી અને જોરદાર રદીફ છે?

    શીખી રહ્યો છું હજુ હું આ શેર, મત્લા, મક્તા, રદીફ ને કાફિયાની ભાષાને,
    ગુસ્તાખી કરી એકાદ શેરની રજુઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    જય ભારત
    —————
    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  3. chetan Shukla said,

    June 10, 2017 @ 3:58 AM

    સંજુભાઈના શબ્દો અને તેમાં સમાવિષ્ટ અર્થ -સભરતા એમને સર્જક તરીકે એક અલગ સ્થાન અપાવે છે. લાંબા રદીફને પણ જોરદાર નિભાવ્યો છે

  4. Vineshchandra Chhotai said,

    June 10, 2017 @ 9:21 AM

    As to bahuj gazab jevi vato Che ,ne,sahu me gami jase

  5. shivani shah said,

    June 10, 2017 @ 4:47 PM

    ‘ જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
    કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?’

    વાહ કવિ! શ્રોતજનનિ રસવ્રુત્તિને નમન…!

    જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
    કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ

    કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
    સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

    સુન્દર કાવ્ય.. feel like reading it again and again till it gets registered in head and heart !

  6. shivani shah said,

    June 11, 2017 @ 7:02 AM

    જિવનનુ સૌથિ પાણીદાર રહસ્ય કયુ?
    ‘who you are?’ No..
    એનો તો જવાબ આદિકવિએ આપેલો ચે..
    ‘ પવન તુ પાણી તુ ભુમિ તુ ભુધરા…’
    so is it ‘who am i ?’ and ‘why am i here?’

  7. shivani shah said,

    June 11, 2017 @ 7:43 AM

    “પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
    એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?”

    જેીવનનુ સૌથિ પાણીદાર રહસ્ય…
    ‘તુ કોણ્ ? ‘
    ?એનો જવાબ આદિકવિએ આપ્યો ચે..

    ‘પવન તુ પાણી તુ ભોૂમિ તુ ભુધરા..
    દેહમા દેવ તુ તેજ્મા તત્વ તુ
    શુન્યમા શબ્દ થઈ તુ જ રાચે”

    પાણિના ટિપાનો વિસ્તાર સાત સમુદ્ર સુધિ…વિશાળ્…
    વ્યક્તિમાથિ સમશ્ટી સુધિનો એ વિસ્તાર્…

    વાહ કવિ !
    એ રહસ્ય ‘ હુ કોણ્?’ પ્ર્શ્નનો ઉત્તર શોધવામા સમાયેલો ચે?

  8. Rakesh Thakkar, Vapi said,

    June 11, 2017 @ 9:06 AM

    ક્યા બાત હૈ!
    પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
    એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?

  9. harshvi patel said,

    June 11, 2017 @ 10:36 AM

    moj padi…

  10. Hardik said,

    June 11, 2017 @ 10:43 PM

    Khub saras gajal thi dil ni mehak mehki uthe evi sundar gajal nu aap amone raspan karavo cho je badal apne amona dil dil thi duva kariye chiye ke kayam tame aa rite gajal nu raspan karavta ro

  11. સૌરભભાઈ ભટ્ટ said,

    June 12, 2017 @ 2:34 PM

    ખૂબ જ સરસ રચના…

  12. Babu Patel said,

    June 12, 2017 @ 9:28 PM

    પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
    એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
    ખૂબ સરસ. પાણીનાં ટીપાંનું પૃથક્કરણ, અને સૃષ્ટીનાં સર્જનનું રહસ્ય !

  13. Neekita said,

    June 12, 2017 @ 10:24 PM

    Looking at the title , the brain said – Naah, then , the first line – made me, Aaah and when I reached the last line, it was – waah. Amazing! Keep it up man! Such good Ghazals are becoming rare these days.

  14. સંજુ વાળા said,

    June 13, 2017 @ 8:36 AM

    શરસ પ્રતિભવ બદલ સૌ મિત્રોનો આભારી છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment