બુરાઈ ઝપ્પ દઈને દોડી કાઢે આખી મેરેથોન,
ભલાઈને, ભલી ભાખોડવામાં વાર લાગે છે.
- વિવેક મનહર ટેલર

ગોફણની વચ્ચે છું – દિલીપ શ્રીમાળી

આગ, પાણી ને હવા આ ત્રણની વચ્ચે છું,
હું જ જાણું છું કયા સગપણની વચ્ચે છું.

વાગવાની પંખીને ઇચ્છા નથી મારી,
શું કરું, પથ્થર છું ને ગોફણની વચ્ચે છું.

માછલી દરિયો જ સમજીને તરે એમાં,
ક્યાં ખબર છે કાચના વાસણની વચ્ચે છું.

શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.

આંસુનો અવતાર પૂરો થઈ ગયો સમજો,
એક કે બે ક્ષણ સુધી પાંપણની વચ્ચે છું.

– દિલીપ શ્રીમાળી

સ-રસ રચના !

6 Comments »

  1. Rakesh Thakkar, Vapi said,

    November 4, 2016 @ 12:36 AM

    દરેક શેર દમદાર
    👌

  2. Rajul Bhanushali said,

    November 4, 2016 @ 1:08 AM

    Sundar!

  3. NIRAV REKHA said,

    November 4, 2016 @ 4:01 AM

    શ્વાસનું ટોળું મને લઈ જાય ઘરની બ્હાર,
    હુંય શ્વાસોના રખડતા ધણની વચ્ચે છું.

  4. Nehal said,

    November 4, 2016 @ 5:24 AM

    વાહ! મઝા આવી ગઈ.

  5. Sureshkumar G. Vithalani said,

    November 4, 2016 @ 8:38 AM

    અત્યંત સુંદર રચના. શ્રી દિલીપ શ્રીમાળીને ખૂબ ખૂબ અભિનંદન. laystaro.com નો આભાર.

  6. ketan yajnik said,

    November 4, 2016 @ 11:58 AM

    like

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment