બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

પૂછે તો ! – હર્ષ બ્રહ્મભટ્ટ

જો એને માણસો જેવું સૂઝે તો !
અરીસાને કોઈ ચહેરો ખૂંચે તો !

ટકોરાને તરસશે આંગળીઓ,
નજર પડતાં જ દરવાજો ખૂલે તો !

મને છોડી તમે જ્યારે જતા હો,
હૃદય મારું છતાંયે ના તૂટે તો !

તો હું સાચું કહું એને કે ખોટું ?
મને તારા વિશે કોઈ પૂછે તો !

ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
આ એકલતા પછી ઇંડા મૂકે તો !

ઘણીયે વાર પંખીઓને જોઈ,
વિચારે માછલી, દરિયો ઊડે તો !

– હર્ષ બ્રહ્મભટ્ટ

એકદમ સરળ અને સહજ ભાષા. એકપણ શેર ટિપ્પણીનો મહોતાજ નહીં પણ તોય સરવાળે કેટલી મજબૂત અને હૃદયંગમ રચના !

8 Comments »

  1. Naren said,

    November 26, 2016 @ 4:07 AM

    સુન્દર સરળ રચના,….

  2. KETAN YAJNIK said,

    November 26, 2016 @ 8:18 AM

    “આ મારી ઍકલ્તાતારી તો દીધેલ છે
    એકલતા ક્યાં એકલતા છે ,ત્તારી તો સાધેલ છે ”

    SARAS, SAHAJ,SARAL SUBHAG

  3. Jigna shah said,

    November 27, 2016 @ 3:58 AM

    ટકોરાને તરસશે આંગળીઓ,
    નજર પડતાં જ દરવાજો ખૂલે તો !

    👌👌

  4. Sunil bhimani angat said,

    November 27, 2016 @ 6:09 AM

    Nice

  5. urvashi parekh. said,

    November 27, 2016 @ 9:07 AM

    saras. takora ne tarsase anglio, nazar padta j darwajo khule to,ane pankhio ne joi,vichare machhli,dariyo ude to. saras rachna.

  6. Rakesh Thakkar, Vapi said,

    November 27, 2016 @ 11:56 PM

    very nice
    ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
    આ એકલતા પછી ઇંડા મૂકે તો !

  7. Jigar said,

    November 28, 2016 @ 7:06 AM

    waah khub saras rachana

  8. La' Kant Thakkar said,

    November 28, 2016 @ 8:10 AM

    “ભગાડી દઉં છું સન્નાટાને તેથી,
    આ એકલતા પછી ઇંડા મૂકે તો !” VAAH ..SARAS ….
    સન્નાટાનાં અનુસંધાને ….

    સન્નાટો!
    તેં કરી તારી અંગત વ્યથા-કથા,ઉડતા પવનો સાવ થંભી ગયા,
    વાદળો પણ ગાયબ થઇ ગયાં, ઉછળતા સાગરો સ્થિર શાંત થયા ,
    ફૂલોના હાસ્યો છેક વિલાઈ ગયાં,વૃક્ષોય છેકજ સ્થિર શાંત થયાં,
    પંખીઓ સ્તબ્ધ ને ઉદાસ થયા,પર્વતો સમાધિસ્થ ને શાંત થયા .
    કોઈ પૂછે છે હળવેકથી, મને,: “શું હું તારે માટે કંઈ કરી શકું?”
    હું મૂઢ, હવે મારા વિષે શું કહું?ન જાણું, હું ક્યાં છું? હું કોણ છું?
    ક્યાંથી આવ્યો? કયાં જવાનો? ખુદને પૂછી, કરી જાત-તપાસ,
    તેના આ પરિણામ છે? ભય, ચિંતા ને ચૂપકીદી બહુ જ કનડે છે!
    કબરસ્થને બહુ જ પ્રેમ કરનારો, કબર પાસે બેસી ખૂબ રડે છે,
    ત્યાં સુહાના પીળાં ફૂલો ઉગે છે! તું રંગીલી મુખરિત થઇ બોલે:
    તારા નામનો સંદેશ આપે,સુવાસ,સ્મિત,આહ્ લાદનો અર્થ ખોલે,
    વસંત આવી,ફૂલો ચમક્યાં ખૂબ,છાઇ રંગીની આબેહૂબ, તું ડોલે,
    મોસમ છલકે, ઉભરે એ વજૂદ,વારી જાઉં હવે હું કોના બોલે?
    તું હતી, એક આલમ મસ્ત હતો,હતી દિલ-મનની બેફામ વાતો,
    તું નથી,વરસું તો કોની ઉપર?એટલે છે, ફરી પાછો એજ સન્નાટો!

    લા’કાન્ત ઠક્કર ‘કંઈક’
    ૨૮.11.૧૬

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment