તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
– વિમલ અગ્રાવત

આપણી યાદગાર ગઝલો : ૦૫ : શાનદાર જીવ્યો છું – ઘાયલ

શબ્દની આ૨પા૨ જીવ્યો છું,
હું બહુ ધારદાર જીવ્યો છું.

સામે પૂરે ધરાર જીવ્યો છું,
વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું.

ખૂબ અંદ૨ બહા૨ જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિકા૨ જીવ્યો છું.

મધ્યમાં જીવવું જ ના ફાવ્યું,
હું સદા બારોબાર જીવ્યો છું.

મંદ ક્યારેય થઈ ન મારી ગતિ,
આમ બસ મા૨મા૨ જીવ્યો છું.

આભની જેમ વિસ્તર્યો છું સતત,
અબ્ધિ પેઠે અપાર જીવ્યો છું.

બાગ તો બાગ સૂર્યની પેઠે,
આગમાં પુરબહા૨ જીવ્યો છું.

હુંય વરસ્યો છું ખૂબ જીવનમાં,
હુંય બહુ ધોધમાર જીવ્યો છું.

આમ ‘ઘાયલ’ છું અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું.

– અમૃત ઘાયલ

ઘાયલ એટલે ખુમારી. ઘાયલ એટલે વાવાઝોડું. ઘાયલ એટલે ધારદાર. ઘાયલની ગઝલમાંથી એકની પસંદગી કરવી બહુ અઘરી છે. આ ગઝલ એમના મિજાજનો બખૂબી પરિચય આપે છે અને ‘ઘાયલની ગઝલ’નો ‘ટ્રેડમાર્ક’ જુસ્સો પણ ધરાવે છે. પોતાના ઉપનામનો એમણે હંમેશા જ બહુ સરસ ઉપયોગ કર્યો છે. એમણે ગઝલક્ષેત્રે અવનવા પ્રયોગો પણ બેશૂમાર કરેલા. એક ઘાયલ જ બુલંદ અવાજે કહી શકે, સર્વથા શાનદાર જીવ્યો છું !

5 Comments »

  1. અનામી said,

    December 7, 2008 @ 6:41 AM

    શાનદાર જીવન જીવનાર, શાનદાર ગઝલકારની, શાનદાર ગઝલ.

  2. વિવેક said,

    December 10, 2008 @ 6:15 AM

    ટૂંકી બહેરની પણ બહોળા અર્થવિસ્તારવાળી મજાની ગઝલ…

    મંદ ક્યારેય થઇ ન મારી ગતિ,
    આમ બસ મારમાર જીવ્યો છું.
    -વાહ !

  3. jagdish soni said,

    December 11, 2008 @ 6:05 AM

    Ankitbhai
    Sunder gujerati ghazals lakhava badal khubaj abhinadan. Temana Ahmedavad ma ankering kerata khubaj sambhalya cha. Akhuya vataveran sangitmay benavi do cho tevi shakti temana kuderata api cha ana tema tena derak sangitpremi sudhi pehochado cho ta badal abhinandan. Temaro voice taperecord ma tape keri sambhaliya chia.
    withbest wishes
    jhsoni

  4. mans thaker said,

    September 3, 2009 @ 2:12 AM

    veri good collection of “Ghalya”

    plz add also “Dasa mari Anokho Lay Anokho Taal Rakhe chhe”

    i have littal contibute for your site & remembring “Ghayal”

    ————- 4 Ghayal—————————-

    Dasha mari Anokho Lay Anokho Taal Rakhe Chhe
    Ke muj ne Muflishi ma Malamal Rakhe Chhe

    Nathi Ae Rakhata kai Khayal moro Kem kahevay
    Nathi Ae Rakhata to Kon maro Khayal Rakhe Chhe?

    Mathe Chhe Aambva Murtyu Kintu Maran Aambi Nathi Sakatu
    Mane Lage Chee maro Jiv Zadpi Chhal Rakhe Chhe

    Jamano Kon Jane Ver Vaale Chhe kya Bhav nu?
    Male Chhe Be Dilo Tya Madhaya ma Diwal Rakhe chhe

    Jivan nu Puchhata hoto Jivan chhe Zer “Ghayal” nu

    Chhata H!mat Juvo to Naam Amrut Lal Rakhe Chhe ”

    — Kumar Amrut LaL “Ghayal”

    plz add & Creat Complite

    post by mansthaker

  5. alok chatt said,

    May 15, 2010 @ 3:56 AM

    વાહ ઘાયલ સાહેબ વાહ…………..
    “નથેી તમારા જેવો કોઇ શાયર જોયો હજિ આ જગત મા…………
    જોવા મલશે પન નહિ કોઇ આવો શાયર આ જગત મા…..
    શબ્દોથિ શાયરિ લખનારા ઘના ચે આ જગત મા……
    પન દર્દ ને શાયરિ મા ઉતારિ શકનારા બહુ જવ્વલ “ઘાયલ” ચે આ જગત મા”

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment